નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લ્યો, હવે સૌરઊર્જાથી ચાલશે આપની ગાડીનું એસી

 
 
-ગરમીમાં તમારી કારને ઠંડી બનાવી રાખવા માટે હવે તમારે પૈસા નહીં ખર્ચ કરવા પડે.


હવે એક નવી સિસ્ટમ એન્જિન ઓફ થવાની સ્થિતિમાં સોલર પેનલની મદદથી એસીને પાવર આપશે.

વાહનચાલકો હવે એન્જિન બંધ કરીને ગાડીનું એસી સિસ્ટમ ઓન રાખી શકશે. હોન્કોંગ પોલિટેક્નિક યુનિવર્સિટી અને ગ્રીન પાવર ઈન્ડસ્ટ્રીના વૈજ્ઞાનિકોએ આને શક્ય બનાવ્યું છે. તેઓએ એવી એસી સિસ્ટમ તૈયાર કરી છે જે અસહ્ય તાપને કારની અંદરની હવાના ઠંડા વાતાવરણમાં ફેરવી નાખશે. આમાં પેટ્રોલ કે ડીઝલ જરાપણ ખર્ચાશે નહીં. આ સિસ્ટમ સૌર ઊર્જાથી ચાલશે.

સિસ્ટમ કેવી છે

આ ફોટોવોલ્ટિક ટેક્નોલોજી અને ઈન્ટેલજિેન્ટ પાવર કંટ્રોલ દ્વારા કામ કરે છે .આ પદ્ધતિમાં જેવું એન્જિન બંધ થશે ઓન બોર્ડ એરકંડશિનર શરૂ થઈ જશે. આ પક્રિયા ઓટોમેટિક જેમાં જરાપણ અવાજ આવશે નહીં એની મદદથી ગાડીમાં બેઠેલા લોકો બંધ ગાડીમાં પણ પરસેવાથી રેબઝેબ થશે નહીં. આ પદ્ધતિનો લાભ સાર્વજનિક વાહનો પણ લઈ શકશે.

*ઘણા ફાયદા
બંધ વાહનનું એન્જિન ચાલુ કરી એસી ચાલુ કરવું ખોટું છે. આનાથી એન્જિનની સાથે એન્જિન ઓઈલ પર પણ તેની અસર થાય છે. ગાડીમાં કુલિંગ થતાં દસ મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે એક વર્ષ દરમિયાન લગભગ ૧૦૦ લિટર જેટલું પેટ્રોલ વેડફાઇ જાય છે. હવે આ નવી એસી સિસ્ટમથી આ ઇંધણની બચત થશે.

*પદ્ધતિ લાગુ પડી
સોલર પેનલ્સ દ્વારા કામ કરતીં એસી સિસ્ટમને હોંગકોંગના સાર્વજનિક વાહનોમાં લગાવવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી ઓફ હોંગકોંગે પણ એરલાઈન્સના જુદાં જુદાં વાહનોમાં આ સિસ્ટમને લગાવી છે.

*આગળ શું
વૈજ્ઞાનિક આના ઉપર અને આધુનિક પદ્ધતિ પર કામ કરી રહ્યાં છે. એમનો વિચાર સૌરઊર્જાથી જ વાહનોની એસી સિસ્ટમ ચલાવવાનો છે. આ રીતે ઈંધણની વધારે બચત કરી શકાશે.

*સોલર પેનલ....
કોઈ મોટા સોલર ચાર્જરની જેમ આ ગાડીના ટોપ ઉપર સોલર ફોટોવોલ્ટિક પેનલ લગાવવામાં આવશે. એની મદદથી ઉત્પન્ન થતી વીજળી એક બેટરીમાં સ્ટોર થશે. સોલર પેનલને ગાડીના ઉપરના ભાગના આકાર પ્રમાણે ઢળતા રાખવામાં આવશે.

*ફાયદો શું થશે...
સૌ પહેલાં તો ગાડીના ટોપ પર લગાવવામાં આવેલા સોલર પેનલ્સ થર્મલ ઈન્સુલેશનનું કામ કરશે. એટલે કે અંદરના ઈિન્ટરિયર અને બીજા મોંઘા સામાનને તડકા સામે રક્ષણ આપશે પછી એન્જિન બંધ થયા બાદ પણ એસી ડ્રાઈવર અને અન્ય લોકોને ઠંડક આપતું રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી