નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતમાં લૉન્ચ થયેલા સર્વશ્રેષ્ઠ-5 ગેજેટ્સ, આપો દિવાળી ગિફ્ટ

 
 
જો તમે આ દિવાળી પર તમારા સ્નેહીજન અથવા તો કોઈ પ્રિય પાત્રને આ ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં છો તો અમે તમારા આ લાગણીભર્યા કાર્યમાં ચોક્કસ મદદરૂપ સાબિત થઈશું. અમે અહીં આપી રહ્યાં છીએ તમને અત્યારની અત્યાધૂનિક ટેક્નોલોજીના તે 5 શ્રેષ્ઠ ગેજેટ્સ અંગેની જાણકારી જે તમને તમારા પ્રિય પાત્ર માટે દિવાળી ગિફ્ટ આપવામાં મદદરૂપ થશે.

કોઈ પણ વ્યક્તિ પછી તે મોટો હોય કે નાનો, મોબાઇલ, લેપટૉપ, કેમેરા, આઈપેડ અને પેન ડ્રાઇવ આ એવા ટૉપ-5 ગેજેટ્સ છે જે તેમના જીવન માટે ખાસ જરૂરિયાત બની શકે છે. સૌથી પહેલા વાત કરીએ મોબાઇલની.

વર્તમાન સમયે સ્માર્ટફોન માર્કેટમાં એપલ અને સેમસંગ ધૂમ મચાવી રહ્યાં છે પરંતુ ભારતીય ગ્રાહકોનો ભરોસો નોકિયા મોબાઇલ પર વધારે છે. બજારમાં અત્યારે વધૂ કિંમતમાં વધૂ સારા સ્માર્ટફોન તો મળી રહેશે પરંતુ ઓછી કિંમતમાં વધૂ સારો સ્માર્ટફોન શોધવા જશો તો મુંઝાઈ જશો. તમારા માટે ઉપલબ્ધ છે નોકિયાઃ સોનાનો સ્માર્ટફોન. નોકિયાએ પોતાના આકર્ષક હેન્ડસેટ નોકિયા સી-3-01 (ટચ એન્ડ ટાઇપ)ને તદ્દન નવા અંદાજમાં પ્રસ્તુત કરી દીધો છે. આ ફોન ઉપર 18 કેરેટ ગોલ્ડથી પ્લેટિંગ કરવામાં આવી છે. સાથે જ તેની કી-પેડને પણ સિરામિકથી તૈયાર કરવામાં આવ્યુ છે. નોકિયા સી-3-01 ગોલ્ડ એડિશનમાં 2.4 ઇન્ચની ટચ સ્ક્રીન, 3જી કનેક્ટિવિટી, વાઈફાઈ, સાથે 32 જીબી સુધીની એક્સપેન્ડેબલ મેમરી જેવા અત્યાધૂનિક ફિચર્સ, શાનદાર ક્વાલિટી માટે તેમાં એલઇડી ફ્લેશ લાઇટ સાથે 5 મેગાપિક્સલનો દમદાર કેમેરો પણ આપવામાં આવ્યો છે. તમામ ફિચર્સ અત્યાધૂનિક હોવા છતા આ મોબાઇલ કિંમત R 14300 રાખવામાં આવી છે.

ટૉપ 5 ગેજેટ્સમાં બીજુ નામ આવે છે ટેબલેટ કમ્પૂટરનું. તમને જણાવી દઈએ વાચકમિત્રો કે આ કમ્પ્યુટર અને લેપટૉપનો નવો અવતાર છે. તેની ઉપર તમે તે તમામ કામ કરી શકો છો જે પર્સનલ કમ્પ્યુટરમાં કરતા આવ્યા છો. ટેક્નોલોજી માર્કેટમાં 6000થી લઈને 50,000 સુધીના ટેબલેટ કમ્પ્યુટર ઉપલબ્ધ છે. સોનીએ ફોલ્ડિંગ ડ્યૂઅલ સ્ક્રીન આઈપેડની ધમાકેદાર લૉન્ચિંગ કરી છે. 5.5 ઇન્ચની ડ્યૂઅલ ટચસ્ક્રીન સાથે લૉન્ચ થયેલુ આ આઈપેડ વાઈ-ફાઈ અને 3જી સર્વિસને સરળતાથી સપોર્ટ કરે છે. ઉપરાંત તેમાં 16 જીબીની ઇન્ટરનલ મેમરી ક્ષમતા આપી છે. સોનીના આ ટેબલેટ કમ્પ્યૂટરની કિંમત છે (£479) 35,659 રૂપિયા. કમ્પયૂટરની એક ખાસીયત એ છે કે તમે તેને ડ્યૂઅલ સ્ક્રિનમાં પણ ઉપયોગ કરી શકો છો. સોનીએ દુનિયાના સૌથી પહેલા ફોલ્ડિંગ ટેબલેટ કમ્પ્યૂટરને લૉન્ચ કર્યુ છે, જેણે એપ્પલના આઈપેડને મોતોડ જવાબ આપ્યો છે. અત્યારે રિલાયન્સના 12000 રૂપિયાના સસ્તુ ટેબલેટ, અને ત્યારબાદ લક્ષ્મી ટેલીકૉમનું તેનાથી પણ સસ્તુ ટેબલેટ પીસી ઉતરવાથી બજારમાં સસ્તા ટેબલેટ પીસીની સ્પર્ધા જામેલી હતી, જેમાં સોની ફોલ્ડીંગ ડ્યૂઅલ સ્ક્રિન કમ્પ્યૂટરને લૉન્ચ કરીને સ્પર્ધામાં એક નવો જ વળાંક લાવી દીધો છે.

ટૉપ-5 ગેજેટ્સમાં હવે વારો આવે છે લેપટૉપનો. આધૂનિક સમયમાં કમ્પ્યુટરનું સ્થાન લેપટૉપ લઈ રહ્યાં છે. લેપટૉપમાં તમે દરેક પ્રકારની ફાઇલો બનાવીને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ-લાવી શકો છો. લેપટૉપ માર્કેટમાં તોશિબા પણ એક દમદાર ટેક્નોલોજી કંપની છે. તેણે તોશિબા કોશ્મિઓ F750ને ઉતાર્યુ છે. આ વિશ્વનું પ્રથમ 3D લેપટોપ છે જેનો રોમાંચ તમે ચશ્મા પહેર્યા વીના જ માણી શકો છો. તેની એક ખાસીયત એ પણ છે કે તમારી પાસે રહેલ કોઇ પણ 2ડી ફિલ્મને 3ડી ફિલ્મમાં ફેરવી આપે છે. તદ્દઉપરાંત તે 15.6 ઇંચનું પૂર્ણ એચડી ડિસ્પલે આપ્યું છે. અને તેની ટેક્નોલોજીમાં બીજી જનરેશનનું ઇંટેલ કોર i7 પ્રોસેસર, 6 જીબી રેમ, Nvidia GT540M ગ્રાફિક્સની સાથે 2જીબી મેમરી અને 640 જીબીનું સ્ટોરેઝ ક્ષમતા આપી છે. કોશ્મિઓ ટેક્નોલોજીમાં બ્લુ-રે ઓપ્ટિકલ ડ્રાઇવ, HDMI Out, પાવર્ડ USB 3.0 port અને HD WebCamની સાથે વિંડોઝ 7 હોમ પ્રિમિયમ છે. આ ટેક્નોલોજી સાથે 21,00 યુએસ ડોલરની કિંમત લેપટૉમ માટે રાખવામાં આવી છે.

ટૉપ-5 ગેજેટ્સમાં હવે વાત કરીએ પેન ડ્રાઇવની જે સરળતાથી તમને ક્યાંય પણ મળી જશે. તેમા કઈ પણ અપલોડ કરીને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ-લાવવામાં સરળતા રહેશે. પેનડ્રાઇવ આજના જમાનામાં દરેક વ્યક્તિની એક મુખ્ય જરૂરિયાત બની રહીં છે જેઓ ટેક્નોલોજી સાથે જોડાયેલા છે. સારી ક્વાલિટીની પેનડ્રાઈવ તમને 250 રૂપિયાથી મળી રહેશે. 2 જીબીની ક્ષમતા ધરાવતી પેનડ્રાઇવ તમને 250 રૂપિયામાં મળી રહેશે, આ પેનડ્રાઇવ તમને 256 જીબી સુધી ખરીદી શકો છો. 4, 8 અને 16 જીબી સુધીની પેનડ્રાઇવ મોટે ભાગે વધારે વપરાતી હોય છે જે તમે ખરીદી શકો છો. આ રેન્જમાંતમને ટ્રાન્સકેન્ડ, મોસરબિઅર અને ibolની પેનડ્રાઇવ ક્યાય પણ મળી રહેશે.

હવે વાત કરીએ ટૉપ-5 ગેજેટ્સમાં દિવાળીના યાદગાર ક્ષણોને કેદ કરવાની. જી હાં કેમેરાની. આજે કેમેરાની કિંમત એટલી ઓછી થઈ ચુકી છે કે દરેક વ્યક્તિ કેમેરો એફૉર્ડ કરી શકે છે. આમ તો મોબાઇલમાં પણ કેમેરો મળી જ રહેશે પરંતુ જો એક સારી ગુણવત્તાના ફોટોગ્રાફ્સ જોઈએ છે તો તે એ તમને કેમેરામાં જ મળી શકે છે. તમે માર્કેટમાં સિંગલ લેન્સ ડીએસએલઆર કેમેરા પસંદ કરી શકો છો. વિશ્વની એક અગ્રણી કેમેરા નિર્માતા કંપની કોડકે પોતાનો ડિઝીટલ કેમેરો કૉડેક ઈઝીશેર સ્પોર્ટને પ્રસ્તુત કર્યો છે. આકર્ષક રંગોમાં ઉપલબ્ધ આ વૉટરપ્રૂફ કેમેરાની કિંમત 5000 રૂપિયા છે. 12 મેગાપિક્સલ ક્ષમતા ધરાવતા આ કેમેરા વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે. 2.4 ઇન્ચની એલસીડી ડિસપ્લે સ્ક્રીન વાળા આ કેમેરામાં તમે હાઈડેફિનેશનની તસવીરો ખાસ્સી સરળતાથી ખેંચી શકાય છે. પાણીની અંદર 10 ફુટ સુધી ઉંડાણમાં આ કેમેરાથી ફોટો અને વીડિઓ પણ સરળતાથી શૂટ કરી શકાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી