નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શાકભાજીના જ્યુસ પીઓ વરસભેર જોશમા જીવો


શાકભાજીનો રસ પીવાથી શરીર સ્ફુર્તીલું અને હળવું, ત્વચા તથા વાળ ચમકદાર બને છે
- કોબીના રસમાં પેટના ચાંદા મટાડવાની ક્ષમતા હોય છે. પરંતુ તેનાથી વાયુ થવાની શક્યતા રહે છે. આથી નેચરોપેથ કે ન્યુટ્રીશનીસ્ટની સલાહ લીધા બાદ જ તે લેવો.
- કાકડીના રસથી કિડની સાફ થાય છે. હાઈ, બ્લડપ્રેશરની તકલીફમાં રાહત થાય છે તથા ત્વચા તેજસ્વી બને છે.
- બીટના જ્યુસથી રક્ત શુદ્ધ થાય છે અને લીવર તથા પિત્તાશય સ્વસ્થ રહે છે.
- ગાજરનો રસ બીટાકેરોટીન, પોટેશિયમ, મિનરલ્સ અને ફ્‌થેલાઈડ તથા ગ્લુટાથીઓન સહિત કેન્સર વિરોધી તત્વોનો ઉત્તમ સ્રોત છે.
- સિલેરીનો રસ પણ પોટેશિયમ અને સોડીયમથી ભરપૂર હોય છે તથા બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
- લસણ કુદરતી એન્ટિબાયોટીક તત્વો ધરાવે છે અને તેનાથી લોહી પાતળું થાય છે તથા કોલસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. શાકભાજીના રસમાં લસણની એક કળી ઉમેરવી.
- આદુ પાચનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માઈગ્રેન અને મોશન સિકનેસમાં આદુનો રસ પીવો જોઈએ.
- ઘઉંના જ્વારાનો રસ એનિમા તરીકે કામ લાગે છે. ઘઉંના જ્વારા સાથે પાલક અને લીંબુનો રસ મિક્સ કરી પીવાથી હરસની તકલીફ મટે છે.
- કારેલાનો રસ લોહી શુદ્ધ કરે છે તથા ડાયાબિટીઝના દરદીઓ માટે ગુણકારી ગણાય છે.
- એસિડીટી, અપચો, ચાંદા, વાઈ આવવી કે જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યામાં દુધીનો રસ ઉપયોગી સાબિત થાય છે.
-શિયાળામાં બજાર વિવિધ પ્રકારના લીલાછમ શાકભાજી અને રંગબેરંગી ફળોથી ઊભરાતું હોય છે. તાજાં, સસ્તા શાકભાજી જોઈને જ તે લેવા મન લલચાઈ જાય છે. આથી જ શિયાળામાં ઊંધીયું ખાવાની મજા જ વેગળી આવે છે. શિયાળામાં આવતાં શાકભાજીનો મહત્તમ લાભ લેવા દરરોજ સવારના જ્યુસ એટલે કે શાકભાજી અને ફળોનો રસ પીવો જોઈએ. તબીબી દ્રષ્ટિએ રોજ નરણા કોઠે શાકભાજી અને ફળોના રસનું સેવન કરનાર ક્યારેય રોગનો શિકાર બનતો નથી. અને આ જ કારણે હવે શહેરોમાં ‘જ્યુસબાર’ ખુલી રહ્યા છે. -સ્વાસ્થ્ય સંભાળ પ્રત્યે સજાગ બનેલાઓ તૈયાર મળતાં ફ્રૂટ જ્યુસ કરતાં તાજો જ્યુસ પીવાનો જ આગ્રહ રાખે છે. વેજીટેબલ એટલે કે શાકભાજીનો જ્યુસ પીવાથી શરીર એકદમ સ્ફુર્તિલું અને હળવું, ત્વચા ચમકીલી તથા વાળ સુંદર બને છે. આમ તો આખું વર્ષ શાકભાજીનો રસ પીવો જોઈએ પરંતુ જો માત્ર શિયાળાના ચાર મહિના પણ પીવામાં આવે તો બાકીના આઠ મહિના ડોક્ટરના દવાખાનાનું પગથિયું ચડ્યા વગર નીકળી જાય છે. -સ્વાસ્થ્ય અંગે સજાગ કેટલાક એવી દલીલ કરતાં હોય છે કે શાકભાજી અને ફળોનો રસ પીવા કરતાં તેને કાચા ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. કાચા શાક ખાવાથી વિટામીન અને પૌષ્ટિક તત્વો સાથે રેષાં પણ શરીરમાં જાય છે જે પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ દરેક વ્યક્તિને કાચા શાક ભાવતાં હોતા નથી. વળી તમે દરરોજ ગાજર અથવા કાકડી અથવા ટામેટાને માત્ર મર્યાદિત પ્રમાણમાં ખાઈ શકો. જ્યારે તેના બદલે વિવિધ પ્રકારના શાકને મિક્સ કરી તેનો જ્યુસ કાઢી તે પીવાથી શરીરને વઘુ પોષણ મળે છે. જે શાક ન ભાવતાં હોય તે પણ રસના સ્વરૂપે ગટગટાવી જવામાં વાંધો આવતો નથી. આથી જ્યુસના રૂપમાં શરીરને જરૂરી તમામ પોષણ તમે એકસાથે મેળવી શકો છો. શાકભાજી અને ફળોના રસમાં પાણી, સ્વાદ, પાચકરસ, વિટામીન, મિનરલ્સ અને ન્યુટ્રીઅન્ટ હોય છે. આ તમામ તત્વો શરીરમાં એકસાથે એવી કામગીરી શરૂ કરે છે કે ઊર્જા પ્રાપ્ત થાય છે, રોગપ્રતિકાર શક્તિ વધે છે અને નાના-મોટા રોજ દૂર થાય છે. તાજા ફળ અને શાકભાજીમાંથી જે ઊર્જા પ્રાપ્ત થાય છે તે ચમત્કારીક લાગે છે. આથી જ તેનું સેવન કરનારી વ્યક્તિ ઝડપથી તંદુરસ્તી મેળવી લે છે. કુદરતી ઉપચાર પઘ્ધતિમાં ઉપવાસ બાદ ફળો અને શાકભાજીના રસના સેવન પર જ વઘુ ભાર મુકવામાં આવ્યો છે. તે જ પ્રમાણે આયુર્વેદ અને એલોપેથીમાં પણ દરદીને ફળોના રસનું સેવન કરવાની જ સલાહ આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી