નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડ્રાય વાળને બનાવો મુલાયમ

 
 
પ્રશ્ન :હું ૩૭ વર્ષની છું. મારો રંગ ગોરો છે, પણ છેલ્લા સાત-આઠ વર્ષથી મારા નાક પર ચકામાં પડી જવાને લીધે ચહેરો કદરૂપો લાગે છે અને હું લઘુતાગ્રંથિ અનુભવું છું. અનેક ઉપાય કરવા છતાં કંઇ પરિણામ નથી મળ્યું. શિયાળામાં આ સમસ્યા વધારે વકરે છે. કોઇ ઉપાય બતાવશો?

ઉત્તર :તમે સાબુના બદલે હોમમેડ કલીન્સરનો ઉપયોગ કરો. ચણાના લોટમાં દૂધ કે ચોખાનું પાણી ભેળવી સાબુના સ્થાને ઉપયોગ કરી શકો. તમે કલીન્સિંગ માસ્ક પણ લગાવી શકો. તે માટે ચપટી હળદર અને એક ચમચો મિલ્ક પાઉડરમાં બે ચમચી મધ અને અડધા લીંબુનો રસ પેસ્ટ બનાવો. આને ચહેરા પર વીસ મિનિટ લગાવી રાખી પછી ધોઇ નાખો. ત્વચાનો રંગ બદલાશે.

પ્રશ્ન :મારા વાળ છેડેથી ફાટી ગયા છે. હું જ્યારે વાળ ઓળું છું, ત્યારે ખૂબ તૂટે છે. શું એ માટે વાળમાં મેંદી લગાવું તો ફરક પડશે?

ઉત્તર :વાળ જ્યારે છેડેથી ફાટી જાય ત્યારે વધતા અટકી જાય છે. તમે વાળને નિયમિત ટ્રિ્મ કરાવવાનું રાખો. દીવેલ કે સરસિયાથી વાળમાં મસાજ કરો. મેંદીનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરશો કેમ કે તેનાથી ક્યારેક વાળ શુષ્ક થઇ જાય છે. તમે જે તેલ નાખો તેમાં એક ચમચી દીવેલ અવશ્ય ભેળવો. મસાજ કર્યા પછી વાળને હોટ ટોવેલ ટ્રીટમેન્ટ આપો.

પ્રશ્ન :મારા પગની એડીઓ સતત ફાટેલી રહી છે. એમાંય શિયાળામાં તો આ સમસ્યા વધારે પરેશાન કરે છે. મારી સમસ્યાનો કોઇ ઉકેલ જણાવશો?

ઉત્તર :તમે બને ત્યાં સુધી શિયાળા દરમિયાન એડીમાં પડેલા વાઢિયામાં વેસેલીન ભરી મોજાં પહેરી રાખો. રોજ રાતે સૂતાં પહેલાં દીવેલ ઘસો. તે પછી મોજાં પહેરીને સૂઇ જાવ. પાણીમાં કામ કર્યા પછી પગ સારી રીતે ધોઇ, લૂછીને વેસેલીન લગાવો. નિયમિત કાળજી રાખવાથી અને સતત વેસેલીન લગાવેલું રાખવાથી અવશ્ય ફરક પડશે. ઉપરાંત, દર પંદર દિવસે પાર્લરમાં જઇ પેડીકયોર કરાવો. આના લીધે પગની ત્વચા કોમળ રહેશે અને ફાટી નહીં જાય.

પ્રશ્ન :આજકાલ બજારમાં અનેક પ્રકારના ક્રીમ મળે છે. મારે શિયાળામાં ક્યા ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ જેથી મારી ત્વચા સારી રહે તેમ જ મારો રંગ નખિરે?

ઉત્તર :તમે એ નથી જણાવ્યું કે તમારી ત્વચા કેવા પ્રકારની છે. જો તમારી ત્વચા તૈલી હોય તો મોઇશ્વરાઇઝરયુક્ત ક્રીમ લગાવો. આનાથી ત્વચાનો કુદરતી ભેજ જળવાઇ રહેશે. શિયાળા દરમિયાન સ્નાન કરતી વખતે સાબુના બદલે ચણાના લોટમાં હળદર ભેળવી તે ઘસીને નહાવાથી ત્વચાનો રંગ નખિરશે.

પ્રશ્ન :મારા વાળ ડ્રાય છે. શિયાળામાં તો આ સમસ્યા વધારે પરેશાન કરે છે. હું દરરોજ વાળ ધોઉં છું, તો મારે શું કરવું જેથી વાળ મુલાયમ રહે?

ઉત્તર :તમે દરરોજ વાળ ધોવાને બદલે બે દિવસે એક વાર વાળ ધોવાનું રાખો. વાળ ધોવાના હો, તેની આગલી રાત્રે વાળમાં તેલથી મસાજ કરો અને બીજા દિવસે ધૂઓ. વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ન કરતાં શિકાકાઇ અને આંબળાનો પાઉડર મિકસ કરી તેનાથી વાળ ધૂઓ. ધીરે ધીરે વાળ મુલાયમ બનશે. શક્ય હોય તો અઠવાડિયે એક વાર હોટ ટોવેલ ટ્રીટમેન્ટ પણ લો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી