નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શીખો, વિડિયોનું ઓટોમેટેડ એડિટિંગ

 
તમે શૂટ કરેલા વિડિયોઝને કોઇ ભારેખમ સોફટવેરની મદદ વિના જાતે જ એડિટ કરવા છે?

એ જમાનો યાદ છે? જયારે લગ્ન કે રિસેપ્શનમાં પેલા વિડિયોગ્રાફર ભારેભરખમ વિડિયો કેમેરા ખભે ઊચકીને પ્રસંગની વિડિયોગ્રાફી કરતા? મુખ્ય પ્રસંગના પાછા અલગ અલગ પેટાપ્રસંગો હોય અને એ દરેક વખતે વિડિયોગ્રાફર એમના પથારા સાથે હાજર હોય. મંડપમુહૂર્ત જેવો પેટાપ્રસંગ ઘરમાં જ ઉજવવાનો હોય ને ઘર નાનું હોય તો વિડિયોગ્રાફરને એમના મસમોટા કેમેરા સાથે સમાવવા માટે મહેમાનોને પણ બહાર રાખવા પડે!

પછી એ દરેક પ્રસંગનું એડિટિંગ થાય, તમને એડિટિંગમાં રસ હોય અને વિડિયોગ્રાફર સારો હોય તો એ તમને બતાવે. તમે એમાં સુધારાવધારા સૂચવો, તમે એકદમ ચૂઝી હો તો બેકગ્રાઉન્ડમાં મૂકવાનાં ગીતોનું લિસ્ટ પણ બનાવો ને છેવટે કેટલાય દિવસો પછી, પેલી બિલકુલ ખોવાઈ ગયેલી વીએચએસ વિડિયો કેસેટરૂપે આખો વિડિયો તમારા હાથમાં આવે અને સગાંસ્નેહીઓને બોલાવીને, મોટા ભાગે ભાડે મંગાવેલા વીસીઆર (ટાઇપરાઇટરની જેમ, પણ એના કરતાં ઘણી વધુ ઝડપથી ગૂમ થઈ ગયેલું વધુ એક સાધન!) પર વિડિયો જોવામાં આવે!
હવે સમય બિલકુલ બદલાઈ ગયો છે. કેમેરા તદ્દન સ્લિક થઈ ગયા છે, ત્યાં સુધી કે મેઇડ ઇન ચાઇના રિસ્ટવોચમાં પણ ચાર-ચાર જીબીની કેપેસિટીના વિડિયો કેમેરા આવી ગયા છે. પરિણામે વિડિયો શૂટિંગમાં હવે કોઈ ઝંઝટ રહી નથી. જસ્ટ એઇમ એન્ટ સ્ટાર્ટ શૂટિંગ! બધું ડિજિટલ ફોર્મમાં હોવાથી શૂટિંગનું પરિણામ જોવા માટે પણ જરાય રાહ જોવી પડતી નથી. વાયર્સ આમતેમ કનેકટ કર્યા અને મોટા સ્ક્રીન પર વિડિયો ચાલુ! બધું એટલું સહેલું બની ગયું છે કે આખી વાતમાં પહેલાં જેવો ઉત્સાહ રહ્યો નથી. તમે જ તપાસી જોજો, તમે જેટલા ફોટોગ્રાફ લો છો કે વિડિયો શૂટ કરો છો, એમાંથી કેટલા ખરેખરા ઉત્સાહથી ફરી ફરી જુઓ છો?
છતાં, જો તમારો ઉત્સાહ ટકી રહ્યો હોય તો સૌથી મોટી વિડિયો એડિટિંગની સમસ્યા હજી લગભગ પહેલાં જેટલી જ મોટી છે. આપણે પ્રોફેશનલ વિડિયોગ્રાફર તો છીએ નહીં કે બધી રીતે યોગ્ય શૂટિંગ કરી શકીએ. ઉપરાંત, બીજા લોકો પણ આપણા વિડિયો શૂટિંગને સિરિયસલી લેતા ન હોય એટલે ચાલુ શૂટિંગે વરચે કોઈનો વાંસો આડો આવી જાય કે કોઈ આપણી સાથે વાત કરવા લાગે ને આપણું ઘ્યાન શૂટિંગમાં રહે નહીં. કયારેક આપણે પણ વરચે વરચે કટ કરીને કટકે કટકે વિડિયો શૂટિંગ કરીએ.
વરચે આવતાં આવાં કામ વગરનાં શોટ્સ કે બ્રેકસ દૂર કરવા હોય તો શું કરવું? કે પછી એક જ વિષયની જુદી જુદી કિલપ્સ બની હોય એને ભેગી કેવી રીતે કરવી? પ્રોફેશનલ્સ માટે તો એ માટેનાં સરસ સોફટવેર અને ટૂલ્સ હોય છે, પણ આપણને એવી બધી સગવડ ન હોય તો?
તો એનો ઉપાય છે મેજિસ્ટો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી