Posts

Showing posts from July, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગ્રાફીનથી વધુ સારી કમ્પ્યૂટર ચિપ્સ તૈયાર થઈ શકશે

કાર્બનના એલોટ્રોપ ગ્રાફીનથી નેક્સ્ટ જનરેશન કમ્પ્યૂટર ચિપ્સ તૈયાર કરી શકાશે. માન્ચેસ્ટર યુનિવર્સિ‌ટીના સંશોધકોએ સાબિત કરી દીધું છે કે ગ્રાફીન શીટ્સથી અનોખી પ્રોપર્ટીઝવાળી અર્થાત અનોખા ગુણધર્મ ધરાવતી ઈલેક્ટ્રિકલ ડિવાઈસ બનાવી શકાશે. ગ્રાફીન(ગ્રેફાઈટ) કાર્બનનો એક પ્રકાર છે. તે વિશ્વનું સૌથી પાતળું પરંતુ સૌથી મજબૂત મટીરિયલ છે. તે વીજળીનું સારું એવું વાહક પણ છે.  વિજ્ઞાનીઓનું માનવું છે કે ગ્રાફીનના ઉપયોગથી દસ સ્તરની ઈલેક્ટ્રોનિક ડિવાઈસને પણ વધુ સારી બનાવી શકાય છે.

રાખડી સિવાય પણ આ ત્રણ કારણોથી ઉજવાય છે રક્ષાબંધન

રક્ષાબંધન શ્રાવણી પુનમના આવતો એક અનોખો તહેવાર છે. તે હિન્દુ ધર્મમાં અનેક રીતે મહત્વ ધરાવે છે. રક્ષાબંધનનું જેટલું રાષ્ટ્રીય મહત્વ છે, તેટલું જ પ્રાદેશિક અને સામાજિક મહત્વ છે. દરિયાઈ વિસ્તારોમાં તેને નારિયેળી પૂનમ તરીકે ઉજવાય છે. બ્રહ્મણો જનોઈ માટે ઉજવે છે. પુરાણમાં એક પત્નીએ પતિને પહેરાવી ચે રાખડી આવી રોચક વાતોને આપણે જાણીએ... દરિયાઈ પ્રદેશમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે વસતા દરિયાખેડુ આ દિવસને ‘નારિયેળી પૂનમ’ તરીકે ઉજવે છે. નારિયેળી પૂનમમાં દરિયાખેડુઓ દરિયાની પૂજા કરે છે. અહીંના લોકો દરિયાખેડ કરીને ટ્રાન્સપોર્ટેશન કે પછી માછલી ઉદ્યોગ પર નભે છે. દરિયાને તે ‘દરિયાલાલ’ કહીને સંબોધે છે. શ્રાવણ માસ પછી તે દરિયો ખેડવા માટે જાય તે પૂર્વે તે દરિયાની તથા તેની નાવની વિધિવત પૂજા કરી, સત્યનારાયણ અને જલદેવની પૂજા કરે છે. આ પૂજા પછી નારિયેળને ફૂલનો હાર પહેરાવી દરિયામાં પધરાવવામાં આવે છે. આ પછી બધા તહેવાર પત્યે સાગરખેડુ દરિયોમાં સફર કરે છે. તેનું વૈજ્ઞાનિક મહત્વ એવું છે કે પહેલાના સમયમાં સઢવાળા વહાણ હતા. તેને યોગ્ય દિશાના પવનની જરૂરત હોય છે. જે શ્રાવણની પૂનમ પછી બદલે છે. આ ઉપરાંત અરબસાગરમ

'આલુ ટિક્કી'ની મજા

Image
3 વ્યક્તિઓ માટે બનાવો 'આલુ ટિક્કી' સામગ્રી : 3 મોટા બાફેલા બટાકા 1/4 ચમચી કાળા મરીનો પાવડર 2/3 કપ બાફેલા લીલા વટાણા 1/2 ચમચી મસળેલું આદુ 1/4 ચમચી ગરમ મસાલો લાલ મરચું સ્વાદ અનુસાર 1 ચમચી જીરા પાવડર મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ રીત : -સૌ પ્રથમ બાફેલા લીલા વટાણાને ચમચીથી મસળો -તેમાં બધી સામગ્રી ઉમેરો અને તેનો માવો તૈયાર કરો. -આ રીતે તૈયાર થયેલા માવાના 10 સરખા ભાગ કરીને એકબાજુ રાખો. -હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો -તેમાં મીઠું અને મરી ઉમેરી બરાબર એકરૂપ ન થઈ જાય ત્યાં સુધી મસળો. -આ માવાના પણ 10 સરખા ભાગ કરો. -હવે બટાકાના માવાના એક સરખા ગોળા વાળો. -હવે એક એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો. -ઉપર તૈયાર કરેલા લીલાવટાણા માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે. -હવે તેને ધીમે ધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળા તૈયાર કરો -હવે નોનસ્ટીક વાસણમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો. -તૈયાર થયેલા ગોળાને બે-ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેલો ફ્રાય કરો. -ટિક્કીનો કલર ગોલ્ડન રેડ થાય ત્યાં સુધી બંને

ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન,

જ્યારે અમિતાભની બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું...! સેંટ ફિલોમિના હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સદીનું સૌથી જાણીતું ઓપરેશન શરૂ થયું. દર્દી હતા હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન અને ડોક્ટરોની ટુકડીમાં હતા ડો. ભટ્ટ, ડો. જોસેફ એન્ટોની અને ડો.જયસિંહ. પેટ ચીરતાંની સાથે જ ફુવારો ઉડ્યો. પેટની અંદર જમા થયેલું લોહી, ગેસ અને પરુ દબાણ હેઠળ એકઠા થયેલા હતા, તે અચાનક દબાણ હટી જતાં ફુવારાની પેઠે બહાર ઘસી આવ્યા. હવે હોસ્પિટલના સ્થાનિક સર્જનોને પોતની ભૂલ સમજાણી. અંદર થયેલી ઇજાની કોઇ જ બાહ્ય નિશાની ભલે દેખાતી ન હતી, પણ ડો. ભટ્ટે એક્સ-રે જોઇને કરેલું નિદાન સાચું પડ્યું હતું. પેટની અંદરનો તમામ બગાડ બહાર કાઢી લીધા પછી ડો. ભટ્ટે આખું નાનું આંતરડું તપાસવાનું શરૂ કર્યું. બાવીસ ફૂટ લાંબું આંતરડું બારીક નજરે તપાસતાં ગયા. જ્યાં નાનું આંતરડું મોટા આંતરડાને મળતું હતું તે જગ્યાએ એની દિવાલમાં એક છિદ્ર જોવા મળ્યું. તો બધી જ તકલીફનું કેન્દ્રબિંદુ ત્યાં હતું. ડોક્ટરોએ ટાંકા લઇને એ છિદ્રને સાંધીને બંધ કરી દીધું. પછી પેટની દિવાલ બંધ કરતાં પહેલાં ત્રણ જગ્યાએ ડ્રેઇન્સ મૂક્યાં. (અંદર જમા થનારો બગાડ બહાર

'ભરેલા મરચાંનાં ભજીયાં'

Image
ચટાકેદાર ભરેલા મરચાંના ભજીયાં  સામગ્રી  - 5-6 જાડા લીલા મરચાં  2 બાફેલા બટાકા  1/2 ટી સ્પૂન ચાટ મસાલો  1/2 ટી સ્પૂન ગરમ મસાલો  1 કપ બેસન  1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર  1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર  તળવા માટે તેલ  મીઠું સ્વાદઅનુસાર  રીત -  -સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો.  -બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠુ, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.  -બેસનમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.  -હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.  -લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો.  -તમે ઈચ્છો તો મરચાના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો.  -મરચાંનાં ગરમા-ગરમ ભજીયાં ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

એક ઇન્જેક્શનથી આંખોની ખોવાયેલી રોશની પાછી આવી જશે!

વિજ્ઞાનીઓએ એક એવું રસાયણ શોધી કાઢ્યું છે કે જેને ઇન્જેક્શનની મદદથી આંખોમાં નાંખતા દ્રષ્ટિહીન લોકો ફરીથી જોઈ શકશે. આ રિપોર્ટ 'ન્યૂરૉન' પત્રિકામાં પ્રકાશિત થયો છે. - આ રસાયણ આંખોમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ ઇલેક્ટ્રૉનિક ચિપ લગાડવાથી ઓછું આક્રામક હોય છે. - આ જ રીતે વધતી ઉંમરની સાથે-સાથે આંખોની રોશની ઓછી થવા ઉપર પણ આ રસાયણ મદદરૂપ થશે. યુનિવર્સિટી ઑફ કેલેફોર્નિયા, યુનિવર્સિટી ઑફ મ્યુનિખ અને યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટનના સંશોધકોએ મળીને આ રસાયણને તૈયાર કર્યું છે. આ રસાયણના પ્રયોગ દ્વારા એક દ્રષ્ટિહીન માદા ઉંદરની આંખોમાં થોડા દિવસ માટે રોશની પાછી આવી ગઈ હતી. આ રસાયણને 'એએક્યૂ' કહેવામાં આવે છે, જે આંખોમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ ઇલેક્ટ્રૉનિક ચિપ લગાડવાથી ઓછું આક્રામક હોય છે. આ પદ્ધતિ, રેટિનિટીસ પિગમેંટોસા નામની વારસાગત બીમારીથી પીડાતા લોકો માટે ફાયદાકારક સાબિત થશે. આ જ રીતે વધતી ઉંમરની સાથે-સાથે આંખોની રોશની ઓછી થવા ઉપર પણ આ રસાયણ મદદરૂપ થશે. આ બીમારીઓમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ કોષો મૃત અવસ્થામાં હોય છે, જેના કારણે આંખોથી જોઈ નથી શકાતું. યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટનમાં

ગૂગલે દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ કનેક્શન લોન્ચ કર્યું

૧ જીબી પ્રતિ સેકન્ડ સ્પીડ : ૧૦૦ ગણી સ્પીડ વધશે ઈન્ટરનેટની ધીમી સ્પીડના કારણે યુટયૂબ વીડિયો પર થતું બફરિંગ, ફેસબુક પર ફોટો અપલોડ કરવામાં લાગતા સમયની સમસ્યા હવે આગામી સમયમાં નહીં રહે. ગૂગલે શનિવારે એક અલ્ટ્રા હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિ‌સ લોન્ચ કરી છે. આ સર્વિ‌સ શરૂ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડની સમસ્યા ઈતિહાસ બની જશે. આ કનેક્શનની સ્પીડ ૧ જીબી પ્રતિ સેકન્ડ હશે જે હાલના ઈન્ટરનેટ કનેક્શન કરતાં લગભગ ૧૦૦ ગણી વધારે હશે. આ કનેક્શન બ્રોડબેન્ડ નહીં હોય પરંતુ એક પાતળી ઓપ્ટિકલ ફાઈબર લાઈનથી જોડાયેલું હશે. આ લાઈન વ્યક્તિના ઘરથી સીધી જ ડેટા સેન્ટર સાથે જોડાયેલી હશે. તે ડેટા સેન્ટર રાષ્ટ્રીય ઈન્ટરનેટ સેન્ટર સાથે જોડાયેલું હશે જેથી તેની સ્પીડમાં વધારો થશે. પ્રારંભિક ધોરણે ગૂગલે માત્ર અમેરિકાના બે શહેર કેન્સાસ અને મિસૌરીમાં આ સેવા શરૂ કરી છે. અન્ય દેશો અંગે હાલમાં કંપનીએ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. તેનો ખર્ચ દર મહિ‌ને ૭૦ ડોલર (રૂ. ૩૮૬૬) થશે. અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ તેમાં ૧૨૦ ડોલર પ્રતિ માસનું પેકેજ પણ હશે. તેમાં ગૂગલ એક ટીવી, ૧૦૦ ચેનલ, એક જીબી ઈન્ટરનેટ સ્પીડ અને એક ટેટ્રાબાઈટ ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપશે. એક સાથ

'કોપરા પાક'

Image
સ્વિટમાં બનાવો કોપરા પાક સામગ્રી: 2 ટેબલસ્પૂન ઝીણું સમારેલુ નારિયેલ/ કોપરાનું છીણ 1/2 લીટર દૂધ 1 કપ ખાંડ 6-7 નંગ પિસ્તા 4 નંગ ઈલાયચી રીત: - એક ભારે તળિયા વાળા વાસણમાં મધ્યમ આંચ પર 10-12 મિનીટ સુધી દૂધ ગરમ કરો. ગેસ પરથી ઉતારીને બાજુ પર રાખી દો. - ખાંડમાં 2 કપ પાણી ઉમેરીને એક તારની ચાસણી બનાવો. - હવે ગરમ કરેલા દૂધમાં તૈયાર કરેલી ચાસણી મિક્સ કરો અને તેને સ્મૂથ બનાવો. - તેમાં કોકોનટનું છીણ અને ઈલાયચીના દાણા ઉમેરીને મિશ્રણને ઘટ્ટ થાય ત્યા સુધી હલાવો. - ગેસની આંચ પરથી નીચે ઉતારી લો - એક થાળીમાં ઘી લગાડીને તેને ગ્રીઝ કરો. - તૈયાર કરેલા મિશ્રણમાંથી અડધું મિશ્રણ થાળીમાં પાથરી દો. - બાકીના મિશ્રણને થાળીમાં પાથરેલા મિશ્રણ પર પાથરી દો. - થાળીમાં પાથરેલા મિશ્રણને વાટકીની મદદથી એકસમાન સપાટીમાં પાથરી દો. - કોપરા પાક તૈયાર છે, તેને ઠંડો થવા દો અને ત્યાર બાદ જોઈતા આકાર અને કદના ટુકડા કરીને સર્વ કરો.  

'કૂલ' નથી 'ક્યા સુપર કૂલ હૈં હમ': ફિલ્મ રિવ્યૂ

Image
Movie Name: ક્યા સુપર કૂલ હૈં હમ     Viewer Rating:  |   0 Reviews     Critic Rating: (1.5/5)     Star Cast: તુષાર કપૂર, રિતેશ દેશમુખ, નેહા શર્મા, સારાહ જેન     Director: સચિન યારડી     Producer: એકતા કપૂર     Music Director: સચિન,જીગર, શંકર-મહાદેવન-લોય, અંજાન-મિટ બ્રોસ     Genre: સેક્સ કોમેડી     Story સ્પેશ્યિલ રિવ્યૂ : મયંક શેખર@ divyabhaskar.com અજાણ્યો છોકરોઃ તમારો અવાજ સંભળાતો નથી, આઈ એમ સોરી સિદઃ હાઈ, સોરી. હું છું સિદ અજાણ્યો છોકરોઃ તમે ઘણા જ (વિટિ)રમૂજી છો. સિદઃ તમે ઘણા જ ચર્ચગેટ છો. પરિવારને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનો 'વેજેટેરિયન' મિનિ જોક તમને અહીંયા કહ્યો છે. આ જોક પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ફિલ્મમાં કેવા પ્રકારની રમૂજ છે. સિદ(રિતેશ દેશમુખ) ફિલ્મનો હિરો છે. વીટી અને ચર્ચગેટ મુંબઈના જાણીતા સ્ટેશન છે. મોટાભાગના જોક્સ સિદ અને તેના ખાસ મિત્ર આદિ તથા તેમના ગે બનવા પર હોય છે. આ સિવાયના જોક્સ તેમની બે પ્રેમિકાઓ લેસ્બિયન છે, તેના પર છે. જો તમે મ્યૂઝિક વીડિયો અને એક સાર

'મારા બાળકો દરેકને પ્રેમ કરજો અને મારી ભૂલો પરથી શીખજો'

-'ટુ માય ફ્યુચર કિડ્સ' ટ્વિટર પર કરી રહ્યો છે ટ્રેન્ડિંગ ToMyFutureKids' પર કરવામાં આવેલા કેટલાક ટ્વિટ્સ  The Funny Truth ‏@funnyortruth: ToMyFutureKids you're going to have the coolest parents of all time. Carrie Bradshaw ‏@Carrie_Br4dshaw: ToMyFutureKids pay the rent instead of buying those Jimmy Choos Abraham Lim ‏@realabrahamlim: ToMyFutureKids learn from my mistakes, but make your own as well; learn to love everyone; and be ruthless in your ability to dream. HARRY STYLES. ‏@x1Directionbebz: ToMyFutureKids your names will be Larry, Niam, Zarry, Narry, Nouis, Ziam and Lilo so get used to it. BOSS RYAN ‏@Rynvrgra: ToMyFutureKids I will never delete this account so you will know how awesome your Dad was.

બે-ત્રણ વર્ષ પછી અમેરિકા ફરી વાર જઈ શકાય ?

સવાલ: હું અમેરિકાના દસ વર્ષના ૨૦૧૯ સુધીના વિઝિટર વિઝા દ્વારા ૨૦૦૯માં બે વાર અમેરિકા ગયો. છેલ્લે ડિસેમ્બર ૨૦૦૯થી મે ૨૦૧૧ સુધી અમેરિકામાં ઓવરસ્ટે કરી રહ્યો છું, તો હવે બે-ત્રણ વર્ષ પછી અમેરિકા પાછો ફરીથી જઈ શકું ? મેં બંને વખત ડિપાર્ચર ડોક્યુમેન્ટ ડિપોઝિટ કર્યા નથી.-કૌશિક ઠાકર, અમદાવાદ જવાબ:  ના, હવે તમારા માટે અમેરિકાના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા છે. તમે વ્હાઈટ કાર્ડ પાછા આપ્યા ના હોય તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ તમારા પાસપોર્ટના એરાઈવલના સિક્કા ઉપરથી જ તમે ઇમિગ્રેશનના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તે જણાશે જ તેથી તમને અમેરિકાના એરપોર્ટ ઉપરથી જ તમારો વિઝા કેન્સલ કરી પાછા મોકલશે. જેને વોલન્ટરી ડિપોટેંશન કહી શકાય. સવાલ: હું ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવું છું અને અમેરિકા કે કેનેડા એમ.એસ. કરવા જઈ ડિગ્રી લીધા પછી ત્યાં કાયમ માટે સેટલ થવાનો વિચાર છે. તમારું માર્ગદર્શન માગું છું.- અનુજ કુમાર, મુંબઈ. જવાબ:  જો તમે વર્ષો પહેલાં સ્ટડી છોડી સ્ટુડન્ટ સ્ટેટસ રાખ્યું નહીં હોય તો સ્ટુડન્ટ વિઝા મળવો સહેલો નથી. બીજા સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરવામાં અને ઈન્ટરવ્યૂમાં તમારો ઈરાદો ત્યાં સ્

ઇન્કમ ટેક્સ બચાવાના આ રહ્યા 10 શ્રેષ્ઠ ઉપાયો

ફક્ત સેવિંગ જ નહીં, તમારા કેટલાંય ખર્ચા પણ ટેક્સ સેવિંગમાં તમારી મદદ કરે છે ફક્ત સેવિંગ જ નહીં પરંતુ તમારા કેટલાંય ખર્ચા પણ ટેક્સ સેવિંગમાં તમારી મદદ કરે છે. સેવિંગના વિભિન્ન વિકલ્પોને પસંદ કરતાં પણ જો ખર્ચને સામેલ કરાય તો ઇન્કમ ટેક્સમાં વધુ છૂટ પ્રાપ્ત કરતા સારું રિટર્ન પણ મેળવી શકાય છે.  માર્ચ સુધીમાં દરેક નોકરિયાતને વ્યક્તિની ચિંતા ઇન્કમ ટેક્સમાં બચત કરવાની હોય છે. તેઓ ઇચ્છે છે કે ટેક્સના રૂપમાં ઇન્કમ ટેક્સ વિભાગને ઓછામાં ઓછા પૈસા ચૂકવવા પડે. પરંતુ જો તમે નાણાંકીય વર્ષના અંત પહેલાં જરૂરી વ્યવસ્થા નથી કરી તો પછી ઉતાવળમાં કેટલાંક એવા નિર્ણય પણ લેવા પડી શકે છે જે તમારા માટે નફાનો સોદો સાબિત ન પણ થાય.  સૌથી બેસ્ટ પદ્ધતિ તો એ છે કે તમે નાણાંકીય વર્ષની શરૂઆતની સાથે જ ટેક્સ બચતની પ્રક્રિયા શરૂ કરી લો. ઇન્કમ ટેક્સમાં જરૂરી ખર્ચ દ્વારા પણ ટેક્સ બચાવી શકો છો. રજૂ છે ટેક્સ બચતના એ ખર્ચાઓ પર એક ફોટો ફિચર - જો તમારી વાર્ષિક આવક 1.80 (મહિલાઓના મામલામાં 1.90 લાખ રૂપિયા અને 60-80 વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે 2.50 લાખ રૂપિયા તથા 80 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો માટે પાંચ લાખ રૂપિયા) છે તો તમારી ટેક્સ

તમારું ઈન્ટરનેટ નોર્મલ કરતાં સો ગણું ફાસ્ટ ચાલશે

વિજ્ઞાનીઓએ લાઈટને કેપ્ચર કરવા અને તેને વીજળીમાં કન્વર્ટ કરવાની એક એવી નવીન પધ્ધતિ શોધી છે. આ શોધથી ઇન્ટરનેટ ૧૦૦ ઘણું ફાસ્ટ ચાલશે.  શુ છે ગ્રેફીન? :  વાસ્તવમાં ગ્રેફીન કાર્બનનું એક રુપ છે. અણુસંરચનાના મામલે ગ્રેફીન સ્ટીલ કરતા એક જ અણું મોટુ છે પણ મજબુતીમાં ૧૦૦ ગણુ વધારે છે. મેટલિક નેનોસ્ટ્રકચર સાથે ગ્રેફીન ૨૦ ગણી વધારે વીજળી પેદા કરી શકશે. શુ છે ટેક્નિક :  ગ્રેફીન ઉપર બે મેટેલિક વાયર રાખવાથી અને તેના પર પ્રકાશ નાખવાથી તે એક સોલાર સેલમાં પરિવર્તિત થઈ જાય છે. આ રીતે તૈયાર કરવામાં આવેલું ઉપકરણ ફકત ટકા જ લાઈટ ઝીલી શકે છે. જોકે, તાજેતરમાં કરવામાં આવેલા પ્રયોગોમાં ગ્રેફીનની સાથે પ્લેસમોનિક નેનોસ્ટ્રકટર જોડવાથી લાઈટને કેપ્ચર કરવાની અને તેને વીજળીમાં બદલવાની પ્રક્રિયામાં ૨૦ ગણો વધારો જોવા મળ્યો છે. આગળ શુ? :  ઈન્ટરનેટ સહિત અન્ય દુરસંચાર સેવાઓ સાથે જોડાએલા ઉપકરણોની સ્પીડમાં ૧૦૦ ગણી સુધી વધારી શકાશે.

ટીનએજર્સને સતત શિખામણ આપવાથી કશું નહીં વળે, અપનાવો પેરેન્ટિંગ ટિપ્સ

ટીનએજર સંતાનોના મા-બાપની એક બહુ સામાન્ય ફરિયાદ હોય છે કે તેમનું બાળક હંમેશાં વાતની નેગેટિવ એટલે કે નકારાત્મક બાબતને જોતું હોય છે. જ્યારે તેમને કોઇ બાબત માટે કહેવામાં આવે ત્યારે તેમને તેઓનો ભાવ ન દેખાય, પરંતુ વાત કેવા સમયે કહેવાઇ છે, કેવી રીતે કહેવાઇ છે તેના પર ધ્યાન જતું હોય છે.  ક્રીના અગિયારમા ધોરણમાં ભણે છે. આ ઉંમરની બીજી છોકરીઓની જેમ તેને પણ પોતાની રીતે જિંદગી જીવવી છે. હંમેશાં ટીવી જોતી રહેતી હોય. મા-બાપની ફરિયાદ હોય છે કે આખો દિવસ મોબાઇલ ઉપર બહેનપણીઓ સાથે વાતો કરતી હોય કે એસએમએસ ચાલતાં હોય. હંમેશાં તેના ચોપડાઓ ઠેકાણે મૂકેલાં ન હોય, હંમેશાં છેલ્લા સમયે દોડાદોડ, ઘાંટાઘાંટ ચાલતી હોય. બધું મળતું ન હોય તો તેનો ગુસ્સો નાની બહેન પર કે પછી મમ્મી પર નીકળતો હોય છે. ક્રીના કોઇક વાર બહુ ખુશ તો કોઇક વાર ખૂબ ગુસ્સામાં હોય છે. બહારથી આવીને ક્રીના પોતાના કપડાં ક્યારેય વાળે નહીં અને સામેથી મમ્મીને કહે કે પછી તું શું કરીશ? મમ્મીને પહેલાં તો આ બધું બરાબર લાગતું હતું, પણ હવે બહુ ખરાબ લાગે છે. તેમને થાય કે કાલે ઊઠીને સાસરે જવાનું થશે, ત્યાં આ બધું કેવી રીતે ચાલશે? ક્રીના સાથે જ્યારે ઘરમાં મા-બાપને આ

પિંપલ્સ ફ્રી સ્કીન માટે, અપનાવો આ ખાસ માનેલા ફંડા

પિંપલ્સ ચહેરા ઉપર દાગને જેમ હોય છે. તેને લીધે બધા તેનાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. આ બાબતે આયુર્વેદમાં અનેક ટીપ્સ બતાવી છે. આ ટિપ્સ અપનાવવાથી ત્વચા બેદાગ અને ચમકદાર થઈ જાય છે. -દરરોજ 2-3 લિટર પાણી ચોક્કસ પીવો. -પોતાના ચહેરાને ગ્લિસરિન યુક્ત સાબુથી ધુઓ. ધ્યાન રાખવું કે જો સાબુ ત્વચાને નુકસાન પહોંચાડે છે તો તેને લગાવવાનું બંધ કરી દો. -સંતુલિત ભોજન કરવું. જંકફૂડથી બચવું. -તેલ, ઘી જેવી વધુ વસાયુક્ત ભોજન ઓછી માત્રામાં જમો. -ખીલ-મસાનું એક મોટું કારણ છે કે પેટ સાફ ન થવું. એટલા માટે કબજિયાતની સમસ્યા હોય તો તેનો ઈલાજ કરાવો. -વાળમાં ખોડો હોય તો તેને દૂર કરો. -લીંબુ પણ ચહેરાના ખીલને દૂર કરે છે. -ગુસ્સા ઉપર કાબૂ રાખો. તેનાથી શરીરમાં અનેક પદાર્થો તૈયાર થાય છે જેનાથી ખીલની સમસ્યા પેદા થાય છે.

ફરાળી પીઝા

Image
ફરાળી આઈટમમાં બનાવી શકો છો પીઝા પણ સામગ્રી 500 ગ્રામ બટાક 50 ગ્રામ મોરિયાનો લોટ 250 ગ્રામ દૂધી 50 ગ્રામ કોપરાનું છીણ 1 ટીસ્પૂન તલ 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ઝૂડી લીલી કોથમીર 1 લીંબુ 25 ગ્રામ માખણ તજ લવિંગ ખાંડ મરચું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર તેલ જરૂર પ્રમાણે રીત -મોરિયાના લોટની કડક કણક બાંધો -તેને હાથથી થપથપાવી રોટલો તૈયાર કરો -બેકિંગ ડિશમાં તેલ લગાડી આ રોટલો શેકી લો. -રોટલા ઠંડા પડી જાય એટલે તેને ઉપયોગમાં લઈ શકો છો -સિંગદાણા કોથમીર આદું મરચાંમાં જરૂર પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ચટણી બનાવો -દૂધીને છોલી છીણી લો, અને બટાકા બાફી છોલી લો -હવે એક વાસણમાં તેલ મુકી તેમાં તજ લવિંગથી વઘાર કરો. અને દૂધી બટાકાના મીશ્રણને સાંતળી લો -આ ફરાળી પીઝાનું પુરણ તૈયાર છે. -રોટલાને બેક કરો તેના પર ચટણી પાથરી દો હવે તેના પર પુરણ પાથરો -રોટલાને બેક કરી તેને પીઝાની જેમ તૈયાર કરો -હવે તેને દહીં કે ફુદીનાની ચટણી સાથે સર્વ કરો અને ફરાળી પીઝાની મઝાં માણો

કમરનો દુખાવો છે? આ રહ્યાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો

કમરના દુખાવામાં હરવા-ફરવાનું, બેસવાનું, વાંકા વળવાનું મુશ્કેલ બની જાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા માટે પહેલાં તેના કારણો જાણીશું, પછી તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો જાણીશું. કમરનો દુખાવો શા માટે થાય છે? આપણી નાની નાની ટેવ કમરના દુખાવા માટે કારણભૂત બને છે. જેમ કે, વધારે કામ કરવું, બેસવા-ઊઠવામાં પોશ્વરનો ખ્યાલ ન રાખવો, વધારે વજન ઊંચકવું વગેરે. સ્ત્રીઓમાં શ્વેતપ્રદર અને માસિક સ્રાવમાં ગરબડને લીધે પણ કમરનો દુખાવો થાય છે. આ દુખાવો દૂર કરવાના કેટલાક સરળ અને સફળ ઘરગથ્થુ ઉપાયો વિશે જાણીએ... - ૩૦ ગ્રામ કપૂર અને ૨૦૦ ગ્રામ સરસિયાને ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ ૧૫-૨૦ મિનિટ માટે તડકામાં મૂકી રાખો. આનાથી નિયમિત રીતે માલશિ કરો.  - ૨૦ ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સિંધાલૂણ ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથી કમરને શેક કરવાથી રાહત રહેશે. - રાતે એક ગ્લાસ ગરમ દૂધમાં પા ચમચી સૂંઠ અને હળદર ભેળવી સૂતાં પહેલાં નિયમિત રીતે પીવાનું રાખો. - રોજ સવારે નરણાં કોઠે અખરોટના ૩-૪ ટુકડા ખૂબ ચાવીને ખાવ.  - ૧૦ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દૂધ સાથે લેવાનું રાખો. - સિંધાલૂણ, સૂંઠ અને મરી સરખા ભાગે લઇ ક્રશ ક

જપ્ત થયેલો પાસપોર્ટ પાછો મેળવવા શું કરવું પડે?

સવાલ: હું અમેરિકાનો ૨૩-૫-૨૦૧૩ સુધીનો મલ્ટિપલ એન્ટ્રી વિઝા ધરાવું છું. મારે ૨૦૧૩ના મે માસ પછી જવું હોય તો તે રિન્યૂ કરવા શો વિધિ કરવો પડે? હું એપ્રિલ, ૨૦૧૩માં અમેરિકા જઇ શકું?-ઇશ્વરલાલ જોષી, રાજકોટ જવાબ:  તમે ૨૦૦૩માં જ્યારે દસ વર્ષનો ટુરિસ્ટ વિઝા લીધો ત્યારે ટેનપ્રિન્ટેડ થયા હો અથૉત્ તમારી ફિંગરપ્રિન્ટ લેવાઇ હોય, તો તમને મુંબઇ રૂબરૂ જઇ ઇન્ટરવ્યૂ આપવામાંથી મુક્તિ મળી શકે અને ખર્ચ તથા સમય બચે. તમારે એપ્રિલ, ૨૦૧૩માં જવું હોય તો પણ જઇ શકાય, પરંતુ તે પહેલાં એક ઉપાય કરવો પડે. રિન્યૂઅલ માટેનું ફોર્મ બહુ જ સાવચેતીપૂર્વક ભરવું પડશે. ઓનલાઇન ફાઇલ કરવામાં સહેજ પણ ભૂલ થશે તો વિઝા રિજેક્ટ થશે. સવાલ:  મારી ઉંમર ૭૩ વર્ષની છે. ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ દરેક વિઝિટર વિઝાધારક માટે છે? મારો વિઝા રિન્યૂઅલ કરવા બે વાર એપ્લાય કર્યું તે રિજેક્ટ થયા છે તો ઇન્ટરવ્યૂ વેવરનો લાભ મળી શકે?-જગદીશ પંચોલી, અમદાવાદ જવાબ:  આપના લખેલ પોસ્ટકાર્ડમાં પૂરી વિગતો જણાવવી જરૂરી છે. જેમ કે તમે ફિંગરપ્રિન્ટ પહેલી વખત આપેલી કે નહીં. તમારો ફોન નંબર જણાવવો જરૂરી છે. જેથી તમને હું ફોન ઉપર પૂછીને ખૂટતી વિગતો મેળવી શકું પછી જ જવાબ પરફેક્ટ આવી