નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઈપેડ અને આઈફોન અંગે સ્વ. સ્ટિવ જૉબ્સે કરેલો ખુલાસો

એપલના સંસ્થાપક સ્ટીવ જૉબ્સે વર્ષ 2002માં, એટલે કે આજ થી 10 વર્ષ પહેલાં જ આઈપેડની ડિઝાઇન તૈયાર કરી લીધી હતી, પણ આ વાતનો ખુલાસો સ્વ. સ્ટિવ જૉબ્સે ક્યારેય કર્યો નહીં.

- બે વર્ષ પહેલાં સુધી એમ જ કહેવામાં આવતું હતું કે તેને હજુ બનાવવાની પ્રક્રિયા ચાલું છે
- આગળ તેઓ કહે છે "મે મારા સહકર્મચારીઓ સાથે આ આઈડિયા અંગે ચર્ચા કરી


હવે વેબસાઇટ આઈઑન એપલ ઉપર તેની ડિઝાઇન કેવી રીતે નિર્માણ પામી તે અંગે સવિસ્તૃત માહિતી પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં આ વાત પણ સામે આવી છે. આ માહિતીમાં સ્ટિવ જૉબ્સનો હવાલો આપીને લખવામાં આવ્યું છે કે આઈપેડ, આઈફોન કરતા પહેલા જ બનાવી લેવામાં આવ્યું હતું. 

તેના વર્ષ 2010માં માર્કેટમાં ઉતરવાના બે વર્ષ પહેલાં સુધી એમ જ કહેવામાં આવતું હતું કે તેને હજુ બનાવવાની પ્રક્રિયા ચાલું છે. પણ એપલનું આઈપેડ પોતાના ખાસ બજારની રાહ જોઈ રહ્યું હતું અને જૉબ્સ સતત તેની ઉપર ઇનોવેશન કરી રહ્યાં હતાં. 

આઈપેડની કહાણી, સ્ટીવ જૉબ્સના આ રિપોર્ટમાં સમાણી
સાઇટ ઉપર જૉબ્સના હવાલા દ્વારા લખવામાં આવ્યું છે, "હું તમને એક સિક્રેટ જણાવા માંગું છું. મે ટેબલેટ ઉપર ખૂબ પહેલા જ કામ શરૂ કરી દીધું હતું. મે વિચાર્યું હતું કે તેમાં કાંચની મલ્ટીટચ ડિસ્પ્લે હોય, જેની ઉપર આંગળીઓ વડે લખી શકાય."

આગળ તેઓ કહે છે "મે મારા સહકર્મચારીઓ સાથે આ આઈડિયા અંગે ચર્ચા કરી. તેઓને આ આઈડિયા પસંદ આવ્યો. મે તેમને આવી જ એક ડિસ્પ્લે તૈયાર કરવાની કહીં. છ મહીનાં પછી તેઓ મારી સામે તેની ડિસપ્લે લઈને આવ્યાં. મે તેને મારા એક જવાબદાર મિત્રને મોકલી આપી કે જેથી કરીને તે આ ડિસપ્લે ઉપર વધારે કામ કરી શકે અને તેને વધારે સ્માર્ટ બનાવી શકે." 

તેઓએ કહ્યું હતું, "જ્યારે મે મારા સાથીને તેની ઉપર કામ કરતો જોયો તો મે વિચાર્યું કે અમે તેને એક ફોન પણ બનાવી શકીએ છીએ. બસ, પછી શું? અમે ટેબલેટને બાજુએ મુકી દીધું અને આઈફોન ઉપર કામ કરવાં લાગ્યાં. આ રીતે પહેલાં 2007માં આઈફોન આવ્યો અને તેના પછી સફળતાને જોતા અમે વર્ષ 2010માં આઈપેડને બજારમાં ઉતાર્યું"

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી