નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે આપ કેળાની છાલથી આપના ઘરનું પાણી શુદ્ધ કરી શકો છો...!

 
ચાંદીનાં વાસણો અને એમાંથી બનેલી અન્ય સજાવટની વસ્તુઓ ઉપરાંત ચામડાના બૂટને ચમકાવવાના કામમાં આવતી કેળાની છાલ હવે વોટર પ્યુરિફાયરનું કામ પણ કરશે. તે પણ ખનન પ્રક્રિયા, ઔધ્યોગિક ઉત્પાદનથી દૂષિત પાણીને સ્વચ્છ કરશે. આ પદ્ધતિનો કોઇપણ સ્થળે ઉપયોગ કરી શકાય છે.

-પાણીને કેવી રીતે સાફ કરશે
કેળાની છાલમાં નાઇટ્રોજન, સલ્ફર અને કાર્બોકિસ્લક એસિડ જેવા ઓર્ગોનિક તત્વો હોય છે. જેમાં નેગેટિવ ચાજર્ડ ઇલેકટ્રોન હોય છે. જે પાણીમાં મળી આવતી લેડ અને કોપર જેવી ધાતુઓને પોતાની તરફ ખેંચવાનું કાર્ય કરે છે.

એનું કારણ એ છે કે લેડ, કોપર કે એના જેવી બીજી અન્ય ધાતુઓમાં પોઝિટિવ ચાજર્ડ ઇલેકટ્રોન હોય છે. આ રીતે છાલ પ્રદૂષિત પાણીમાંથી જ ઝેરી ધાતુઓને અલગ કરવાનું કામ કરે છે.

-સિન્થેટિક મટિરિયલ કરતાં શ્રેષ્ઠ
કેળાની છાલમાં રહેલાં આ ગુણને શોધવાનું કામ કરનારા બ્રાઝીલના શોધકર્તા ગુસ્તાવ કાસ્ત્રો અને એમની ટીમે એ પણ જાણ્યું કે આ છાલ પાણી સાફ કરવા માટેના અન્ય સિન્થેટિક મટિરિયલ કરતાં પણ વધારે સારી છે. કેળાની છાલ દ્વારા લગભગ ૧૧ વખત દૂષિત પાણીને સાફ કરી શકાય છે.

-અસરકારક પદ્ધતિ
ખાણ, ઔધ્યોગિક ઉત્પાદન અને અન્ય કારણોથી દૂષિત થતાં પાણીને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ ફકત ખર્ચાળ જ નહીં પણ તેના દ્વારા પૂરેપૂરી રીતે પાણીની શુદ્ધતા પણ મળતી નથી. એનું એક મોટું અને મુખ્ય કારણ એ છે કે પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતા સિન્થેટિક મટિરિયલમાં જ ઘણાબધા પ્રકારના ઝેરી તત્વો જોવા મળે છે.

જેના કારણે પાણીમાં આ તત્વો રહી જવાના કારણે પાણી સંપૂર્ણ રીતે શુદ્ધ થતું નથી.

-આગળ શું?
શોધકર્તાઓની ઇચ્છા આ પદ્ધતિને મોટાપાયે ઉપયોગમાં લેવાની છે. કેળાની છાલની સાથે બીજા મટિરિયલને પણ ભેળવવા માગે છે. એનું કારણ એ કે કેળાની છાલથી લેડ અને કોપર જેવી ધાતુઓને અલગ કરવામાં સફળતા મળી ગઇ છે પણ તે સિવાય પણ બીજા ઘણા ઝેરી પદાર્થો પાણીમાં રહી જાય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને હવે એવા મટિરિયલનો પણ ઉપયોગ કરવામાં આવશે જે આ ઝેરી પદાર્થોને પણ સાફ કરી શકે. આ જ કારણોસર ગુસ્તાવે જ્યાં સુધી પાણીને સંપૂર્ણ સ્વચ્છ કરવાના મટિરિયલની શોધ ન થઇ જાય ત્યાં સુધી લોકોને ઘરના પાણીને શુદ્ધ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરવાનું

-બીજી ટેક્નિકથી વીજળી ઉત્પન્ન થશે
અહીં એક બીજી ટેક્નિક દ્વારા કોલસા અને ધાતુની ખાણના દૂષિત પાણીમાંથી નીકળતા ઝેરી પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિનો પ્રયોગ પણ ચાલી રહ્યો છે. પેસિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના એન્વાયરમેન્ટલ એન્જિનિયસેg એક ડિવાઇસ બનાવી છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રદૂષણને દૂર કરીને વીજળી ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે.

-પ્રયોગ સફળ રહ્યો
આ પદ્ધતિ પર કરવામાં આવેલો શરૂઆતનો પ્રયોગ સફળ રહ્યો છે. ફ્યૂલ સેલ પ્રોટોટાઇપ ડિવાઇસને જ્યારે આયર્નથી દૂષિત થયેલા પાણીમાં રાખવામાં આવ્યું, ત્યારે પાણીમાં ભળેલા આયર્નથી ઇલેકટ્રોન અલગ કરી દીધું. સાથે જ આ પ્રક્રિયા દ્વારા વીજળી પણ ઉત્પન્ન કરી.

-આયર્નનો થશે ઉપયોગ
વીજળી બનાવવા ઉપરાંત ડિવાઇસથી અલગ થયેલા આયર્નનો ઉપયોગ પેંટ અને અન્ય ઉત્પાદકોમાં પણ કરી શકાય છે.

-ફેરફાર બાકી
આ ડિવાઇસ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. દૂષિત પાણીને સ્વચ્છ કરવા સિવાય મોટા પાયે વિધ્યુત ઉત્પાદન માટે ડિવાઇઝનો આકાર પણ મોટો કરવો પડશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !