નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો છો? સૂગર ફ્રી ચ્યૂઈંગમ ખરેખરમાં કેટલી નુક્શાનકારક

-દાંતને બગાડતી સૂગર ફ્રી ચ્યૂઈંગ ગમ

ફ્રુટ્સ ફ્લેવર અને ચ્યૂઇંગ ગમ દાંતના પેઢાને નબળા બનાવવાનું કાર્ય કરે છે.

જમ્યા પછી લોકોને સુગર ફ્રી ચ્યૂઇંગ ગમ ચાવવાની સલાહ દેતા પહેલા હવે ડેન્ટિસે સો વખત વિચારવું પડશે. એક શોધમાં જાણવા મળ્યું છે કે આ આદત હકીકતમાં તો દાંતને ખરાબ બનાવવા માટે જવાબદાર છે.

બ્રિટિશ ડેન્ટલ જર્નલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ડેિન્ટસ્ટોને પણ સલાહ આપવામાં આવી છે.

નુકસાનકારક શું છે?સામાન્ય રીતે દાંતને ખરાબ થતા અટકાવવા માટે સુગર ફ્રી વસ્તુ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સુગર ફ્રી ચોકલેટ ને ચ્યૂઇંગ ગમમાં રસાયણોવાળી ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ ઝાયલીટોલ અને સોર્બીટોલ જેવા તત્વોને દાંતની કૈવિટી માટે ઉપયોગી ગણવામાં આવે છે,

પરંતુ આની સાથે જ તે મોંમાં એસિડિટીને વધારવાનું કામ કરે છે. એની અસર થવાથી દાંતના પેઢા નબળા પડે છે અને તેમાં સડો થવા લાગે છે. જો ચ્યૂઇંગ ગમમાં ફળની વધારે ફ્લેવર હોય તો આ તકલીફ વધી શકે છે.

અન્ય નુકસાન ફક્ત દાંત જ નબળા પડતા નથી પરંતુ મોંમાં થતી એસિડિટી અને પેટની બીજી ઘણી સમસ્યાઓ માટે પણ જવાબદાર ગણાય છે.

ડેન્ટિસ્ટને સલાહ બ્રિટિશ જર્નલે ડેન્ટિસ્ટોને પણ સલાહ આપી છે કે તેઓ ચ્યૂઇંગ ગમના સારા અને ખરાબ બંને પાસાં દ્વારા લોકોને તેની સાચી માહિતી આપે.

કંપનીઓએ પણ સ્વીકાર્યું ચ્યૂઇંગ ગમની બનાવટ કરતી મોટી કંપની રગિ્લેએ પણ સ્વીકાર્યું છે કે સુગર ફ્રી વસ્તુઓનો નિયમિત ઉપયોગ ન કરવો જોઇએ. એની અસર દાંતની સાથે જ મોં પર પણ પડે છે.

આ ઉપરાંત ફળના ફ્લેવરથી બચવા માટે પણ જણાવ્યું છે. એમના મુજબ દિવસમાં બે વખત બ્રશ કરવું એ દાંતના સ્વાસ્થ્ય માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !