નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નાની વાતે પેઈનકિલર લેવાની ટેવ ક્યાંક ભારે ન પડી જાય

 
 
-પેઇનકિલર ગોળીઓનું સેવન અને અનિયમિત ધબકારાની ઝડપ વચ્ચે પણ સંબંધ છે

બ્રિટનમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે પેઇન કિલરની ગોળીઓ હાર્ટ માટે જોખમી હોય છે. ઈબુપ્રોફેન અને એસ્પિરિન જેવી પેઇનકિલર્સ ગોળીઓનું સેવન અનિયમિત હ્રદય ગતિનું કારણ બની શકે છે. આ ગોળીઓના સેવનથી હ્રદયના ધબકારા અનિયમિત થવાનું જોખમ 40 ટકા જેટલુ વધી જાય છે.

ડેનમાર્કની આરહસ યુનિવર્સિટીના સંશોધકોએ પહેલી વાર જણાવ્યું છે કે પેઇનકિલર ગોળીઓનું સેવન અને અનિયમિત ધબકારાની ઝડપ વચ્ચે પણ સંબંધ છે.

સંશોધકોએ જણાવ્યા પ્રમાણે અનિયમિત ધબકારાની ગતિ હ્રદયાઘાત કરતા વધારે સામાન્ય સમસ્યા છે અને આગળ જઈને હ્રદયાઘાતનો ખતરો પેદા થઈ શકે છે. આ અભ્યાસ માટે સંશોધકોએ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ થયેલા 32,602 દર્દીઓના સ્વાસ્થયનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસમાં સામે આવ્યુ હતું કે જે દર્દીઓએ હાલમાં જ પેઇનકિલર ગોળીઓ લેવાની શરૂ કરી દીધી છે, તેમની હ્રદયગતિ અનિયમિત થવાનું જોખમ 40 ટકા જેટલુ વધી જાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી