નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચોમાસામાં હાથ-પગની કાળજી

ચોમાસામાં કાદવ-કિચડ તેમજ રસ્તા પરના પાણીના ખાબોચિયામાં પગ પડવાથી પગ ગંદા થઇ જવાની શક્યતા રહે છે.તેથી ચોમાસામાં પગની કાળજી વઘુ રાખવી પડે છે. 
મિની પેડીક્યોર - પેડીક્યોર કરવાની રીત સાવ સરળ છે.સ્નાન બાદ એક ટબમાં સાબુનું પાણી લઇ તેમાં લગભગ બે મિનીટ માટે પગ ડૂબાડવા.પછી ટુવાલથી એડીને રગડી મૃત ત્વચાને સાફ કરવી. પગ પર લોશન લગાડવું અને નખના ક્યુટિકલ્સને પાછળની તરફ ધકેલવા. મોજા થોડી વાર પહેરી રાખવા. મોજા ઉતાર્યા બાદ નેલપોલિશ લગાડવું. પગ પર પેટ્રોલિયમ જેલી લગાડવી અને રાતન ાસૂતા પહેલા મોજા પહેરવાનું ભૂલવું નહીં. સૂતરાઉ મોજા જ પહેરવા. પગમાં દુખાવાથી રાહત પામવા અહીં આપેલ નુસખો અજમાવી જુઓ.માર્બલના નાના-નાના ટુકડા કે ગોટી જમીન પર વેરવી અને પછી પંજાથી એક-એક કરીને ઉપાડવાના પ્રયાસ કરવા.પકડમાં આવે એટલે થોડી સેકન્ડ આ જ અવસ્થામાં રહેવું. આવું વારંવાર કરવું.
મિની મેનિ્યોર- મેનિક્યોર કરતા પહેલા હાથને બરાબર ધોઇ લેવા. હાથમાં પડેલા ચીરાને ભરવા એક બાફેલા બટાકાનો છુંદો કરી જૈતુનના તેલમાં ભેળવવો. આ મિશ્રણને હાથ પર પંદર મિનિટ સુધી લગાડી રાખવું અને ઠંડા પાણીથી હાથ ધોઇ નાખવા.નખને ફાઇલ કરવા અને ક્યુટિકલ સોફટનરથી તેને મુલાયમ બનાવવા. સાબુના પાણીમાં આંગળીઓને થોડી વાર ડુબાડી રાખવી. ક્યુટિકલને પાછળની તરફ ધકેલવા. નખને નીચે સુધી ન કાપવા. હાથ પર મોઇશ્ચરાઇઝર લગાડીને નખ તથા ક્યુટિકલ્સ પર હળવે-હળવે રગડવું. ત્યાર બાદ એસ્ટ્રિજન્ટમાં રૂનું પૂમડું બોળી નખ સાફ કરવા. જેથી વધારાનું તેલ દૂર થશે. એસ્ટ્રિજન્ટ ન હોય તો લીંબુનો ઉપયોગ કરી શકાય. હવે બેઝ કોટ અથવા પ્રાઇમર લગાડવું અને સુકાવા દેવું. અંતમાં નેલપોલિશનો એક કોટ લગાડવો
નેલ ફાઇલર- નખના આકાર પ્રમાણે નેઇલ ફાઇલર બજારમાં ઉપલબ્ધ છે. અયોગ્ય નેલ ફાઇલરના ઉપયોગથી નખ ખરાબ થઇ શકે છે. જેમ કે આર્ટિફિશિયલ નખ માટે એક નેલ ફાઇલ હોય છે તો બફંિગ માટે બીજું વાપરવાનું હોય છે. મેટલ નેલ ફાઇલરને ધોઇને બીજી વખત ઉપયોગમાં લઇ શકાય છે. મેટલ ફાઇલરના ઉપયોગથી નખની કિનારી નરમ રહે છે.
નખની કાળજી- સ્વસ્થ નખ પારદર્શી અને ગુલાબી રંગના હોય છે. 
નખને હંમેશા જ રંગેલા રાખનારાઓએ અઠવાડિયામાં એકાદ-બે વાર નખને રંગ્યા વગર રાખવા જેથી નખ શ્વાસ લઇ શકે.
નખને ચમકીલા કરવા હુંફાળા કોપરેલ અથવા તો એરંડિયાથી નખને મસાજ કરવો.
નેલ પોલીશ ન લગાડવું હોય તો નખ પર સુકો સાબુ લગાડી બફંિગ કરવું અથવા તો લીંબુની છાલ ઘસવી.
રૂના પૂમડાને હાઇડ્રોજન પેરોકસાઈડમાં ડુબાડી નખને અંદરથી સાફ કરવા.
મેનિક્યોર કરતા પહેલા એક કપ હુંફાળા પાણીમાં એક મોટો ચમચો લીંબુનો રસ ભેળવી નખને ડૂબાડવા. લીંબુના અડધિયામાં નખ ભેરવો અને કાઢો આમ કરવાથી ક્યુટિકલ્સ તથા નખ સાફ થશે. નખ તથા ક્યુટિકલ્સનો મસાજ મોઇશ્ચરાઇઝરથી કરવો. 
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના દુષપ્રભાવથી રક્ષણ આપવા નખ પર હંમેશા સનસ્ક્રીન લગાડવું. અઠવાડિયામાં એક વાર નખ પર તેલ અથવા ક્રિમથી મસાજ કરી થોડા કલાકો મોજા પહેરી રાખવા.
નેલ પોલીશ લગાડતા પહેલા નખને સ્વચ્છ કપડાથી સાફ કરવા. નખ પર તેલના કણ લાગેલા હોય તો નેલ પોલીશ નખ પરથી જલદી નીકળી જાય છે. નાના નખને લાંબા દેખાડવા શિમરી નેલ પોલીશ લગાડવું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!