નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્લિમ રહેવાની સહેલી રીતો

 

સ્લિમ-ટ્રિમ રહેવા માટે વિવિધ વ્યાયામ તથા ડાયેટંની આશરો લેનારી માનુનીઓએ રોજં જીવનમાં અપનાવવા જેવા સામાન્ય નિયમો પર પણ ઘ્યાન આપવાની જરૂર છે.
-પ્રથમ તો સ્વયંને પ્રેમ કરો તો જ ચરબી ઉતારવાના પ્રયાસો પર ભાર આપી શકશો.
-રોજ આહારમાંથી મેંદો, તેલ, મસાલેદાર વાનગીઓ, ઠંડા પીણાંનું સેવન કરો પરંતુ નહીંવત પ્રમાણમાં. અનપ્રોસેસ્ડ ખાદપદાર્થો પણ ઓછા પ્રમાણમાં ખાવા.
-શરીર પરનો મેદ ઘટાડવા લગભગ ૧૨૫ ગ્રામ જેટલા પાણીને ઉકાળી હુંફાળું કરવું.પછી તેમાં ૧૫-૧૫ ગ્રામ લીંબુનો રસ અને મધ ભેળવી શરબતની માફક પીવું. શરીર પરનો મેદ ઉતારવાનો આ રામબાણ ઇલાજ છે. પેટના રોગને દૂર કરી ભૂખને વધારે છે. સવારે નયણા કોઠે એક-બે મહિના નિયમિત લેવું.
-આંબળાની ૠતુમાં રોજ સવારે વ્યાયામ અથવા સવારના ‘વોક’ બાદ બે પાકેલા આંબળા ચાવીને ખાવા. -જો આ રીતે કાચા આંબળા ન ખાઇ શકાય તો તેનો બે ચમચા આંબળાનો રસ અને બે ચમચા મધ ભેળવી પીવું. આંબલાની ૠતુ ન હોય તો સુકા આંબળાના ત્રણ ગ્રામ ચૂરણને રાતના સૂતી વખતે મધ સાથે અથવા તો પાણી સાથે લેવું. આ રીતે ત્રણ-ચાર મહિના નિયમિત કરવાથી કાયાક્લપ કરી શકાય છે. તેમજ અકાળે વૃદ્ધાવસ્થા આવતી અટકે છે.
-વજન ઘટાડવા ચોખા, બટાકા, તેમજ મીઠાઇ ખાવાનુ ંસદંતર બંધ કરી દીઘું હોય તો તે સાવ ખોટું છે. કારણ દરેક ખાદ્યપદાર્થોમાં ચોક્કસ વિટામિનો તેમજ ખનિજ તત્વો સમાયેલા હોય છે જે શરીર માટે આવશ્યક હોય છે. તેથી ચરબી વધારનારા ખાદ્યપદાર્થોની માત્રા રોજંિદા આહારમાં ઓછી રાખવી. -આઘુનિક ટેકનિક અપનાવીને રસોઇ બનાવવી. જેમ કે તળવાને બદલે ગ્રિલ, માઇક્રોવેવ અથવા બેક કરવું. નોનસ્ટિક વાસણમાં ખાવાનું બનાવવું. જેથી તેલ ઓછું લાગશે તેમજ ઓછી કેલરીઝ પેટમાં જશે.
-ભૂખ ન હોય તો ન ખાવું. વધારાનો ખોરાક વધારાની કેલરીમાં ફેરવાઇ જાય છે. ભોજન ઓછી માત્રામાં લેવું અથવા તો ભૂખ લાગી હોય ત્યારે જ લેવું. સ્વાદમાં બદલાવ લાવતા રહો. સોસયુક્ત ભોજન, ચીઝ, તેલ, માખણ વગેરે ત્યાગીને થોડા દિવસ મોસમી ફળો તથા સલાડનો પણ આનંદ ઉઠાવો. બાફેલા ભોજનમાં ચાટ મસાલો અથવા ફક્ત મીઠું, લીંબુ નાખી ખાવું. ચરબી વગરનું દૂધ પીવું. સવારનો નાસ્તો પૌષ્ટિક હોવો જરૂરી છે. પરાઠા, ટોસ્ટ ન લેતાં એક ગ્લાસ ફળનો રસ અથવા ગાજર-ટામેટાંનો રસ લેવો તેમજ સાથે એક-બે રોટલીખાવી. નાસ્તો સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ફક્ત ચા પીવાથી ચાલશે નહીં.
-માંસપેશિયોને એકટિવ રાખવા માટે મિકસરને બદલે પથરા પર વાટવું. રોટી મેકરના સ્થાને ચકલા-વેલણનો ઉપયોગ કરવો. અઠવાડિયામાં એક વાર વોશંિગ મશીનને બદલે હાથેથી કપડાં ધોવા.લાદી પર જાતે પોતું કરવું.
-અપૂરતી ઊંઘ માનવને માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ કરી દેતી હોય છે. ઊંઘ ઓછી થઇ ગઇ હોય કે પછી મોડી આવતી હોય તો સૂતા પહેલાં પગને હુંફાળા પાણીથી ધોવા અને કોરા કરી તળિયામાં સરસવના તેલથી માલિશ કરવું. માથામાં બદામનું અથવા તો આંબળા અથવા બ્રાહ્મી તેલથી માલિશ કરવું. આ ઉપાયોથી ઘેરી નિદ્રા આવે છે.
-શરીરનું યોગ્ય પોશ્ચર બનાવવા કમર સીધી રાખવી અને વઘુ પડતું ઝૂકીને બેસવું નહીં. પેટની માંસપેશિયોને અંદરની તરફ ખેંચવી તથા ઊંડા શ્વાસ લેવાની આદત પાડવી. શારિરીક તથા માનસિક સંતુલન બનાવી રાખવામાં આ ઉપાય કારગત નિવડશે. અન્યોના ફિગર સાથે પોતાના ફિગરની સરખામણી ન કરવી. એવુ ંજરૂરી નથી કે એક વ્યક્તિને માફક આવતું હોય તે તમને પણ માફક આવશે જ. તેથી યોગ્ય તથા પૌષ્ટિક ભોજન અને વ્યાયામની સાથે સાથે તે જ નિયમિતતા અપનાવો જે તમારી આવશ્યકતા અને પસંદ પર આધારિત હોય.
-સાંજના તાંબાના વાસણમાં પાણી ભરીને રાખવું. સવારે સૂર્યોદય પહેલાં ઉષઃપાન તરીકે આ વાસી પાણી પીવું અને લગભગ સો ડગલાં ચાલવું પછી શૌચાદિ વગેરે ક્રિયા પતાવવી. આ નુસખાથી કબજિયાતથી છૂટકારો થાય છે. અને પેટ સાફ આવે છે. તેમજ પેટ સંબંધી સામાન્ય તકલીફથી છૂટકારો મળે છે.
-સ્વયંને વ્યસ્ત રાખવું જેથી ખોટા વિચારો આવવાથી માનસિક તાણનો ભોગ ન બની શકાય.તેમજ વારંવાર ખા-ખા ન થાય. નવરાશની પળોમાં હંમેશા માણસને કાંઇક ખાવાની ઇચ્ચા થયા કરતી હોય છે. તેથી સ્વયંને સકારાત્મક કાર્યમાં વ્યસ્ત રાખવું. છાલ સહિત સફરજન અને ગાજર સપ્રમાણ વજનમાં લઇ ખમણી જેટલી માત્રામાં લઇ શકો તેટલી માત્રામાં સવારના લેવું. તેના સેવન બાદ લગભગ બે કલાક સુધી કાંઇ ખાવું નહીં. તેનાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. તેમજ અનાવશ્યક ચરબી ઘટે છે. અને રક્ત સાફ થાય છે. તથા સૌંદર્ય વધે છે.
-ઇચ્છા રાખો. કારણ ઇચ્છા વગર કોઇ કામ સંભવ નથી. જેમ કે વ્યાયામ કરવાથી માંસપેશિઓ મજબૂત થાય છે. તેમજ શિસ્તથી પણ ઇચ્છાશક્તિ મજબૂત થાય છે.જ્યારે કોઇ ઇચ્છા કે લાલચ પર કાબુ મેળવી લો તો ઇચ્છાશક્તિ વઘુ મજબૂત થાય છે. આ ઇચ્છાશક્તિ અને શિસ્તતા તમને પોતાના ઘ્યેયમાં સફળતા અપાવે છે.વ્યાયામને એક બોજની માફક ન લો. તે ખૂબસૂરતી અને ફિટનેસ માટે છે. તેમ માનવું. સમજો કે વ્યાયામ એટલો જ મહત્વનો છે જેટલુ સમતોલ ભોજન. ઘરમાં પણ હળવા વ્યાયામ કરી શકાય છે. અથવા તો ઘરનાં પરિશ્રમ આપતાં કામ જાતે જ કરવાની આદત પાડવી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી