નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કમરનો દુખાવો છે? આ રહ્યાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો

કમરના દુખાવામાં હરવા-ફરવાનું, બેસવાનું, વાંકા વળવાનું મુશ્કેલ બની જાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા માટે પહેલાં તેના કારણો જાણીશું, પછી તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો જાણીશું.

કમરનો દુખાવો શા માટે થાય છે?

આપણી નાની નાની ટેવ કમરના દુખાવા માટે કારણભૂત બને છે. જેમ કે, વધારે કામ કરવું, બેસવા-ઊઠવામાં પોશ્વરનો ખ્યાલ ન રાખવો, વધારે વજન ઊંચકવું વગેરે. સ્ત્રીઓમાં શ્વેતપ્રદર અને માસિક સ્રાવમાં ગરબડને લીધે પણ કમરનો દુખાવો થાય છે. આ દુખાવો દૂર કરવાના કેટલાક સરળ અને સફળ ઘરગથ્થુ ઉપાયો વિશે જાણીએ...

- ૩૦ ગ્રામ કપૂર અને ૨૦૦ ગ્રામ સરસિયાને ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ ૧૫-૨૦ મિનિટ માટે તડકામાં મૂકી રાખો. આનાથી નિયમિત રીતે માલશિ કરો. 

- ૨૦ ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સિંધાલૂણ ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથી કમરને શેક કરવાથી રાહત રહેશે.

- રાતે એક ગ્લાસ ગરમ દૂધમાં પા ચમચી સૂંઠ અને હળદર ભેળવી સૂતાં પહેલાં નિયમિત રીતે પીવાનું રાખો.

- રોજ સવારે નરણાં કોઠે અખરોટના ૩-૪ ટુકડા ખૂબ ચાવીને ખાવ. 

- ૧૦ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દૂધ સાથે લેવાનું રાખો.

- સિંધાલૂણ, સૂંઠ અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. રોજ ૧ ચમચી દૂધ સાથે લો.

- સૂંઠ અને અશ્વગંધાનું ચૂર્ણ સરખા ભાગે મિકસ કરી હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરના દુખાવા માટે આ શ્રેષ્ઠ ઔષધિ છે.

- બાવળના ગુંદરનો પાઉડર બનાવી દૂધ સાથે અડધી ચમચી લેવાથી રાહત થશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી