નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખરેખરમાં, હવે તમે ટીવીને ફોલ્ડ કરીને રાખી શકશો

 
Advertisement
 
વૈજ્ઞાનિકોએ કવોન્ટમ ડોટ ટેક્નિક વિકસાવી છે, જેની મદદથી આમથી તેમ વાળી શકાય તેવા ટીવી સ્ક્રીન નિર્માણ કરી શકાશે

હવે તમે થ્રીડી ટીવીને ભૂલી જાવ રિસર્ચરે પ્રકાશ ફેંકનારા એવા ક્રિસ્ટલ તૈયાર કર્યા છે કે જેની મદદથી અત્યંત પાતળા ટીવી સ્ક્રીન બનાવવા શકય બનશે. આ ક્રિસ્ટલને કવોન્ટ્મ ડોટ્સ (કયૂડી) નામ આપવામાં આવ્યું છે.

*શું છે કવોન્ટમ ડોટ

કવોન્ટમ ડોટ રૂપી ક્રિસ્ટલનો આકાર આપણા એક વાળના એકલાખમા ભાગ બરાબર હોય છે. તેને અત્યંત સસ્તા સેમિ કંડકટર મટિરિયલથી બનાવવામાં આવે છે. જે અલ્ટ્રાવાયોલેટ અને વીજળીના સંપર્કમાં આવવાથી પ્રકાશ છોડે છે. તેના આકારમાં ફેરફાર કરીને પ્રકાશના રંગને નિયંત્રિત કરી શકાય છે.

બનશે સ્ક્રીન

વૈજ્ઞાનિકોએ અત્યંત ફલેકિસબલ પ્લાસ્ટિક શીટ પર તેને પ્રિન્ટ કરીને ખૂબ પાતળું ડિસ્પ્લે બોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે. આ ડિસ્પ્લે બોર્ડ જ એક સ્ક્રીનની જેમ કાર્ય કરશે. વાળી શકાય તેવા પ્લાસ્ટિકથી બનેલી હોવાને લીધે ન માત્ર કોઈ પણ આકારમાં તેને ઢાળી શકાય છે પરંતુ વાળીને તેને ગમે ત્યાં રાખી પણ શકાય છે.

*કયારે આવશે

વૈજ્ઞાનિકોને આશા છે કે, કવોન્ટમ ડોટ ટીવી સેટ આવતા વર્ષના અંત સુધીમાં બજારમાં હશે. જોકે, તેના ફલેકિસબલ વર્ઝનને માર્કેટમાં આવતા થોડા વધુ વર્ષોલાગશે. હકીકતમાં કવોન્ટમ ડોટ ટીવી આજના ફલેટ ટીવી જેવા જ હશે. પરંતુ રંગ અને પાતળાપણાને કારણે તે ઘણા આકર્ષક પણ હશે.

*આગળ શું?

ફલેકિસબલ ડિસ્પ્લે બોર્ડને ઓરડાના પરદા અને વોલપેપર પર પણ પ્રિન્ટ કરી શકાશે. તેની મદદથી તેનો સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકાશે. જોકે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિક શીટ કરતાં કોઈ અન્ય મટિરીયલ પર તેનો ઉપયોગ કરતાં પહેલાં ઘણા વધુ પ્રયોગો હજુ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !