નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નોકરીમાંથી રિટાયર્ડ થયા છીએ જીવન માંથી નહીં


- અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો પોતાની સોસાયટીમાં ઘરે ઘરે જઇને લોકોને ચક્ષુદાન કરવા માટે સમજાવે છે. અને જુની વસ્તુઓનું કલેક્શન કરીને જરૂરિયાતવાળા લોકોને આપે છે

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો નવરા બેસીને ટાઇમ પાસ કે ગપ્પા મારવા કરતાં સમાજસેવા કરવાનું કમ કરે છે. આ ગુ્રપમાં ૫૦થી પણ વધારે સિનિયર સિટીઝનો જોડાયેલા છે. તેઓ છેલ્લા ૭ વર્ષથી એપ્રિલ મહિનાના ફસ્ટ વિકમાં પોતાની સોસાયટીમાંથી જુની વસ્તુઓનું કેલક્શન કરે છે. તેઓ માને છે કે અમે માત્ર સર્વિસમાંથી રિટાયર્ડ થયા છીએ જીવનમાંથી રિટાયર્ડ નથી થયા. આ અંગે ૭૨ વર્ષના રમેશભાઇ મોદી કહે છે કે, અમારા ગુ્રપમાં બધા સિનિયર સિટીઝનો હાયલી એજ્યુકેટેડ છે. અને અમે દર વર્ષે સોસાયટીમાંથી જુના કપડા, જુનો સામાન, ટીવી, વાસણો, જુનું ફર્નિચર, ફ્રીઝ, બેગ, વોટર બેગ તજેવી વસ્તુઓનું કલેક્શન કરીને આ બધી વસ્તુઓને અંધજન મંડળમાં આપી દઇએ છે. 
આ ગ્રુપમાં સિનિયર સિટીઝનો જ્યાં જ્યા ંરહે છે ત્યાં તેઓ લોકોને જુની વસ્તુઓ ફેંકી દેવાને બદલે તેઓને દાનમાં આપવામાં માટે સમજાવે છે. આ અંગે ૭૭ વર્ષના બી.એમ. પરીખ કહે છે કે, અમે નવરા બેસી રહેવાને બદલે ઘરે ઘરે જઇને લોકોને ચક્ષુદાન કરવા માટે સમજાવીએ છીએ. જેના કારણે બ્લાઇન્ડ લોકોને રોશની મળે. આ ઉપરાંત તેઓ લોકોને મોતિયાના ઓપરેશન માટે સમજાવે છે. ગરીબ લોકોને મફતમાં ઓપરેશન કરાવી આપે છે. આ ઉંરમાં પણ તેઓએ પોતાની લાઇફમાં પેશન છોડ્યું નથી. સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો દ્વારા તેઓ પોતાની લાઇફ વિતાવે છે.
આ અંગે ૬૫ વર્ષના વર્ષાબેન મોરાવાલા કહે છે કે, અમે દરરોજ ગાર્ડનમાં બેસીને અનેક પ્રકારની એક્ટિવિટી કરીએ છે, અને શહેરના દરેક ગાર્ડનમાં આ મેસેજ પહોંચે તો સમાજને ઘણા સારા સિનિયર સિટીઝનોની સેવાનો લાભ મળશે. આ ગુ્રપના સિનિયર સિટીઝનો દરેક કામની શરૂઆત પોતાના જ ફ્‌લેટમાંથી કરે છે, અને આજે તો સારા ઘરોમાં દર વર્ષે નવી વસ્તુઓ જ વાપરવાનો ક્રેઝ હોય છે. તેથી તેઓ જુની વસ્તુઓ ભેગી કરીને કોઇ સંસ્થાને દાનમાં આપે છે. 
લોકો પણ આ સિનિયર સિટીઝનોની વાત માનીને સામેથી જ ગાર્ડનમાં જુની વસ્તુઓ આપી જાય છે. તો આ ગુ્રપના ઘણાં સભ્યો બ્લાઇન્ડ સ્કૂલોમાં જઇને બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને સારા લેખો અને ઇંગ્લીશ સ્પિકંિગ શીખવાડવાનું કાર્ય પણ કરે છે. આમ રિટાયર્ડ માણસો પણ સમાજને ઘણું બઘું આપી શકે છે. જેનું સુંદર ઉદાહરણ આ સિનિયર સિટીઝનોએ પૂરું પાડ્યુ ંછે. 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી