નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વાળ-સંભાળના ઘરેલુ ઉપચારવા

વાતાવરણમાં પ્રદૂષણના વઘુ પડતા પ્રભાવથી વાળની સમસ્યા સામાન્ય બની ગઇ છે. અને વાળની કાળજી માટે આડેધડ ઉપાયો કરતી હોવાને કારણે ઘણી વખત ફાયદો તો નથી થતો હોતો પરંતુ વાળ વઘુ બગડી જતા હોય છે. પરંતુ જો ઘ્યાનમાં રાખીને વાળની કાળજી રાખવામાં આવે તો વાળ ચોક્કસ મુલાયમ તથા આકર્ષક રાખી શકાય છે.
-ઓલિવ ઓઇલ અથવા રાઇનું તેલ સૂતાં પહેલાં વાળમાં લગાડવું અને બીજે દિવસે સવારે વાળ ધોઇ નાખવાં.
-ઉકાળેલા રાઇના તેલથી મસાજ કરવો.
-વાળને સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર મહત્વનો છે. તેમજ વ્યાયામથી પણ ફાયદો થાય છે. દિવસ દરમિયાન પાણી વઘુ પ્રમાણમાં પીવું તેમજ ફળ અને સલાડનું સેવન વાળ માટે લાભદાયક નિવડે છે.
-બાફેલી અડદની દાળ તથા મેથીની પેસ્ટથી અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળ ધોવા.
-વાળ વધારવા હોય તો પણ ચાર-પાંચ અઠવાડિયે થોડા કાપવા. કોપરેલમાં લીંબુનો રસ ભેળવી લગાડવાથી ફાયદો થાય છે. કોઇ પણ પ્રકારના રબર બેન્ડનો ઉપયોગ કરવો નહીં.તેનાથી વાળ તૂટવાના તેમજ દ્વિમુખી થવાની શક્યતા વધી જાય છે. તેના બદલે સ્ક્રંચી તથા કાપડાથી ઢાંકેલા બેન્ડનો ઉપયોગ કરવો.
-ભીના વાળ પર હેર બ્રશનો ઉપયોગ ન કરવો. ભીના વાળ સુકા વાળ કરતાં ત્રણ ગણાં નબળા હોય છે. તેથી તૂટવાની શક્યતા વધી જાય છે. ટુવાલથી વાળને પહેલાં સુકવવા અને પછી જ પહોળા દાંતાના બ્રશથી વાળમાંથી ગૂંચ કાઢવી.
-રૂક્ષ તથા નિસ્તેજ વાળમાં લીંબુનો રસ લગાડવો.
-વાળમાં બેસન લગાડી ચોખાના ઉકળેલા પાણીથી વાળ ધોવા.
-ઇંડાની સફેદીમાં બે ચમચા એરડિયું. એક ચમચો ગ્લિસરીન ભેળવી વાળના મૂળને સ્પર્ષે તે રીતે લગાડવું અને થોડી વાર બાદ વાળ ધોઇ નાખવા.

ખોડો
-શુદ્ધ કોપરેલથી વાળનો મસાજ કરવો.જે વાળને વધારવામાં ઉપયોગી બને છે. નાના કાંદાને કોપરેલમાં ઉકાળી વાળમા લગાડવું. ધોવા માટે કોથમીર અને ઉકાળેલા ચોખાના પાણીથી વાળ ધોવા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી