નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાનું સૌથી નાનુ બ્લૂટૂથ માઉસ હવે ભારતમાં પણ મળશે

 
ભારતીય બજારમાં હવે લેપટૉપ અને કમ્પ્યુટરની સાથે-સાથે અવનવા ઉપકરણો પણ અત્યાધૂનિક સ્વરૂપ લેતા જાય છે. કમ્પ્યુટર એસેસેરીઝની નિર્માતા કંપની જીનિયસે એક એવું માઉસ તૈયાર કર્યું છે જેને તમે સરળતાથી તમારા ખીસ્સામાં પણ મુકી શકો છો. તેનો દેખાવ પણ તમને તેની તરફે આકર્ષિત કરે તેવો છે.

- કંપનીએ દુનિયાનું સૌથી નાનુ માઉસ કમ્પ્યૂટર માર્કેટમાં લૉન્ચ કર્યું છે
- તેમાં 1000 ડીપીઆઈ સેન્સેવિટીકનો પ્રયોગ કરવામાં આવ્યો છે
- નેનો/પીકો રિસીવર સ્લૉટ માઉસ અને કમ્પ્યુટરની વચ્ચે આકર્ષક કનેક્ટીવિટી
- માઉસને એક વાર ચાર્જ કર્યા પછી ખાસ્સા દિવસો સુધી તેનો ઉપયોગ કરી શકાય છે
કંપનીએ દુનિયાનું સૌથી નાનુ માઉસ કમ્પ્યૂટર માર્કેટમાં લૉન્ચ કર્યું છે. માઉસને કન્ટ્રોલ કરવા માટે વાયરલેસ થંબ કર્સર આપવામાં આવ્યું છે જે ટ્રેક બૉલની જેમ જ કામ કરે છે. માઉસને તમે અંગુઠા અને આંગળીમાં ભરાવીને પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો.

આ માઉસનું વજન માત્ર 12 ગ્રામ જ છે અને તેમાં 1000 ડીપીઆઈ સેન્સેવિટીકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. માઉસમાં વધારે અંતર માટે 2.4 ગીગા હર્ટ્ઝ વાયરલેસ કનક્ટિવિટી આપવામાં આવી છે જે 10 મીટર દુરથી પણ સરસ રિસ્પોન્સ આપે છે.

માઉસમાં આપવામાં આપવામાં આવેલી યૂએસબી નેનો/પીકો રિસીવર સ્લૉટ માઉસ અને કમ્પ્યુટરની વચ્ચે આકર્ષક કનેક્ટીવિટી ઉપલબ્ધ કરાવે છે. માઉસની ડિઝાઈન ખાસ્સી યુઝર ફ્રેન્ડલી છે. તમને જણાવી દઈએ કે આ માઉસને તેની ડિઝાઇન અને પરફોર્મન્સ માટે આઈએફ એવૉર્ડ પણ મળી ચુક્યો છે.

આ માઉસને એક વાર ચાર્જ કર્યા પછી ખાસ્સા દિવસો સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. ભારતમાં આ માઉસની કિંમત 69.99 ડૉલર એટલે કે 3400 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી