નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એપલ iphone-4s માટે પડાપડી, રૂ.1 લાખમાં ફોનનું વેચાણ

 
 
જી હાં, એપલ દ્વારા તાજેતરમાં જ ઉતારવામાં આવેલા એપલ આઈફોન-4 એસ લોકોની વચ્ચે તહેલકો મચાવતા લોકોની દિવાનગી એ હદે પહોંચી ગઈ છે કે તેઓ આ મોબાઇલને ગ્રે માર્કેટમાઁથી ખરીદી રહ્યાં છે અને તે પણ કેટલાય ગણી કિંમત ચુકવીને.

- ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં 32 જીબી વોલ આઈફોન-4એસ 100,068 રૂપિયામાં
- દુકાનદાર પ્રમાણે અહીંયા આ મોબાઇલ ઑસ્ટ્રેલિયા અને અમેરિકાથી આવી રહ્યા છે
- અહીંયા આ મોબાઇલ ખાસ્સા મોંઘા હોવા છતા સરળતાથી વેચાઈ રહ્યાં છે
- એપલ આઈફોન-4એસના માત્ર 3 દિવસમાં જ 40 લાખ હેન્ડસેટ વેચાયા


પેઇચિંગના જૉન્ગુઆનકન ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં 32 જીબી વોલ આઈફોન-4એસ હજાર યુઆન (100,068 રૂપિયા)માં વેચાઈ રહ્યો છે. ત્યાંજ 16 જીબીનો આઈફોન-4એસ લગભગ 85 હજાર રૂપિયામાં મળી રહ્યો છે.

ચીનના એક સ્થાનિક દુકાનદાર પ્રમાણે અહીંયા આ મોબાઇલ ઑસ્ટ્રેલિયા અને અમેરિકાથી આવી રહ્યા છે, અને તેના લૉક પણ ખુલેલા છે. ચીનમાં એપલની પ્રોડક્ટ્સની ખાસ્સી એવી માંગ છે.

અહીંયા આ મોબાઇલ ખાસ્સા મોંઘા હોવા છતા સરળતાથી વેચાઈ રહ્યાં છે. તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે એપલનો આઈફોન-4એસના માત્ર 3 દિવસમાં જ 40 લાખ હેન્ડસેટ વેચાયા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકૉર્ડ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !