નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓછી મહેનતે પોતાનું કામ પાર પાડવાની ટિપ્સ

 
 
‘હાઉ ટુ ગેટ થિંગ્ઝ ડન’ રિચર્ડ ટેમ્પલર દ્વારા લખાયેલા પુસ્તકમાં ઓછી મહેનતે પોતાનું કામ પાર પાડવાની ટિપ્સ અપાઇ છે. ઘણા લોકો સરળતાથી પોતાનું કામ કરાવી શકે છે. એવી કઇ આદતો કે ખાસિયતો છે જે દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. તે આ પુસ્તકનો મુખ્ય વિષય છે. કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે વ્યવસ્થિત હોવું જરૂરી છે. વ્યવસ્થા એક એવી શિસ્ત છે જેનો અમલ કરનાર માટે એ આદત બની જાય છે. અવ્યવસ્થિત લોકો સમયના અભાવને દોષ દેતા હોય છે પણ સફળતા માટે સમયને મેનેજ કરવો પડે છે.

મહત્વનાં કામ જુદાં પાડી તેમના પર ધ્યાન આપવું જરૂરી છે. મહત્વનાં કામોની સમય સીમા નક્કી કરવાથી સરળતા રહે છે. કાગળોનું વ્યવસ્થિત ફાઇલિંગ થયું હોય તો ખરા સમયે સહેલાઇથી મળી શકે છે અને ખોટું ટેન્શન ટાળી શકાય છે. લોકોની વર્તણૂંક કે સ્વભાવ બદલાતા નથી માટે એની પરવા કર્યા વિના પોતાનાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. દરેક કામ યાદ રાખવું શક્ય નથી માટે એની લેખિત યાદી બનાવો. તે જ રીતે જેમને વધારે પ્રવાસ કરવો પડે છે તેમના માટે એક કાયમી પેકિંગ લિસ્ટ મદદરૂપ થાય છે.

એક સ્થળનું કામ સાથે કરો જેથી બેવાર જવું ન પડે. એક સમયે એકથી વધારે કામ કરી શકાય છે. જેમ કે પ્રવાસમાં અગત્યનું વાંચન થઇ શકે. આપણે ઘણો સમય નકામી પ્રવૃત્તિમાં વેડફતા હોઇએ છીએ. એની એક યાદી જરૂરી છે જેથી એવા સમયનો સદુપયોગ થઇ શકે. ઘરમાં જેમ કચરો કાઢીએ છીએ તેવી રીતે ઓફિસમાં પણ નકામા કાગળોનો નિયમિત નિકાલ જરૂરી બની જાય છે.
જો ટેબલ પર નકામા કાગળોનો ઢગલો હશે તો મહત્વના ખરા સમયે નહીં મળે. કાર્યક્ષેત્રમાં અમુક ઘટનાઓનો સમય નક્કી હોય છે. છેલ્લી ઘડીએ એમાં વ્યસ્ત થવા કરતાં એમની પૂર્વતૈયારી જરૂરી છે. વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં મૂકવાનો આગ્રહ બાળપણથી શીખીએ તો એક આદત બની જાય છે અને વસ્તુઓ ખોવાતી નથી.
દરેક કામ જાતે કરવાનો દુરાગ્રહ છોડી કામ વહેંચવાની આદત કેળવો. નહીંતર કામનો ભરાવો થાય છે અને બિનઅગત્યનાં કામોમાં સમય વેડફાય છે. ઝડપી વાંચન સમય બચાવે છે. મિટિંગમાં પણ દરેક મુદ્દા માટે ચર્ચાની સમયમર્યાદા રાખવી જરૂરી છે. નિર્ણય વિશે ચિંતન કરવા કરતાં નિર્ણય લેવો વધારે મહત્વનું છે. અમુક લોકો નિયમિત રીતે દરેક કામમાં મોડા પડતા હોય છે જ્યારે અમુક શિસ્તબદ્ધ રીતે દરેક કામ સમયસર કરે છે. આ બંને આદતો છે જેને આપણે પોતે કેળવવી પડે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !