નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખાસ સોફ્ટવેર તૈયાર થશે, દુનિયામાં ગમે ત્યાં કરો મફત SMS

 
સબીર ભાટિયા અને યોગેશ પટેલ સ્થાપિત જેએએકસટીઆર ઈન્ક.એ દુનિયામાં ગમે તેને મફત એસએમએસ મોકલવા માટે જેએએકસટીઆરએસએમએસ નામે ક્રોસ- પ્લેટફોર્મ, મુકત ટેકિસ્ટંગ એપ્લિકેશન રજૂ કર્યાની મંગળવારે મુંબઈમાં જાહેરાત કરી હતી. અગાઉ તેમણે હોટમેલ ડોટ કોમ આપ્યું હતું.

નવા રજૂ કરાયેલા એપ્લિકેશનની ખૂબી એ છે કે મોબાઈલ ઉપભોકતા દુનિયામાં અન્ય કોઈના પણ મોબાઈલ ફોન પર ટેકસ્ટ એસએમએસ મોકલી શકે છે, જે માટે એસએમએસ પ્રાપ્ત કરનારના ફોન પર કથિત એપ્લિકેશન ઈન્સ્ટોલ ન કરાયું હોય તો પણ ચાલી શકે છે.

સબીર ભાટિયાએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષ પૂર્વે અમે તમને હોટમેલ ડોટ કોમ આપ્યું. દુનિયામાં આ પ્રથમ એવી વેબમેઈલ સેવા છે જેણે ઈમેઈલને ડેસ્કટોપના બંધનમાંથી મુકિત અપાવી હતી અને ઉપભોકતાઓ માટે પૂર્ણપણે મુકત અને મફત વૈશ્વિક સંપર્ક નેટવર્ક નિર્માણ કરવામાં મદદ કરી હતી.

આજે અમે આ નવું એપ્લિકેશન લાવ્યા છીએ જે હોટમેઈલે ઈમેઈલ માટે કર્યું તે એસએમએસ માટે કરશે.

આ એપ્લિકેશનમાં ઉપભોકતાનો નંબર રાખવામાં આવે છે અને તે સેવા માટે સાઈન- અપ કરવા નવા નંબરની જરૂરત નથી હોતી.

આ એપ્લિકેશન તેની વેબસાઈટ પર અથવા એપ દુકાનમાંથી હેન્ડસેટ પર સહજતાથી અને મફત ડાઉનલોડ કરી શકાય છે અને આઈફોન, બ્લેકબેરી, એન્ડ્રોઈડ અને જેટુએમઈ સહિત સર્વ મોબાઈલ ઓપરેટિંગ પ્રણાલી માટે ચાલી શકે છે, એમ આ બંનેએ મંગળવારે મુંબઈમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી