નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઘુનિક ફેશન ફંડા

-જૂના-નવા, પૂર્વ-પશ્ચિમના રંગ-ડિઝાઇનનું મિક્સ એન્ડ મેચ-આજકાલ તમે જે પહેરો તે બઘું ફેશનમાં ખપી જાય છે. ડ્રેસને મેંચંિગ પર્સ કે પગરખાં ખરીદવા દોડાદોડ કરવાની જરાય જરૂર નથી. હવે તો એક કલરના ડ્રેસ સાથે બીજા રંગનો બેલ્ટ અને ત્રીજા-ચોથા કલરના પર્સ-પગરખાંની ફેશન છે. તારી પાસે જે છે તેને મિક્સ એન્ડ મેચ કરી લે. તારો સમય, પૈસા અને કડાકૂટ બચી જશે. વળી તું ફેશનેબલમાં ખપી જઇશ એ છોગામાં.’ કોલેજમાં ભણતી શિવાંગી તેની પરિણીત બહેનને ફેશનનો લેટેસ્ટ મંત્ર સમજાવી રહી હતી.
-આપણે પણ ઘણી વખત શું પહેરવું? શું સારું લાગશે? આઉટડેટેડ ફેશનના વસ્ત્રો પહેરીને પાર્ટીમાં જઈશ તો લોકો મારી ઉપર હસશે તો નહીં? જેવી અનેક પ્રકારની મૂંઝવણ અનુભવીએ છીએ. પરંતુ ફેશન ડિઝાઇનરો આપણી અવઢવ દૂર કરતાં કહે છે ઊડીને આંખે વળગે એવી સૌથી પહેલી વસ્તુ એટલે તમારાં વસ્ત્રોનો રંગ. તેની પસંદગી એકદમ યોગ્ય હોવી જોઈએ. જેમ કે બ્રાઉન અને નેવી બ્લુ ન્યુટ્રલ શેડ છે. તેથી તેને અન્ય કલર સાથે પહેરવા જોઈે. પણ આ બે કલર કે તેની સાથે કાળો રંગ જરાય નહીં શોભે.
-આજે વિરોધાભાસી રંગોનું ચલણ ચાલી રહ્યું છે તેથી પરિધાન, એક્સેસરી, પર્સ કે પગરખાં મેચીંગ ન હોય તેનું ખાસ ઘ્યાન રાખો.
-જેમ રંગોમાં વિવિધતા ઇન છે, તેમ બે-ત્રણ જાતની ડિઝાઇન મિક્સ કરવાની ફેશન પણ પૂરબહારમાં ખિલી છે. -જેમ કે ચેક્સ સાથે પ્લેન મટિરિયલને બદલે ફૂલોની ડિઝાઇન કે પછી સ્ટ્રાઇપ્સ સાથે ગ્રાફિક ડિઝાઇન મિક્સ એન્ડ મેચ કરો.
-તેવી જ રીતે આજે ઘેરા રંગોની પ્રિન્ટેડ પેન્ટ ઇન છે. વિવિધ ડિઝાઇનની પેન્ટ સાથે તેની વિરોધાભાસી ડિઝાઇનનું ટોપ પહેરો.
-અલગ દેખાવા માટે પશ્ચિમી પરિધાન સાથે પરંપરાગત આભૂષણો અને ભારતીય પોશાક સાથે વેસ્ટર્ન જ્વેલરી પહેરો.
-આજની તારીખમાં શોર્ટ જંપસૂટ અને પેચ મારેલા જિન્સ ઇન છે. નિયમિત રીતે ઘેરા રંગના વસ્ત્રો પહેરો, પણ ક્યારેક તાજામાજા દેખાવા માટે ન્યુટ્રલ રંગના પરિધાન યોગ્ય પસંદગી ગણશે. જ્યારે સોફ્‌ટ પેસ્ટલ કલર માટે સફેદ, રાખોડી, ગુલાબી, હળવા પીળા અને બેજ રંગના વસ્ત્રો સરસ લાગશે. જોકે આ કલર હંમેશાં ફેશનમાં જ રહે છે, તેથી તે ગમે ત્યારે પહેરી શકાય છે.
-શિફોન, જોર્જટ જેવા ફેબ્રિકમાં લાલ, લીલા કે ગુલાબી રંગના ફૂલોની ડિઝાઇન ખૂબ સુંદર લાગે છે. દરેક પ્રકારના ડ્રેસમાં આ ફેબ્રિક શોભી ઉઠે છે. જોકે આવા વસ્ત્રો ધારણ કરો ત્યારે મેકઅપ એકદમ હળવો કરવો.
-શોર્ટ સ્કર્ટ સાથે લેયર્ડ ટોપ સરસ દેખાશે. આવા ડ્રેસ સાથે પગમાં સ્ટ્રક્ચર્ડ હિલ્સ અથવા સ્ટિલેટઝ પહેરો. આ ઉપરાંત પગરખાંમાં આજે ગ્લેડિએટર્સ ઇન છે.
-પ્રસંગોપાત જુદાં તરી આવવા પૂર્વ-પશ્ચિમના પરિધાનનું મિક્સ એન્ડ મેચ કરો. જેમ કે પ્રસંગોપાત પહેરવાના લહંગા ઉપર ડેનિમ જેકેટ અથવા ટી-શર્ટ પહેરો. તેવી જ રીતે ભારે વર્ક કરેલી ચોલીને પ્લેન હેરમ પેન્ટ સાથે ઇવનંિગ પાર્ટીમાં પહેરો.
-નોખા તરી આવવા માટે પાર્ટીમાં ઘણી બધી બીડ્‌સની માળા, બ્રેસલેટ અને બીડ્‌સની જ બુટ્ટી પહેરો.
-સાડી સાથે બ્લાઉઝને બદલે કોર્સેટ અથવા શોર્ટ કુરતી અને એથનિક સ્કર્ટ સાથે હોલ્ટર નેક ટોપ પહેરો.
-ફેશન ડિઝાઇનરો કહે છે કે દરેક પ્રકારના પરિધાન કોઇપણ જાતના ફિગર પર નથી શોભતા. વસ્ત્રોની પસંદગી કરતી વખતે તમારા બાંધાને ચોક્કસપણે ઘ્યાનમાં રાખો. જો તમે સ્થૂળકાય હો તો વધારે ચમકવાળા, વર્કવાળા કે પછી ફ્રીલવાળા ડ્રેસ પહેરવાને બદલે સિમ્પલ પેટર્નના વસ્ત્રો પહેરો. તેવી જ રીતે સ્થૂળકાય યુવતી માટે સોફ્‌ટ ફેબ્રિક યોગ્ય પસંદગી ગણાશે. ટોપમાં ‘વી’ નેક કરાવવાથી થોડાં સ્લીમ દેખાઈ શકીએ.
-પરંતુ જો તમે ઉંચા હો તો ઘેરા અને હળવા રંગનું કોમ્બિનેશન વઘુ આકર્ષક દેખાશે. સમતોલ ઉંચાઇ દેખાય તે માટે આડી ડિઝાઇનના વસ્ત્રો ઉપયુક્ત ગણાશે.
-જ્યારે એકવડો બાંધો ધરાવતી યુવતીઓએ સોફ્‌ટ ફેબ્રિકને બદલે થોડું સ્ટીફ લાગે એવું ફેબ્રિક પહેરવું. ઘેરા રંગના ખૂલતા વસ્ત્રોમાં તમે વધારે સુંદર લાગશો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !