નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાના સૌથી ધનિક શહેરોની યાદીમાં ભારતના બે શહેરો

દુનિયાભરમાં કેટલાંય એવા શહેરો છે, જ્યાં ખરેખર આવકનો દર ઉંચો રહ્યો છે. આ અંગે સ્વિટ્ઝરલેન્ડની જાયન્ટ બેન્ક યુબીએસે એક રેકિંગ ડેટા રિલીઝ કર્યો છે, જેમાં તેને દુનિયાના સૌથી ધનિકો શહેરોની યાદી આવકના દરને ધ્યાનમાં રાખીને બહાર પાડી છે, તેમાં ભારતના બે શહેરોનો સમાવેશ થયો છે.

નવી દિલ્હી-મુંબઇ: દુનિયામાં ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં નવી દિલ્હીનો સમાવેશ થયો છે. 2009ની યાદીમાં દિલ્હીનો 70મો ક્રમાંક હતો, જે 2011માં 69 થયો છે. ત્યારે વસતીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ 20.5 લાખ વસતી ધરાવતા મુંબઇ શહેરનો આ યાદીમાં 2009માં 67મો ક્રમાંક હતો, જે 2011માં 73મો થઇ ગયો છે. નવી મુંબઇ અને થાણેનો પણ મુંબઇ શહેરમાં સમાવેશ થાય છે.

જ્યુરિક: દુનિયામાં સૌથી વધુ આવક સ્વિટ્ઝરલેન્ડની પશ્ચિમોત્તરમાં આવેલા લેક જ્યુરિકની છે. આ શહેરમાં ત્યાંની નગરપાલિકા 380500 વસતી જણાવે છે. જ્યુરિક રેલવે, રોડ અને એર ટ્રાફિકનું હબ ગણાય છે. સ્વિટ્ઝરલેન્ડમાં જ્યુરિકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન સૌથી મોટું અને વ્યસ્ત મનાય છે. 2009માં તેનો યાદીમાં બીજો ક્રમાંક હતો, જે હવે 2001માં નંબર વન થઇ ગયો છે.

જીનીવા: વૈશ્વિક સ્તરે આ શહેરનું એક અનોખું મહત્વ છે, આ શહેર ફાઇનાન્સિલ સેન્ટરની સાથો સાથ ડિપ્લોમસીની સાથો સાથ આંતરરાષ્ટ્રીય કક્ષાના સંગઠનોના હેડક્વાર્ટર અહીં આવેલા છે. 2009માં ત્રીજા ક્રમાંકે હતું, જે 2011માં બીજા ક્રમાંકે આવી ગયું છે.

કોપનહેગન: આ શહેર તેની ઉત્તમ જીવન માટે પ્રખ્યાત છે. તદઉપરાંત આ શહેર દુનિયામાં સૌથી પર્યાવરણ ફ્રેન્ડલી શહેર છે. અહીંના 36 ટકા લોકો સાઇકલ પર કામે જાય છે. 2009માં આ શહેર નંબર વનના ક્રમાંક પર હતું જે 2011માં 3 નંબર પર ધકેલાઇ ગયું છે.

ઓસલો: નોર્વેનું કલ્ચરકલ, સાઇન્ટિફિક, ઇકોનોમીક અને સરકારી સેન્ટર ગણાય છે. આ શહેર ટ્રેડ, બેકિંગ, ઇન્ડસ્ટ્રીઝ અને શિંપિંગનું હબ ગણાય છે. યુરોપનું આ સૌથી અગત્યનું સેન્ટર અહીંની મેરેટાઇમ ઇન્ડસ્ટ્રીઝ અને મેરિટાઇમ ટ્રેડના લીધે છે. મેરેટાઇમ સેકટરની ઘણી બધી કંપનીઓ અહીં કાર્યરત છે. વર્લ્ડની સૌથી મોટી શિપિંગ કંપની, શિપબ્રોકર્સ અને મેરેટાઇમ ઇન્શયોરન્સ બ્રોકર્સ અહીં ઉપસ્થિત છે. આ શહેરોનો રેન્ક 2009માં 5મો હતો, જે 2011માં ચોથો થઇ ગયો છે.

સિડની: ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે અને આ શહેરની વસતી 4.6 મિલિયન છે. 2009માં 20મા ક્રમાંકે હતું, જે 2011માં પાંચમા ક્રમાંકે આવી ગયું છે.

આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે સ્ટોકહોમ, સાતમાં ક્રમાંક ન્યૂયોર્ક શહેર, આઠમા ક્રમાંકે લક્ઝમબર્ગ, નવમા ક્રમાંકે મ્યુનિક અને દસમા ક્રમાંકે લોસ એન્જલસ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !