નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મેકઅપ પૂર્વેની સાવચેતી

દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે. આથી જ સુંદરતા વધારવા માટે, સુંદર દેખાવા માટે સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. મેકઅપ ઉંમર પ્રમાણે કરવો જોઈએ. ઘણી સ્ત્રીઓ વર્ષો સુધી એકના એક કોસ્મેટિક વાપરતી હોય છે અને સસ્તી તથા વર્ષો જૂની, એની એ જ લિપસ્ટિક વગેરે લગાડતી હોય. મેકઅપ સુંદર દેખાવા માટે છે. આથી મેકઅપ કરતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જરૂરી છે. સૌથી પહેલાં તો તમારી ત્વચાને અનુરૂપ લિપસ્ટિક, પાઉડર તથા આઈ પેન્સિલ, આઈ શેડોનો રંગ પસંદ કરો.
-થોડા દિવસ પહેલાંની જ વાત છે. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કોસ્મેટિક કાઉન્ટર પર રાખેલો સામાન જોઈને મને નવાઈ લાગી કે મેકઅપ પ્રસાધનના સેમ્પલમાં સ્ટ્રેપ્ટોકોકલ બેક્ટિરેયા હતા. આનાથી ત્વચા પર ઇન્ફેકશન થઈ શકે છે. જોકે સ્ટ્રેપ્ટોકોકલ એલબસ અને એપીડરમિસ થોડા પ્રમાણમાં તો આપણી ત્વચામાં હોય છે જ. પરંતુ જૂના પડી રહેલા કોસ્મેટિકમાં તેના નુકસાનકારક અંશ પેદા થતા હોય છે.
-જોકે મેકઅપમાં એન્ટીબેક્ટિરેયા પદાર્થ નાખવામાં આવતા હોય છે. છતાંય ઘૂળ, કચરો, ગંદા સ્પંજ અને મેકઅપના જૂના બ્રશથી બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે. આથી વધારે સમય વાપરેલા સ્પંજ અને બ્રશ હંમેશાં સાફ રાખો જેથી બેક્ટેરિયા ઉત્પન્ન થઈ નુકસાન ન કરે, નહીં તો ત્વચા પર ઝીણી ફોલ્લીઓ ઉપસી આવશે. ખંજવાળ તથા સોજો પણ થઈ શકે.દરેક મેકઅપ પ્રસાધનનાં ઉપયોગની એક નિયત સમયમર્યાદા હોય છે. તે સમય પછી ઉપયોગ માટે તે નકામા થઈ જાય છે, આથી એની નિયમિત સમયમર્યાદા પછી એનો ઉપયોગ કરવો નુકસાનકારક હોય છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે સૌંદર્યપ્રસાધનો પર જે દિવસે તેનું ઉત્પાદન થયું હોય છે એની તારીખ નથી લખતા, આથી મેકઅપ ખરીદતાં પહેલાં તેની સ્વચ્છતા અને તાજગીને તપાસી જુઓ.
-દરેક પ્રસાધન તમે સૂંઘીને ચકાસી શકો છો. જૂનાં, બહુ સમય પહેલાંના પ્રસાધનોમાં ખરાબ અથવા અલગ જ પ્રકારની ગંધ આવતી હોય છે.
-આવો, ક્યાં કોસ્મેટિક કેટલી સમયમર્યાદામાં વાપરી શકાય છે તે જાણી લઈએઃ
  (1)કાજલ તથા આઈબ્રો પેન્સિલ ઃ વધારેમાં વધારે છથી આઠ મહિના સુધી રાખી શકાય છે. એ જેમ જેમ જૂના થતા જાય છે તેમ તેની અણી સખત થતી જાય છે. ઉપયોગ કરતી વખતે સારી રીતે વાપરી શકાતી નથી. પેન્સિલની અણીને હંમેશાં બરાબર સાફ અને ઢાંકેલી રાખો. જો પેન્સિલમાં સહેજ પણ સફેદી દેખાય તો ફરીથી એનો ઉપયોગ કરશો નહીં.
(2)આઈ શેડો અને બ્લશર ઃ આ બન્ને વસ્તુનો ત્રણ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.
(3)ફાઉન્ડેશન ઃ દરેક પ્રકારના ફાઉન્ડેશન બાર-તેર મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે, છતાંય જો એમાં સહેજ પણ ગંધ આવે તો તેને વાપરવાનું બંધ કરી દો. ફાઉન્ડેશન લગાવતાં પહેલાં તેને જરૂર હલાવીને વાપરવું જોઈએ.
(4)મોઈશ્ચરાઈઝર ઃ આનો ઉપયોગ છ મહિના સુધી કરી શકાય છે એ પછી તે ખરાબ થઈ જાય છે. મોઈશ્ચરાઈઝર ઠંડકવાળી જગ્યાએ મૂકવું જોઈએ.
 (5)કોઈ પણ ક્રીમનો ઉપયોગ કરતાં પહેલાં એને પ્લાસ્ટિક અથવા લાકડાની ચમચીથી જ બહાર કાઢો. એમાં વારંવાર આંગળીઓ નાખશો નહીં, તેથી બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી ક્રીમ ખરાબ થઈ જશે.
(6)કોસ્મેટિક્સ વધારે પડતી ગરમ અને પ્રકાશવાળી જગ્યામાં કદાપિ ના મૂકવા જોઈએ. ડ્રેસંિગ ટેબલના બંધ ખાનામાં રાખશો તો સારાં રહેશે, નહીં તો બહુ જલદી ખરાબ થઈ જશે. સનસ્ક્રીન લોશન અને ક્રીમની બોટલ ખોલ્યા બાદ એક વર્ષમાં જ તેનો ઉપયોગ કરી નાખવો જોઈએ.
(7)તમારા હેર બ્રશ, લિપસ્ટિક, રુઝ બ્રશ, કોમ્પેક્ટ પફ, મસ્કારા બ્રશ વગેરે હંમેશાં સાફ રાખો. આજે જ તમારા ડ્રેસંિગ ટેબલમાં પડેલા કોસ્મેટિકને જોઈ લો કે એ જૂના તો નથી થઈ ગયા ને. જો બહુ જૂનાં હોય તો તરત તેને કાઢી નાખો અને નવા લઈ આવો. ક્યાંય એવું ના બને કે બચત કરવાના લોભમાં નુકસાન વહોરવું પડે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી