નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નસીબે નહીં...ક્રિએટિવિટીએ બનાવ્યા ભિખારીમાંથી કરોડપતિ!

49 વર્ષીય ઝિયાનરેન હેઈ લોંગજિયાંગ પ્રાંતનો રહેનારો છે

ચીનના શેંગડોંગનો એક અપંગ ભિખારી છે ચુઈ જિઆનરેન, પરંતુ તે હવે ઓનલાઇન સ્ટાર બની ગયો છે. તેના સુંદર હેન્ડરાઇટિંગના ફોટો એક લોકપ્રિય ચાઇનીઝ સાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા, જેને જોઇને ચીનના સૌથી મોટા ફોન્ટ સપ્લાયર ફાઉન્ડર ઈલેક્ટ્રોનિક્સે તેમના બેમિસાલ રાઇટિંગ અપનાવવાનો નિર્ણય લીધો છે.

49 વર્ષીય ઝિયાનરેન હેઈ લોંગજિયાંગ પ્રાંતનો રહેનારો છે. 18 વર્ષ પહેલા એક ઈંધણના બેરલમાં વિસ્ફોટ થવાના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમનો હાથ અને ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. આ સિવાય તેમના જમણા હાથની અમુક આંગળીઓને લકવો પણ થઈ ગયો હતો. તેમના હાથ કામના નહોતા રહ્યા, તેમ છતાં જિયારેને લખવાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

તેમણે પોતાની આ અનોખી પ્રતિભાને ચોક દ્વારા રસ્તા પર પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું. આ જોઈને લોકો તેમને અમુક પૈસા દાન કરી જતા હતા. ફાઉન્ડર ઈલેક્ટ્રોનિક્સના પ્રોડક્ટ મેનેજર વેંગ જણાવે છે કે જિયારેનના આ રાઇટિંગના વિજ્ઞાપનોમાં ઉપયોગ કરી શકાય છે. અત્યારે તો કંપનીએ તેમને કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે 50 હજાર રેનમિનબી પણ આપી દીધા છે.
 
 
 
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી