નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સૌંદર્ય સમસ્યા

હું ૨૮ વરસની મહિલા છું. મારા પેટ અને પગ પર સ્ટ્રેચ માર્કસ પડી ગયા છે તેને દૂર કરવાના ઉપાયો
* મર્યાદા કરતાં ત્વચાનું વધારે ખેંચાણ થવાથી ડાઘા પડી જાય છે. મોટા ભાગે પ્રેગનન્સી તેમજ વધારે પડતું વજન હોવાથી આ સમસ્યા ઊદભવતી હોય છે.
તમે બદામ અથવા ઓલિવ અથવા એરંડંિયુ તેલ લગાડો.
ઓલિવ ઓઇલ, એલોવીરા જેલ અને અને વિટામિન ઇ તેલ ભેળવી સ્ટ્રેચ માર્કસ પર લગાડવાથી ફાયદો થાય છે. ઓલિવ ઓઇલને બદલે બદામનું તેલ લઇ શકાય.
ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી. દિવસ દરમિયાન ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું.
સ્ટેચ માર્કસ કદી સંપૂર્ણપણે જતા નથી. આ ઉપાયોથી તે આછા-હળવા થશે.
હું ૨૬ વરસની યુવતી છું.મારી ત્વચા તૈલીય છે. ત્વચા પરનું તેલ ઓછું કરવા ફેસવોશનો ઉપયોગ કરું છું.પરંતુ કાંઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપાય.
* ત્વચા પરની ચીકાશ ઓછી કરવા તૈલીય ત્વચા માટેના હળવા પ્રવાહી ક્લિનઝરથી સવારે અને સૂતા પહેલાં ત્વચા સાફ કરવી. આલ્કોહોલ વગરના ટોનરનો ઉપયોગ કરવો. તેલ વગરનું હળવું મોઇશ્ચરાઇઝર લગાડવું ઓઇલ ફ્રી ફાઉન્ડેશન વપારવું અને તેના પર હળવો ચળકતો ટ્રાન્સલ્યુસન્ટ પાવડર લગાડવો.સનસ્ક્રિન પણ ઓઇલફ્રી હોવું જોઇએ. ત્વચા વઘુ પડતી રૂક્ષ ન થઇ જાય તેનું પણ ઘ્યાન રાખવું. સખત સાબુ વાપરવા નહીં. એસ્ટ્રિજન્ટનો વઘુ પડતો ઉપયોગ કરવો નહીં.મોઇશ્ચરાઇઝરની જરૂર ન હોય તો ઉપયોગ ન કરવો.ત્વચા પરની ચીકાશ દૂર કરવા વઘુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં હુંફાળું પાણી જ વાપરવું.
હું ૧૮ વરસની યુવતી છું. થોડા વખત પહેલાં હું દાઝી ગઇ હતી હવે તે જગ્યાએ મુલાયમ ત્વચા આવે તે માટે શું કરવું તે :
* તમે કેટલું દાઝ્‌યા છો તે જણાવ્યું નથી. ઘણ ીવખત સ્કિન ગ્રાફિ્‌ટંગ કરાવવું પડતુ ંહોય છે.થોડું જ દાઝ્‌યા હશો તો રૂઝ આવ્યા બાદ મોઇશ્ચરાઇઝર અને ક્રિમ હળવે હળવે તે સ્થાને લગાડવું. દિવસમાં એક વખત નિયમિત કરવાથી બે-ત્રણ માસમાં ફાયદો થશે.
હું ૨૦ વરસની યુવતી છું. હસતી વખતે હોઠની આસપાસ રેખાઓ પડે છે તે કાળી પડી ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપાય
* તડકામાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળશો નહીં. કાળા પડી ગયેલા ભાગ પર બટાકાનો રસ લગાડવો. ઓઇલયુક્ત ક્રીમથી પાંચ મિનિટ હળવા હાથે મસાજ કરવું. કાળાશ ધીરે ધીરે ઓછી થતી જશે. રોજંિદા આહારમાં પાંદડાયુક્ત ભાજી, સલાડ તથા મોસમી ફળનું પ્રમાણ વધારવું. દિવસ દરમિયાન આઠ-દસ ગ્લાસ પાણી પીવું,
હું ૪૫ વરસન ીગૃહિણી છું. ઘરનું બઘું જ કામ હાથે કરું છું. કપડા ંપણ જાતે જ ધોઉં છું. હવે થોડા સમયથી મારા હથેળી તથા આંગળા તેમજ પગન ીત્વચા ખરાબ થતી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપાય
* હાથ-પગ સતત પાણી તથા સાબુના સંપર્કમાં આવતા તમને હવે સાબુમાં રહેલા રસાયણોની એલર્જી થતી જણાય છે. તમે રસોડામાં કામ કરતી વખતે હાથમાં મોજા પહેરવાનું રાખો. તેમજ કામ પતી ગયા બાદ હાથ પર હેન્ડ લોશન લગાડશો. દિવસમાં એકાદ-બે વાર તો લગાડવું. પગ માટે પણ ફૂટ લોશન લગાડી શકાય છે. તેમજ રાતના સૂતી વખતે કોપરેલથી હાથ-પગે માલિશ કરવું અને પગમાં મોજાં પહરી લેવા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !