નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપને પણ ક્યાંક મોબાઈલ ફોનનું આટલું વળગણ તો નથી ને?


 





મોબાઈલ જરૂરી, પરંતુ તેની ખોટી આદત સ્વાસ્થ્ય માટે જોખમી

હાલમાં જ બ્રિટિશ શોધમાં જાણવા મળ્યું છે કે ફોનથી વધારે પડતી નિકટતા લોકોને એન્જાઇટી ઉપરાંત ડિપ્રેશન પણ આપી રહી છે. તેમની આ વાત સાથે ભારતીય નિષ્ણાતો પણ સહમત થયા છે અને ઝડપથી છૂટકારો મેળવવાનું કહે છે.

જો તમારો ફોન તમારી સાથે બોર્ડરૂમ/કોલેજ કલાસથી લઇને બેડરૂમ અને બાથરૂમ સુધી પણ જો સાથે રહેતો હોય તો હવે જરૂરી બની ગયું છે કે તમે ફોનની સાથે તમારી નિકટતાને નવેસરથી ચકાસો. દુનિયા આખીમાં કરાયેલો સર્વે ફોન પરના અવલંબનને ગંભીર ગણાવી રહ્યો છે.

આ ગંભીરતા પર બ્રિટિશ શોધકર્તાઓની શોધ પ્રકાશ પાડી રહી છે. તેમના મુજબ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોને થોડીવારમાં કોઇ મેસેજ કે અપડેટ ન મળે તો તેઓ એન્જાઇટીથી અકળાઇ જાય છે. એટલું જ નહીં, તણાવમાં હોવાના કારણે લોકો પોતાના ફોનને વારંવાર ચેક કરે છે

અને કોઇ મેસેજ કે અપડેટ ન મળે તો તેમના તણાવમાં વધારો થાય છે. તમે પણ પોતાને ચકાસી જુઓ કે કયાંક તમે પણ ફોનની આદતનો શિકાર તો નથી બની રાા ને!


*જો તમને આદત હોય તો?

બાથરૂમમાં પણ મોબાઇલ ટિ્વટ કરતા બ્રાઉઝિંગ કરો છો.

કોઇની સાથે વાત કરતા કરતા વારંવાર ફોન ચેક કરો છો.

ઘરમાં જ ફોન ભૂલી જાઓ તો ગભરાટ થવા લાગે છે, પછી ભલેને બહાર દુકાને જઇને જ પાછા કેમ ન આવવાનું હોય.

જો કલાકો સુધી ફોનમાં કોઇ હરકત ન થાય તો પોતાને અલગ હોવાનો અનુભવ કરો છો.

ફોન ઉપર એસએમએસ આવ્યો હોય તો બધા કામ છોડીને પહેલા તેને જોવા લાગો છો.

પરિવારના લોકો સાથે કે મિત્રો સાથે વાત કરતી વખતે પણ ફોનમાં વ્યસ્ત રહો છો અને પછી એ યાદ રહેતું નથી કે કોણે, કયારે શું કહ્યું.

ઢગલો એપ્પ ફોનમાં ઇન્સ્ટોલ કરી રાખ્યા હોય અને બધાનો નિયમિત રીતે પ્રયોગ કરો છો.

દિવસ દરમિયાન એક કરતા વધુ વખત ફોનને ચાર્જ કરવાની જરૂર પડે છે.

હંમેશા પોતાના ફોન વિશે જ વાત કરતા રહો છો.

*કઇ રીતે મેળવશો થી છૂટકારો?

-સૂતા પહેલા ફોનને સ્વિચ ઓફ કરી દો, અથવા બીજા રૂમમાં ચાર્જિંગ માટે લગાવો. આ કરવાથી કોઇપણ ફોન કે મેસેજના અવાજથી પથારીમાંથી વારંવાર ઊઠવાની તકલીફથી ટેવ છૂટી જશે.

-ડિનર ટેબલ પર ફોનનો ઉપયોગ કયારેય ન કરવો. નિયમ બનાવીને તેનું કડક પાલન કરવું.

-ફોન ઉપર સતત મેસેજ મોકલવા અને લાંબી વાતો કરવાથી બચવું. એના કરતા કોઇ મિત્ર સાથે સામે બેસીને વાતો કરવી.

-પોતાને વારંવાર પ્રશ્ન કરો કે ફોનનો આટલો બધો ઉપયોગ કરવો શા માટે જરૂરી છે.

-ફોનને ઘણીવાર સાઇલેન્ટ મોડમાં મૂકી દો. ખાસ કરીને પરિવાર કે મિત્રો સાથે હો ત્યારે આ નિયમનું ખાસ પાલન કરો.

-કોઇપણ એસએમએસ કે અપડેટનો તરત જ જવાબ આપવાની આદત છોડો અને તમારી અનુકૂળતા પ્રમાણે જ જવાબ આપો.

-જો કોઇ મેસેજ કે ફોન કરવા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો, તે કર્યા પછી બ્રાઉઝિંગથી બચવું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !