નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાપ, દીકરો અને ગધેડો...

એક દિવસ એક માણસ એના ગધેડાને લઇ માર્કેટ જઈ રહ્યો હતો, સાથે તેનો દીકરો પણ હતો,
તેઓ રસ્તે ચાલ્યા જતા હતા. તે જોઇને લોકો કહેવા લાગ્યા કે જુઓ કેવા મૂરખા છે, સાથે ગધેડો છે તેમ છતાં ચાલતા ચાલતા જાય છે,

આ સંભાળીને પેલા માણસે પોતાના દીકરાને ગધેડા પર બેસાડી દીધો અને ફરીથી ચાલવા લાગ્યા.
... ... થોડે દુર ગયા એટલે ફરીથી લોકો વાતો કરવા લાગ્યા કે આ દીકરો કેટલો નાસમજ છે, પોતાનો બાપ નીચે ચાલે છે અને પોતે મજાથી સવારી કરી રહ્યો છે.

આ સંભાળીને દીકરો નીચે ઉતરી જાય છે અને પોતાને પિતાને બેસાડે છે,

વળી થોડે દુર જાય છે તો લોકો ફરિથ ઈ વાતો કરે છે ,કે આ બાપ કેટલો આળસુ છે, પોતાને ફૂલ જેવા દીકરાને નીચે ચલાવે છે અને પોતે મજાથી ગધેડા પર બેઠો છે,

તેઓમાં કોઈ અક્કલ નથી કે તે પોતાના દીકરાને પણ બેસાડી દે,

આ સંભાળીને માણસે ફરીથી પોતાનો વિચાર બદલ્યો અને પોતાના દીકરાને પણ ,પોતાની બાજુમાં બેસાડી દીધો,

થોડે દુર ગયા તો લોકોએ ફરીથી કહ્યું કે આ બાપ અને દીકરો કેટલા નિર્દયી છે,
એક અબોલ પ્રાણી કે જે એક વ્યક્તિનો વજન ઉચકી શકે તેમ છે
તેના પર બે લોકો મજાથી બેઠા છે. ખરેખર આ લોકો માં કોઈ દયા જ નથી.
આ સાંભળી ને આ લોકોએ ફરીથી પોતાનો નિર્ણય બદલ્યો
અને બેઉ નીચે ઉતરી ગયા અને ગધેડાને એક લાકડી સાથી બાંધીને ઉચકી લીધો અને ચાલવા લાગ્યા.
થોડે દુર નદી આવી અને પુલ પરથી ચાલતા હતા તેવામાં ગધેડાએ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું એટલે ગભરાઈ ગયો

અને છૂટવા માટે મથામણ કરવા લાગ્યો, તેથી તે પાણીમાં પડી અને મરી ગયો. આમ આ લોકોએ તેનો ગધેડો ગુમાવી દીધો.

બોધપાઠ:
૧. તમે બધાજ લોકોની અપેક્ષાઓ સંતોષી નહિ શકો. એટલે ગમે તે પરિસ્થિતિમાં સૌથી સારો વિકલ્પ પસંદ કરો.
૨. બીજા લોકો તમારા વિષે, ગમે તે બોલશે પણ સાચો નિર્ણય તો તમારેજ લેવો પડશે,
૩. તમને લાગે કે તમે પસંદ કરેલો નિર્ણય ખરેખર સાચો છે, તો તેને વળગી રહો, ભલે બીજા લોકો ગમે તે કહે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી