નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતના વેપારીઓ આ રીતે ખેંચી શકશે દુનિયાભરના ગ્રાહકો

 
જી હા, તમે તમારી વેબસાઇટ તો મફ્તમાં બનાવી શકો છો પરંતુ હવે ગૂગલ તમારી વેબસાઇટની એક વર્ષ સુધી ફ્રી માં દેખરેખ કરશે. દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 10 કરોડથી ઉપર પહોંચી ગઇ છે. એવામાં ગૂગલે દેશમાં નાના ઉદ્યમીઓ માટે એક મોટી પહેલી કરતા તેમણે મફ્ત વેબસાઇટની ઓફર કરી દીધી છે. મોટી કંપનીઓએ તો પોતાની વેબસાઇટ મેઇન્ટેન કરી લીધી છે. પરંતુ નાની કંપનીઓને તેમાં મુશ્કેલી આવે છે. ગુજરાત સહિત દેશભરના નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો હવે વિનામૂલ્યે પોતાની વેબસાઈટ તૈયાર કરીને પોતાના બિઝનેસને દુનિયાભરમાં પ્રમોટ કરી શકશે.

- ગૂગલે નાના બિઝનેસ કરનારાઓને ટાર્ગેટ કરતા કહ્યું એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે
- જેમાં કોઇ પણ બિઝનેસમેન પોતાના બિઝનેસને ઇન્ટરનેટના માધ્યમથી પ્રમોટ કરી શકે છે

ગૂગલે નાના બિઝનેસ કરનારાઓને ટાર્ગેટ કરતા કહ્યું એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેમાં કોઇ પણ બિઝનેસમેન પોતાના બિઝનેસને ઇન્ટરનેટના માધ્યમથી પ્રમોટ કરી શકે છે. ફ્રી વેબસાઇટ પણ બની શકે છે. ગૂગલના મતે ભારતમાં 80 લાખ લોકો નાના અને મીડિયમ લેવલ પર વેપાર કરે છે, તેમાં ફક્ત 4 લાખ લોકો જ પોતાની વેબસાઇટ ચલાવે છે અને તેમાં પણ ફક્ત 1 લાખ લોકો જ પોતાની વેબસાઇટને મેઇન્ટેન કરી શકે છે.

તમને બતાવી દઇએ કે તેમાં 45 લાખ રિટેલર્સ, 25 લાખ સર્વિસ પ્રોવાઇડર, મેન્યુફેકચરિંગ, ટ્રાવેલ અને એજ્યુકેશન સાથે જોડાયેલ બિઝનેસ છે. ગૂગલનું લક્ષ્ય છે કે આવતા એક વર્ષમાં 5 લાખ એમએમબી (નાના અને મધ્યમ લેવલના વેપાર કરનાર) પોતાની વેબસાઇટ બનાવી લે. તેના માટે ગૂગલે હોસ્ટકેર કંપની સાથે કરાર કર્યો છે, જે એક વર્ષ સુધી આ વેબસાઇટોને મેઇન્ટેન કરવાની સાથે તેમના માલિકોને ટેકનિકલી મદદ પણ કરશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !