નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વધુ પડતા ડાયટને લગતા રોગ

 
 
કેટલાક લોકો વધારે ખાય છે, તો કેટલાક સદંતર બંધ કરી દે છે. આવી ટેવથી એકંદરે તો સ્વાસ્થ્યને નુકસાન જ થાય છે.

જ્યારે વજન ઉતારવાની વાત કરીએ, ત્યારે તેને લગતા ડિસઓર્ડર યાદ કરવા જ પડે છે. ઘણા એમ કહે છે કે મને ભૂખ જ નથી લાગતી. જ્યારે તેમાં કોઇ બીજી બીમારી ના હોય ત્યારે તેમાં ડાયટને લગતા રોગો હોવાની સંભાવના વધી જાય છે. આ બધામાં સૌથી ગંભીર બીમારી એનોરેકસીઆ નરવોસા અને બીજી બુલિમિઆ નરવોસા છે. બંને ખૂબ ગંભીર બાબત છે અને ખોરાકની આસપાસ જ તેનો જન્મ થાય છે. વધુ પડતા માનસિક સ્ટ્રેસ દરમિયાન આ બીમારી દેખાય છે. ખાસ કરીને ટીનએજર્સ અને નાની ઉંમરની છોકરીઓમાં આ વધુ પ્રવર્તે છે.

એનોરેક્સિઆ નરવોસા
એનોરેક્સિઆનો અર્થ ભૂખ ન લાગવી તે છે, પરંતુ આ રોગ ફકત ભૂખ ન લાગવા સુધી સીમિત નથી. એને ઘણી વખત ‘સ્લીમર્સડીસીઝ’ કહેવામાં આવે છે, પરંતુ ખરેખર એનોરેક્સિઆના પેશન્ટ ‘સ્લીમ’ શબ્દનો અર્થ જ બદલી કાઢતા હોય છે. એનોરેક્સિક લોકો ખોરાક એકદમ ઓછો કરી નાખે છે. તેમના માટે ‘પાતળા હોવું’ એ જ સર્વસ્વ છે, નહીં કે હેલ્ધી હોવું. તેઓ ખોરાકથી ડરે છે કે કંઇ પણ ખાઇશું તો ‘જાડા’ થઇ જઇશું.

એનોરેક્સિઆના પેશન્ટ જલદી ડોક્ટરની મદદ લેતા નથી. આવા રોગી પોતાને સ્થૂળ સમજે છે. તેઓ બને તેટલો ખોરાક ટાળે છે અને કસરત પણ વધુ પડતી કરે છે. ઉપરાંત, તેઓ વારંવાર જુલાબ લેવાની ટેવ ધરાવે છે અને થોડું ખાઇ જાય તો ઊલટી કરી દે છે. આવું કરવાથી તેમને માસિકના પ્રોબ્લેમ થાય છે. બ્લડપ્રેશર નીચું થઇ જાય છે, લોહી પણ ઓછું થઇ જાય છે. લાંબા ગાળે શરીરને કાયમી નુકસાન થાય છે. આવા લોકો ડિપ્રેશનનો શિકાર હોય છે. એનોરેક્સિઆના પેશન્ટને ડોક્ટરની સ્પેશિયલ કેરમાં રાખવા પડે છે અને ઘરના લોકોની હૂંફથી સુધારી શકાય છે.

બુલિમિઆ નરવોસા
‘બુલિમિઆ’નો અર્થ વધુ પડતી ભૂખ લાગવી એવો થાય છે. બુલિમિઆના દર્દીઓને વધુ પડતી ભૂખ લાગતી હોય છે. તેના કારણે તેઓ ગમે તે ખાઇ લેતા હોય છે, પરંતુ પછી તેઓ વધુ પડતા જુલાબ તેમ જ વારંવાર પેશાબ થવાની દવાઓ લેવા માંડે છે અને ખાધા પછી મોઢામાં આંગળી નાખીને બધું જ ખાવાનું ઊલટીઓ કરીને બહાર કાઢી નાખતા હોય છે.

આવા લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયત્ન કરતાં હોય છે. બુલિમિઆ થવાનું મુખ્ય કારણ પાતળા રહેવાનું વધુ પડતું દબાણ હોય છે. નાનાં બાળકો જે ઉંમરના પ્રમાણમાં વધુ પડતાં જાડા થઇ જાય છે અને જેમને સોશિયલી અથવા વાલી તરફથી વજન ઉતારવા વધુ પડતું દબાણ કરવામાં આવે છે. તેઓ આવા રોગોના શિકાર બને છે. છેલ્લા કેટલાય સમયથી આપણે ત્યાં પ્રવર્તી રહેલો સિદ્ધાંત ‘થિન ઇઝ બ્યૂટફિુલ’ બાળકોને રોગોના શિકાર બનાવે છે.

આવા રોગીઓ જલદી વજન ઉતારવા વિવિધ ડાયટ કર્યા કરે છે. ક્રેશ ડાયટથી લઇને તદ્દન ભૂખ્યા રહીને વજન ઉપારવાનો પ્રયત્ન કરતા રહે છે. બુલિમિઆના રોગીઓને પેટના રોગ, મોઢાના અલ્સર, ગેસ્ટિ^ક પ્રોબ્લેમ, માસિકમાં અનિયમિતતા, માઇગ્રેન થવા ઉપરાંત પુષ્કળ ઊલટીઓ કરવાના કારણે મોઢામાં ચાંદા અને ગમ્સના પ્રોબ્લેમ થાય છે. આવા રોગીઓને સાયકોથેરપી કે કાઉન્સેલિંગથી સુધારી શકાય છે.

બિન્જ ઇટિંગ
આ પ્રકારનો ડિસઓર્ડર મોટી ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. વધુ પડતા ડાયેટિંગનો પ્રયત્ન કરવા છતાં વજન ઓછું કરવામાં સફળ ન થઇ શકતાં પુરુષો અને સ્ત્રીઓ બિન્જ ઇટિંગના શિકાર બને છે. ભૂખ મારવાના કીમિયા જેમ કે શાકભાજી, સૂપ વગેરેનો વધુ ઉપયોગ અને ભૂખ મારવાની દવાઓ આવા વ્યક્તિઓને કામમાં આવે છે પરંતુ આવી વ્યક્તિ જ્યારે વ્યવસ્થિત ડાયેટ કરી અને વજન ઓછું કરી શકે ત્યારે આ ડિસઓર્ડર ઓછો થાય છે, પરંતુ વારંવાર ખાવાની આદતને કારણે ફરી તેના શિકાર બને છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી