નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હાથ અને પગ તો છે અપ ટૂ ડેટ, ટમી કરે છે અપસેટ!

 
 
શહેરમાં ૧૫થી ૨૦ ટકા લોકો સેન્ટ્રલ ઓબેસિટીથી પરેશાન છે. તેમના હાથપગ તો નોર્મલ છે. પરંતુ ટમી બહાર આવેલી છે. જેના કારણે તેઓ ખૂબ શરમનો અનુભ કરે છે.

સેન્ટ્રલ ઓબેસિટીથી હેરાન લોકો બેલ્ટ બાંધી ટમી દબાવાનો પ્રયાસ કરે છે તો ઢીલો શર્ટ પહેરીને. જિમ ટ્રેનરનું કહેવું છે કે, ૬૦ ટકા લોકો ટમી ઓછું કરવા આવે છે.

જાણીતા જિમનાં મેનેજર કહે છે કે, આરોગેલા ખોરાકનો સ્ટોરેજ પોઇન્ટ ટમી જ હોય છે. જ્યારે આપણે ફિઝિકલી કોઇ કામ નથી કરતા ત્યારે આ સમસ્યા આવી જાય છે. જાડા લોકોને તો આ સમસ્યા હોય છે, પરંતુ હવે દુબળા-પાતળા લોકોને પણ ટમી દેખાવા લાગી છે. આને જાડાપણાની શરૂઆત પણ કહી શકાય છે. આ હવે અનિયમિત દિનચર્યાને લીધે છે. ઓફિસમાં બેઠા બેઠા કામ કરવું, ઘરે સોફા પર બેસીને ટીવી જોવું, જમ્યા પછી તરત ઊંઘી જવું, આ તમામ લોકોની આદતમાં સામેલ છે. પુરુષ આ મામલામાં થોડા ચિંતિત છે, પરંતુ મહિલાઓ ખૂબ પરેશાન છે.

સર્જિકલ ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉ. કૌશલ આનંદ કહે છે કે, ૧૫ ટકા લોકો સેન્ટ્ર ઓબેસિટી (પેટ વધવાથી) હેરાન છે. આના ઘણા કારણો છે,જેવા કે એક્સસૉઇઝ ઓછી થવી, મહેનતનું કામ ન કરવું, કલાકો સુધી ટીવી સામે બેસવું અથવા વીડિયો ગેમ રમતા રહેવું, લોકોની ખાણી-પીણી પણ બદલ્યા છે જેનાથી પણ ખૂબ પ્રોત્સાહન મળે છે. પિત્ઝા, બર્ગર, સ્વીટ્સ, કેક, કોક વગેરે વસ્તુઓ લઇ રહ્યાં છે. કુલ મળીને પ્રોટીન ઓછા અને ફેટ વધારે માત્રમાં લઇ રહ્યા છે.
ડીપ ફ્રાય અને જંક ફૂડથી બચો

ડાયટિશિયન ભારતીબહેન શાહ બતાવે છે કે, એક્ટિવિટી અને ડાયટ બંને પર ધ્યાન દેવાથી ટમી ફેટ ઓછું થશે કારણ કે આપણે આપણે જેટલું ખાઇ રહ્યા છીએ તેટલું ફેટ બર્ન નથી કરી શકતા અને તે ટમીની આજુબાજુ ભેગું થાય છે. લોકોને ડીપ ફ્રાયવાળી વસ્તુઓ, જંક ફૂડ ન ખાવી જોઇએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી