નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તંદુરસ્ત રહેવાનો એક માત્ર અક્સીર મંત્ર છે 'પાણી'

 
 
પાણીનું મહત્વ આપણે સૌ જાણીએ જ છીએ અને પાણી વગરનું જીવન કલ્પી શકતાં જ નથી. શરીરના દરેક અવયવોને સક્રિય રાખવા પાણી લેવું જ પડે છે. ઉનાળામાં ગરમીને કારણે ખૂબ જ પરસેવો થાય છે. આ પરસેવા દ્વારા આપણા શરીરમાં પાણી ઓછું થઇ જાય છે માટે પાણીની જરૂરિયાત વધી જાય છે.

*લોહીમાં રહેલું પાણી શરીરના દરેક સેલને ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પહોંચાડવાનું કામ કરે છે.
*શરીરના ટોક્સિનને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
*બોડી ટેમ્પરેચર જાળવી રાખે છે.
*મસલ્સ અને હાડકાંના સાંધાને લુબ્રિકેટેડ રાખે છે.
*શરીરમાં પ્રવેશેલા વાઇરસ અને રોગના જર્મ્સને શરીર બહાર કાઢી બીમાર પડતાં અટકાવે છે.
*એનર્જી લેવલને જાળવી રાખી થાક લાગવા દેતું નથી.
પાણી પીવું મહત્વનું છે. પાણીનું તાપમાન એટલું મહત્વનું નથી. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે જો ગરમ પાણી પીશું તો જલદીથી વજન ઊતરશે. ગરમ પાણી ભાવતું ન હોવાથી પૂરતું પાણી પીવાતું નથી. માટે બરફનું, ફ્રજિનું કે માટલાનું પાણી પણ વધારે પીઓ. ગરમીમાં બહાર નીકળો ત્યારે પાણીની બોટલ સાથે જ રાખો.
*ઉનાળા દરમિયાન ખોરાક એવો ખાવ જે પાણીથી ભરપૂર હોય. જેમ કે, સંતરા, તરબૂચ, કોબીજ, કાકડી પાણીથી ભરપૂર છે.
*વધુ પડતાં ઠંડાં પીણાં ના પીતાં ફળફળાદિ લેવાનું રાખો. ફુદીનાનો જયુસ, નાળિયેર પાણી, વરિયાળીનું પાણી વગેરે શરીરમાં ઠંડક કરી ડીહાઇડ્રેશન થતું અટકાવે છે. વધુ પડતાં ખાંડવાળાં પીણાંને બદલે છાશ, લીંબુપાણી પીવાનું રાખો.
*રમતગમતમાં અથવા ઘરની બહાર જતાં પહેલાં એક ગ્લાસ પાણી પીને નીકળો. જમવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ પાણી પીઓ. જ્યારે પણ પાણી પીઓ ત્યારે બે ગ્લાસ સાથે પીઓ.
*આમ કરવાથી ગરમી પણ ઓછી લાગશે અને ગરમીથી થતા રોગોથી દૂર રહેવાશે.

જો તમે શરીરને જોઇતા પ્રમાણમાં પાણી ન પીઓ તો તમારા શરીરમાં ફેટની જમાવટ થઇ શકે છે. મસલ્સ નબળા પડી શકે છે, આંતરડાં નબળાં પડી કબજિયાત જેવા રોગો ઘર કરી શકે છે. પાણી વગર શરીરમાં ઝેર ફેલાઇ શકે છે. જ્યારે કિડની યુરિક એસિડ અને યુરિયા છુટું પાડે છે. ત્યારે તેને પાણીમાં ઓગાળવાની જરૂર પડે છે.

જો પૂરતું પાણી પીવામાં ન આવે અને આ કચરો જો ન નીકળે તો પથરી થઇ શકે છે. સવારે ઊઠો ત્યારે ૨ ગ્લાસ પાણી પીઓ. વચ્ચે જ્યારે તરસ લાગે અથવા યાદ આવે તો એક ના બદલે બે ગ્લાસ પાણી પીઓ. રાત્રે સૂતા પહેલાં ૨ ગ્લાસ પાણી પીઓ. પાણી તંદુરસ્ત રાખશે અને ઘણાખરા રોગોથી દૂર રાખશે. વજન પણ ઓછું કરશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !