નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપના લગ્ન સંબંધોને વધુ મજબૂત કરશે, 10 ટિપ્સ

 






લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં જે રોમાન્સ અને પેશન હોય છે, તે વહેલા-મોડાં ગાયબ થઇ જાય છે. વારંવાર પહેલાંનાં પેશનને યાદ કરી ઉદાસ ન થાવ કે હવે સંબંધ પહેલાં જેવો નથી રહ્યો. પણ જુની વાતો યાદ કરીને તમે તાજગી પણ અનુભવી શકો છો.

- એ વાત સાચી છે કે તમે જવાબદાર પતિ કે પત્ની છો, પણ તેનો અર્થ એ નથી કે તમે તમારી ઓળખ જ ગુમાવી દો. જો તમારા સાથીદાર લગ્ન પહેલાંના શોખ સામે વાંધો ન લે તો એ શોખને ફરીથી જાગૃત કરો.

- બંને ભલે એકસાથે ઘણો સમય સાથે વીતાવો, પણ થોડો સમય માત્ર પોતાની જાત સાથે વીતાવો. એટલે કે થોડો સમય માત્ર અને માત્ર પોતાના માટે જ ફાળવો. કેટલીક વાર વધારે પડતી નિકટતા પણ મુશ્કેલી સજેઁ છે.

- સાથીદાર સાથે સંવાદહીનતાની સ્થિતિ ઉત્પન્ન ન થવા દો. વાતચીત ઓછી થતાં થતાં સાવ બંધ થઇ જશે તો બંને વચ્ચે ક્યારેક ટેન્શન ઉત્પન્ન થઇ શકે છે. ખરેખર તો એકબીજા પ્રત્યેની નારાજગી અને ગુસ્સો કોઇ પ્રકારના અપશબ્દો ઉચ્ચાર્યા વિના વ્યક્ત કરો.

- કેટલાક દંપતી એક-એક પૈસા માટે ઝઘડ્યા કરતાં હોય છે. જોઇન્ટ એકાઉન્ટ હોય એ સારી બાબત છે, પણ પોતાની સંપૂર્ણ આર્થિક આઝાદી નષ્ટ ન કરી દો.

- દંપતી વચ્ચે બોલાચાલી કે ઝઘડો થાય એ સ્વાભાવિક છે, પણ તેનો ઉકેલ લાવવો અગત્યનું છે. દિવસનો અંત થતાં સુધીમાં ગમે તે રીતે ઝઘડાનો ઉકેલ લાવી દો.

- સાથીદારને તમારા પ્રત્યે શંકા કરવાની તક ન આપો. આવું ક્યારેય બને તો સાથે બેસીને ચર્ચા કરી હલ લાવો.

- બાળકોના ઉછેરની જવાબદારી સાથે મળીને નિભાવો.

- સાથે મળીને રજાનો આનંદ માણો. ભલે નોકરી કરતાં હો, પણ રજામાં ફરવા નીકળી પડૉ.

- એકબીજાની ખામીને સ્વીકારો. ક્યારેય મહેણાં ન મારો.

-સંબંધમાં અંગત ઉષ્મા પણ જાળવી રાખો, એકબીજાથી નારાજ હો તો પણ અંગત સંબંધમાં અંતર ન આવવા દો.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી