નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રેફ્રિજરેટરનો યોગ્ય ઉપયોગ

-શાકભાજી રાખવાની ટ્રેમાં તમે પીણાં ઠંડા કરવા રાખો છો ? જો તમે એમ સમજતા હો કે રેફ્રિજરેટરમાં ખાદ્યપદાર્થો ઠાંસવાથી તમે તમારી જાતને ખાદ્યપદાર્થથી થતી સમસ્યાઓને દૂર રાખી શકશો તો તે તમારો ભ્રમ છે. જો તમે યોગ્ય રીતે રેફ્રિજરેટરનો ઉપયોગ ન કરતા હો તો સારું છે કે ખાદ્યપદાર્થો રેફ્રિજરેટરની બહાર જ રહે. રેફ્રિજરેટરમાં ફૂડ બરાબર રીતે ન રખાયું હોય તો તે તમને માંદા પાડી શકે છે. રેફ્રિજરેટરમાં સ્વચ્છતા પણ ન જળવાતી હોય તો તેમાં બેકટેરિયા ઉદભવે છે. જેનાથી ડાયેરિયા અથવા ફૂડ પોઇઝન થવાની શક્યતા રહે છે.
મોટા ભાગની ગૃહિણીઓ રેફ્રિજરેટરનો ઉપયોગ ગોડાઉનની માફક કરે છે. આડેધડ ગમેતેમ ખાદ્યપદાર્થો તથા પીણાં રેફ્રિજરેટરમાં ઠાંસી દે છે. ઘણી થોડી એવી ગૃહિણીઓ હશે જેને રેફ્રિજરેટરનો યોગ્ય ઉપયોગની જાણકારી હશે.
-રેફ્રિજરેટરની સફાઇ
-રેફ્રિજરેટરને બહારની તેમજ અંદરથી બન્ને રીતે સાફ રાખવું જોઇએ જેતી બેકટેરિયા દૂર રહે. રેફ્રિજરેટરને સાફ કરતી વખતે હેન્ડલને પણ બરાબર લૂછવું. બહારથી રેફ્રિજરેટરને સાફ કરવાની સાથે-સાથે અંદરથી પણ સાફ કરવું. એટલું જ નહીં ખાદ્યપદાર્થો ભરીને રાખેલા વાસણો પણ સ્વચ્છ હોવા જોઇએ ફ્રિજમાં વાસણો મૂકતા પહેલાં ચકાસી લેવું કે બહારથી ગંદા ન હોય.
-ફ્રિજમાંની દુર્ગંધ
-રેફ્રિજરેટરમાંથી આવતી એક પ્રકારની ગંધ સામાન્ય વ્યક્તિ માટે ફક્ત એક ગંધ જ હોય પરંતુ એની આવવાની શરૂઆત ફ્રિજમાં રહેલા ફૂડમાં બેકટેરિયા થયા હોવાનું કારણ છે. ફ્રિજને સાફ કરવા બેકંિગ સોડાને હુંફાળા પાણીમાં ભેળવી અંદરથી સાફ કરવું. તેમજ સાફ કરવા માટે ઉપયોગમાં લીધેલું સ્પન્જ પણ નવું એટલે કે પહેલા ઉપયોગમાં ન લીધેલું હોવું જોઇએ.
-ખાદ્યપદાર્થો
-રેફ્રિજરેટરને સાફ કરવાનો કોઇ મતલબ નથી જો તેમાં રાખવાની વાનગીઓ ડબામાં કે વાસણમાં બરાબર ભરાઇ ન હોય તો. આ વાનગીઓ બેકટેરિયા ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે. તેથી દરેક ડબા તથા શીશીને રેફ્રિજરેટરમાં પાછા મૂકતી વખતે તે સ્વચ્છ છે કે નહીં તે ચકાસી લેવુંય એ વાતની પણ ખાતરી કરી લેવી કે ખાદ્યપદારથ રાખેલા વાસણમાંથી વાનગી તેમજ શીશીમાં રાખેલા અથાણા-જામ કે પ્રવાહી બહાર ઢોળાતા ન હોય.
-રેફ્રિજરેટરમાંની ઠંડક
-ખોરાકને તાજો રાખવામાં રેફ્રિજરેટરમાંની ઠંડક જ મહત્વની છે. જો રેફ્રિજરેટરના ટેમ્પરેચરમાં વારંવાર બદલાવ આવતો હોય તો વાનગી બગડી જઇ શકે છે. તેથી રેફ્રિજરેટરનું તાપમાન બરોબર હોવું જોઇએ એટલું જ નહીં દરેક ખાનામાં પણ તાપમાન સપ્રમાણ હોવું જરૂરી છે.
-યોગ્ય વપરાશ
-સામાન્ય રીતે શાકને તાજું રાખવા વઘુ તાપમાનની જરૂર હોય છે જ્યારે ફળને ઓછા તાપમાને રાખવામાં આવે છે. તેથી જ રેફ્રિજરેટરમાં જે તે ખાના ફાળવ્યા હોય તેમાં જ તે સામગ્રી રાખવી.
-રેફ્રજરેટરનો દરવાજો
-રેફ્રિજરેટરના દરવાજામાં ખાદ્યપદાર્થ રાખવા નહીં ફક્ત પાણી, પીણાં સોસની બોટલો જ રાખવી.
-ફ્રિજમાં ઠાંસીઠાંસીને ભરવું નહીં
-રેફ્રિજરેટરમાંની ઠંડી હવા વ્યવસ્થિત રીતે સરક્યુલેટ થઇ શકે તે જરૂરી છે. જેથી રેફ્રિજરેટરમાં ઠાંસીઠાંસીને ભરવું નહીં. આ રીતે ફૂડ રાખવાથી ખાવાનું બગડી જવાની શક્યતા પણ રહે છે. એટલું જ નહીં રેફ્રિજરેટર પણ બગડી શકે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી