નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દરેક પ્રસંગે સજો કંઇક આવો નવો શણગાર

 
 
લગ્ન આપણા દેશમાં સૌથી મોટો પ્રસંગ ગણાય છે. તેનો ખ્યાલ તમને એના પરથી આવી શકે કે ફેશન ડિઝાઈનર્સ આ પ્રસંગ માટે આખું કલેક્શન તૈયાર કરે છે. ફેશનની એક સંપૂર્ણ સીઝન જેના નામે હોય છે, તેમાં પ્રયોગો કરવાની કેટલી સંભાવના હોય છે, તે જરા વિચારો. લગ્નગાળો શરૂ થઇ ચૂક્યો છે, તમે નવવધૂ બનવાના હો, તો બતાવો તમારી ક્રિએટિવિટી.

નવવધૂનો આટલો મોટો ટ્રુસો તો ભાગ્યે જ કોઇ સંસ્કૃતિમાં જોવા મળશે. તમે ભારતીય નવવધૂ હો, તો તમને ખ્યાલ હશે કે તમે કેટલા નસીબદાર છો. દુનિયાની દરેક યુવતી પોતાનાં લગ્ન વખતે એક કે બે પરિધાન પહેરવાનું નક્કી કરે છે અને આ પ્રસંગ માટે તૈયાર થાય છે. જ્યારે ભારતીય નવોઢા માટે લગ્નનો પ્રસંગ લગભગ એકાદ મહિના સુધી ચાલે છે. કદાચ આ જ કારણસર કેટલાક રિવાજ મહિના-સવા મહિના સુધી પણ રાખવામાં આવે છે. જેમ કે, પગમાં પહેરેલા વિંછીયા કે હાથનો ચૂડો સવા મહિના સુધી પહેરી રાખવાનાં હોય છે.

એમ તો સવા મહિનો જ નહીં, આખું વર્ષ રિવાજ ચાલતાં જ હોય છે. વળી, કોઇ પ્રકારના રિવાજ સમયે નવવધૂ સજીધજીને તૈયાર હોય તે મહત્વનું માનવામાં આવે છે.

તમે કેટલા પ્રયોગો કરી શકો છો?

લગ્ન પ્રસંગ ફેશનની એક આખી સીઝન સમાન હોય છે, એ તો તમે જાણી જ લીધું અને ફેશન એટલે પ્રયોગ. ટ્રેડિશનલ, મોડર્ન અને ફ્યૂઝનની અનેક શક્યતાઓ રહેલી છે. આ પ્રસંગે આભૂષણોમાં પણ અનેક શક્યતા રહે છે કેમ કે સમય અને પ્રસંગની માંગ તો હોય જ છે.

લગ્ન પછીની સજાવટ

લગ્ન પછી પણ અનેક એવા પ્રસંગ આવે છે, જ્યારે નવવધૂને પોતાની રચનાત્મકતા દર્શાવવાની તક મળે છે અને તે પણ કોઇની મદદ વિના. આ સમયે શરૂ થાય છે, ફેશનની ખરેખરી સમજદારીનું પ્રદર્શન. બીજા પણ અનેક નાના-નાના પ્રસંગો આવે છે, જ્યારે જે તે પ્રસંગના સમય, મહત્વ અને જરૂરિયાત પ્રમાણે પોતે તૈયાર થવાનું હોય છે.

ફેશન ગુરુઓના મતે તમે શું અપનાવી શકો?

- આ વર્ષે લગ્ન સમયના પોશાકને આકર્ષક બનાવવામાં ઓરેન્જ અને ગુલાબી રંગનો ટ્રેન્ડ ઇન રહેશે. આ ઉપરાંત, આછો લીલો, મોરપીંછ અને કાળો રંગ પણ ફેશનમાં રહેશે.
- પંજાબી સૂટ આ વર્ષે ફેશનમાં વધારે રહેશે.
- ફ્યૂઝનમાં લેસ અને નેટનો ઉપયોગ ટ્રેન્ડી ગણાશે.
- રાઉન્ડના બદલે કટ્સવાળા પરિધાન વધારે મહત્વપૂર્ણ રહેશે.
- ભારે વર્ક કરેલી સાડી સાથે મોટા ઇયરિંગ્સ અથવા ભરચક નેકલેસ પહેરવાથી ટ્રેન્ડી લુક મળશે.
- સાદા ડ્રેસ સાથે પણ માથામાં ટીકો અને કાનમાં મોટા ઇયરિંગ્સ આકર્ષક લુક પ્રદાન કરી શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !