નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શિયાળામાં છવાશે કશ્મીરી ડ્રેસનો જાદુ

 
 
ઠંડીની શરૂઆત થતાની સાથે જ ફેશનમાં તરત જ ફેરફાર થઇ જતો જોવા મળે છે. આ વખતે બજારમાં તમને કશ્મીરી કુર્તીઓ અને ડ્રેસીસનો જાદુ છવાયેલો જોવા મળશે, જે સુંદર તો લાગશે જ પણ સાથે જ ઠંડીથી રક્ષણ પણ કરશે.

વિન્ટર કલેક્શન આ વખતે ફક્ત જેકેટ, પુલોવર્સ, કાર્ડિગન, સ્ટોલ કે શાલ પૂરતું સીમિત રહેશે નહીં. આ વખતે એવા કશ્મીરી ડ્રેસ જોવા મળી રહ્યા છે કે જેને પહેર્યો પછી ઠંડીથી બચવા માટે એક્સ્ટ્રા જેકેટ કે શાલનો ઉપયોગ કરવો પડશે નહીં. કશ્મીરી ડ્રેસ અને કુતીઓમાં પાર્ટીવેર, કેઝ્યુઅલ અને ફોર્મલ એવા દરેક પ્રકારનું કલેક્શન તમને જોવા મળશે.

આ ઉપરાંત એટ્રેક્ટિવ અને ટ્રેન્ડી એવા લોન્ગ અને શોર્ટ જેકેટ મેન્સ અને વુમન્સ બંને માટે મળી રહે છે. યંગસ્ટર્સ વિશ બેલ્ટ અને મોટા બંટ્સ વધારે પસંદ કરી રહ્યા છે. તેમાં પણ ટ્રેન્ડી કલર્સ જેવા કે પિંક, યલો, વાઇન, બ્લેક પર્પલ વગેરેમાં બોર્ડરની એમ્બ્રોયડરી, પ્રિન્ટ અને વેલ્વેટ એકદમ ડફિરન્ટ લૂક આપે છે. એવરગ્રીન એવા ચેકસ પણ વધારે ડિમાન્ડમાં છે.

પોંચૂ અને કાફ્તાન

લોન્ગ કાર્ડિગનની સાથે જ પોંચૂની પણ ખૂબ ડિમાન્ડ છે. જેમાં સુંદર કારીગરી અને બટન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કલરફુલ કાફ્તાન પણ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. જેમાંની બારીક પ્રિન્ટની ડિઝાઈન અને લાઇટ કલરના મટીરિયલ વધારે આકર્ષક લાગે છે. કલરફુલ ફ્રન્ટ ઓપન પુલોવર પણ ડફિરન્ટ લાગે છે. યુવતિઓ માટે ખાસ એન્કલ લેન્થ લેગિંગ્સ છે, જે શિયાળાની ઠંડી સામે પગનું રક્ષણ કરશે.

બ્લેઝર્સ અને જેકેટ

આ વખતે વિથ સ્લીવ અને સ્લીવલેસ રિવર્સેબલ જેકેટ ઇન છે.પેરાસૂટ મટીરિયલના આ જેકેટને આઉટિંગ માટે ખાસ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઠંડી ઓછી પડતી હોય તેવા સમયે તેનો ઉપયોગ કરી શકાય છે. તેમજ તેને રેગ્યુલર યૂઝમાં પણ લઇ શકાય છે. સાથે જ કોટન જેકેટ, સ્વેટર્સ, હુડ ટીશર્ટ, સ્વેટ શર્ટ્સ, પાર્ટીવેર ટીશર્ટ, શર્ટ્સ, સ્ટેન્ડ કોલર જેકેટ ટ્રેન્ડમાં છે. તેમાં વી નેક, રાઉન્ડ નેક, પુલોવર્સ અને કાર્ડિગનને પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. પાર્ટીવેર બ્લેઝર્સ પણ ઇન છે, જેને જિન્સ અને ટ્રાઉઝર્સ બંનેની સાથે પહેરી શકાય છે.

કશ્મીરી વિન્ટર કુર્તા

વુમન્સ માટે આ વખતે કશ્મીરી સૂટ જોવા મળે છે. જેની સાથે લેગિંગ પણ છે. કુર્તામાં કશ્મીરી, થ્રેડ, પેચ, સીકવન્સ કરવામાં આવ્યું છે. જેના કારણે તે ખૂબ જ સુંદર લાગે છે.મહિલાઓ અને યુવતીઓ તેને ખૂબ જ પસંદ કરી રહી છે. આની સાથે જ વુલન મટીરિયલનીઆકર્ષક લોન્ગ કુર્તીઓ પણ છે, જેને તમે લેગિંગ કે જિન્સ બંનેની સાથે પહેરી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !