નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શેઇમ... શેઇમ... સુરત, આ જોઇને જાપાનીઓ થયા નિરાશ

દિલ્હીથી મુંબઈ વચ્ચેની હાઇસ્પીડ ટ્રેનની શક્યતા ચકાસવા જાપાનથી ટેક્નિકલ ટીમ સર્વે કરવા આવી હતી, રોજ બપોરે ૧થી ૩ ઓફિસ નધિયાણતી છોડીને જતા રહેતા સ્ટેશન મેનેજર જાપાનીઓને પ્રભાવિત કરવા ખડેપગે સતત ફરજ પર હાજર રહ્યા, જાપાનીઓની ટકોર બાદ સફાઇ કર્મચારીઓને દોડાવ્યા

દિલ્હીથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવવાના પશ્ચિમ રેલવેના અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શક્યતાઓ ચકાસવા માટે શનિવારે બપોરે ૨.૦૦ વાગ્યે જાપાનની ટેક્નિકલ ટીમ સુરત સ્ટેશનની મુલાકાતે આવી હતી, જે સ્ટેશન પરની સુવિધાઓ તેમજ મુંબઇના ટ્રેકની ક્ષમતાનો સરવે કરવા માગતી હતી. જોકે, જાપાનીઓ સુરત સ્ટેશન પર ફેલાયેલી ગંદકી જોઈ નિરાશ થયા હતા. સુરક્ષા સંબંધે પણ જાપાનીઓએ શંકા વ્યક્ત કરતાં રેલવે સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

રોજ બપોરે ૧.૦૦થી ૩.૦૦ દરમિયાન ઓફિસને નધણિયાતી છોડીને ગાયબ રહેતા સુરત રેલવે સ્ટેશનના મેનેજર દીપક મટ્ટાઈ અને એઆરઓ એચ.ડી. મીણા જાપાનીઓની સેવામાં ખડેપગે ફરજ બજાવવા લાગી ગયા હતા. જાપાનીઓ અને સિનિયર અધિકારીઓને પ્રભાવિત કરવા આ બંને સ્થાનિક અધિકારીઓએ સફાઇ કોન્ટ્રાક્ટરને ખખડાવીને તાકીદે સફાઈ કરવા સૂચના આપી હતી. આમ, ફરી એકવાર માત્ર સાહેબોને ખુશ રાખવા જ રેલવે સ્ટાફ કામ કરતો હોવાનું સાબિત થયું હતું.

પ્રજાએ સહેવી પડતી દુવિધા અંગે રેલવેને કોઇ જ ચિંતા નથી. દરમિયાન સ્થિતિ જોઈ જાપાની પ્રતિનિધિમંડળ નિરાશ થયું હતું અને ખૂબ મોટા સુધારાની આવશ્યકતા અંગે ચિંતા વ્યક્ત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ શરદ ચંદ્રયાને જણાવ્યું હતું કે દિલ્હીથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનું પશ્ચિમ રેલવેનું આયોજન છે.

જાપાનમાં આવી જ હાઇસ્પીડ ટ્રેનો દોડે છે. તેથી આ યોજનાને સાકાર કરવા માટે જાપાનની ટેક્નિકલ ટીમની મદદ લેવાઈ છે. તેઓ હાલ સરવે કરી રહ્યા છે. દિલ્હી અને મુંબઈ વચ્ચે સુરત ખૂબ જ અગત્યનું સ્ટેશન છે. તેથી શનિવારે પાંચ સભ્યોનું જાપાની પ્રતિનિધિમંડળ સુરતની મુલાકાતે આવ્યું હતું. તેઓ રિપોર્ટ રજુ કરે ત્યાર બાદ જ તેમનો મત જાણી શકાશે અને તેને આધારે જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી