નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વર્ષો જૂના આ દેશભક્તિ ગીતની વાત જાણીને પડી જશો નવાઈમાં!


આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જાય તેમ છે

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિ ગીતો વગર થાય તે શક્ય જ નથી. આ ગીતો હિન્દી ફિલ્મો દ્વારા જ આપણને મળ્યા છે.

આવું જ એક ગીત છે 'એ મેરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન...'આ ગીત ફિલ્મ કાબૂલીવાલાનું છે. આ ફિલ્મ 1961માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા બંગાળી લેખક રવિન્દ્રનાથ ટાગોરે લખી છે. જ્યારે આ ફિલ્મના દિગ્દર્શક બિમલ રોય છે. આ ફિલ્મ અફઘાનિસ્તાન પર આધારિત છે. બલરાજ સહાની અફઘાનિસ્તાનથી કલકતા વેપાર અર્થે આવે છે. જ્યારે તેને પોતાના વતન કાબૂલની ઘણી જ યાદ આવે છે, ત્યારે તે 'એ મેરે પ્યારે વતન' ગીત ગાય છે. આ ગીત મન્નાડેએ ગાયું છે.

આ ગીત આજે પણ દેશભક્તિ ગીત તરીકે ઘણું જ લોકપ્રિય છે. જોકે, ખરી રીતે ફિલ્મમાં આ ગીત ભારત માટે નહીં પરંતુ અફઘાનિસ્તાન માટે ગાવામાં આવે છે. બલરાજ સહાનીને પોતાના વતન અફઘાનિસ્તાનની ઘણી જ યાદ આવે છે અને તે પોતાના વતનની યાદમાં આ ગીત ગાય છે. આ ગીત ભારત માટે જ ગવાયું હોય તેમ લોકોમાં જાણીતું છે. દેશભક્તિની જ્યારે પણ વાત આવે ત્યારે લોકજીભે આ ગીત આવી જ ચડે છે. આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જાય તેટલું હૃદયદ્વાવક આ ગીત છે.

હેમેન ગુપ્તાની આ ફિલ્મમાં બલરાજ સહાની, ઉશા કિરન, સજ્જન, સોનુ અને બાળ કલાકાર ફરીદા હોય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી