નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખરેખરમાં, આપના ચશ્મા જ બની જશે સ્ક્રીન..!

 
ઈઝરાઈલની એક કંપનીએ એવા ચશ્મા તૈયાર કર્યા છે, જે કાચ પર ઈ-મેલ સહિત અન્ય વિઝ્યુઅલ અવતરિત થઈ શકશે. કંપ્યૂટર ટેકનોલોજીમાં રોજ થઈ રહેલા નવા વિકાસમાં ગેઝેટ્સનો આકાર નાનો થઈ રહ્યો છે. આને જોતા તે દિવસો દૂર નથી જયારે કોઈ પણ સ્ક્રીનને લઈને તેના પર આધારિત રહેવાની જરૂર નહીં રહે. ઇઝારાયલની એક કંપની લ્યૂમસે આ દિશામાં આશા પ્રગટાવી છે. એના પીડી-૧૮-૨ નામના એક એવા ચશ્મા રજૂ કર્યું છે જેનો ગ્લાસ સ્ક્રીનનું કામ કરે છે.

શું છે ટેકનિક

આ નોખા માઈક્રો આકારના સેંસર અને કેમેરાની મદદથી ઈમેજ સંગ્રહિત કરી એને પ્રોજેકટરની મદદથી ગ્લાસને રજૂ કરે છે. ખાસ વાત એ છે કે, આ ચશ્માથી જોવાની ામતા પર બિલકુલ અસર નહીં પડે. એટલે કે એક જ ગ્લાસ જોવામાં અને સ્ક્રીનનું કામ કરશે. એની સામે આવનારી ઈમેજ બ્રાઈટનેસ સહિત અન્ય તકનિકી વિશેષતાઓથી પરિપૂર્ણ હોય છે.

આ ફાયદા થશે

ચશ્માના ગ્લાસ પર જ ઈ-મેલ વાંચી શકાય છે. સ્ક્રીન જીપીએસ ટેકનોલોજીની મદદથી સાચું લોકેશનના સાથે તસવીર રજૂ કરશે. અત્યારે હાલ કંપનીએ એને પાયલેટ, સર્જન અને સૈનિકોને માટે વિકસાવ્યું છે, પરંતુ તે એને કંજયુમર માર્કેટમાં પણ પ્રસ્તુત કરવા પર વિચાર કરી રહી છે. એટલે કે જલ્દી જ લોકો ચાલતા-ફરતા ટીવી જોઈ શકશે અને વીડિયો ગેમ રમી શકશો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી