નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

.....તો સ્થાયી થવા માટે ગુજરાત જેવું શ્રેષ્ઠ સ્થળ એકેય નથી!


 
 
સવાલ:હું એમ.કોમ. તથા એમ.બી.એ. છું અને મને વાર્ષિક બે લાખ પચાસ હજારના પગારથી સેમી ગવર્નમેન્ટ કંપનીમાં ચાર વર્ષનો અનુભવ છે. હું ભારતમાં રહી એચ.આર. (હ્યુમન રિસોર્સ)માં આગળ વધવા માગું છું. મારે ડેન્માર્ક જઇ પર્મેનન્ટ સ્થાયી થવું કે ભારતમાં રહી આગળ ભણવું કે નોકરી કરવી તેનો જવાબ વિસ્તારથી જણાવશો?

જવાબ:તમારા એજ્યુકેશનની બે માસ્ટર ડિગ્રી તથા નોકરીનાં ચાર વર્ષનું ટોટલ કરીએ તો તમારી ઉંમર પ્રમાણે તમારું ફેમિલી પણ હોઇ શકે. તમે તે બાબતની વિગત આપી નથી. ડેન્માર્ક કરતાં તમારી ડિગ્રી અને અનુભવ અન્વયે તમારે કેનેડાના પી.આર. માટે પ્રયત્ન કરવો ઉચિત ગણાશે કારણ કે કેનેડામાં ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ હશે તો ચાલશે, પરંતુ ડેન્માર્કમાં ઇંગ્લિશ ઉપરાંત ત્યાંની ડચ ભાષા આવડે તો વધુ સુગમતા રહે.

એ જ રીતે કેનેડામાં કયુબેક વગેરે જગ્યાએ મને કેનેડાના પ્રવાસ વખતે અનુભવ થયેલો કે ફ્રેન્ચ ભાષા જાણકાર માટે બીજા કરતાં વધુ અવકાશ છે. મારા મંતવ્ય પ્રમાણે જો ભવિષ્યમાં તમારી માસિક આવક રૂપિયા ચાલીસથી પચાસ હજાર હોય, ઘરનું ઘર હોય, એકાદ વાહન હોય, નોકર-ચાકર હોય તથા વ્યવસાય નોકરી અને સમાજ તથા મિત્રવર્તુળમાં સારી પ્રતિષ્ઠા હોય તો ગુજરાત રાજ્ય જેવું આખી દુનિયામાં રહેવા માટે એક પણ રાજ્ય નથી અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ વગેરે જેવાં શહેરો ક્યાંય નથી.

સવાલ:હું ૧૭ વર્ષની વિદ્યાર્થિની છું અને મારી એફ-૪ની પિટિશન જૂન-૨૦૦૧ની છે. જો એકાદ વર્ષ પછી વિઝા કોલ આવે તે પહેલાં એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઇ લઉં તો મારો અભ્યાસ ગ્રીનકાર્ડ લઇને ભારતમાં પૂર્ણ કરી શકું કે નહીં?

જવાબ:તમે કોઇ પણ જાતની ચિંતા કે વિચાર કર્યા વગર એડમિશન લઇ લો અને ભારતની એન્જિનિયરિંગની ડિગ્રી તમને ગ્રીનકાર્ડ હોલ્ડર તરીકે અમેરિકામાં આગળ ભણવા તથા જોબ માટે અનુકૂળ રહેશે. રહી વાત ગ્રીન કાર્ડ મલ્યા પછી ભારતમાં ડિગ્રી માટે કેટલાંક વર્ષ રહેવું પડે તેનો ઉપાય પણ છે, જેથી તમારું ગ્રીનકાર્ડ ચાલુ રહે અને અમેરિકા પણ જઇ શકો, તે માટે લાંબી ચર્ચા કરવી પડે તેમ હોઇ મને ફોન ઉપર પૂછી લેશો.

સવાલ:મારો પુત્ર સ્ટુડન્ટ વિઝા ઉપર બે વર્ષનો એમ.એસ. ઇન ફાર્મા.નો કોર્સ પૂરો કર્યા પછી એક દવાની કંપનીમાં એક વર્ષથી ઓપરેશન ટ્રેનિંગ કરી રહ્યો છે. તેને મારી પુત્રીનાં લગ્નપ્રસંગે બે વીક માટે બોલાવવા ઇચ્છીએ છીએ, તો તે જ્યારે અમેરિકા પાછો જાય ત્યારે ત્યાંના એરપોર્ટ ઉપર એવું કહીને એન્ટર થવાની મનાઇ ફરમાવી શકે કે તમારો બે વર્ષનો અભ્યાસ પૂરો થઇ ગયો છે તેથી તમારે હવે યુ.એસ.એ.માં રહેવાની જરૂર નથી. શું માત્ર પુત્રને પરત જવામાં મુશ્કેલી પડે?

જવાબ:થોડી ઘણી મુશ્કેલી ઉપસ્થિત થઇ પણ શકે. જો તેનાં પેપર્સ, વિઝા તથા સવાલોના જવાબ બધું જ વ્યવસ્થિત અને બરાબર હોય તો એરપોર્ટના ઇમિગ્રેશન ઇન્સપેક્ટર ઉપર આધાર છે. અથૉત્ તે જે નિર્ણય લે તેના ઉપરથી નક્કી થાય. ટૂંકમાં પૂરેપૂરી તૈયારી રાખીને ઇન્ડિયા બોલાવશો.

સવાલ:મારી ઉંમર ૪૨ વર્ષ છે અને બી.એસસી. એલએલ.બી. છું. ગુજરાત સરકાર કલાસ-૨માં અધિકારી છું અને કેનેડાના પી.આર.માં રસ છે, પરંતુ પોઇન્ટ સિસ્ટમ પ્રમાણે જરાક માટે રહી જવાય છે. આ સંજોગોમાં બીજી કોઇ રીતે અથવા કઇ કેટેગરીમાં એપ્લાય કરી શકાય?


જવાબ:૨૯ કેટેગરી સિવાય બીજી કેટેગરી છે જ, માટે તમે એપ્લાય કરી શકો. જો તમારો રેઝ્યુમે-બાયોડેટા મને મોકલી આપો તે જોયા પછી કેટેગરી નક્કી કરી શકાય.

સવાલ:મારા ભાઇએ એફ-૪ની પિટિશન ૨૦૦૮માં કરી છે. મારી દીકરી એચ-૪ ઉપર અમેરિકામાં છે. મારા પતિ ડોક્ટર છે અને દીકરો મેડિકલમાં ભણે છે. અમારે વિઝિટર વિઝા માટે એપ્લાય કરવું જોઇએ?

જવાબ:ના, જેની ઇમિગ્રેશનની પિટિશન પેન્ડિંગ હોય તેને જવલ્લે જ વિઝિટર વિઝા મળે. વિઝાના ફોર્મમાં એક પ્રશ્નનો જવાબ લખવો પડે છે કે તમારી ઇમિગ્રેશન માટે પિટિશન ફાઇલ થયેલી છે કે નહીં. તમામ સલાહકારો આ હકીકત જાણતા હોવા છતાં ફોર્મ ભરવાની ફી લઇ વારંવાર એપ્લાય કરાવી મુંબઇનો ખોટો ખર્ચો કરાવે છે. મારા મંતવ્ય પ્રમાણે ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. તેમ છતાં જો કોઇ અનિવાર્ય કારણો કે સંજોગો માટે અમેરિકા જવું જ પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઇ હોય તો જ જરૂર એપ્લાય કરાય.

સવાલ:મને એક જોબ પ્લેસમેન્ટ સાઇટ દ્વારા લોજિસ્ટિકસ કંપનીમાં ઇન્ટરવ્યૂ વગર ચેનલ આઇલેન્ડ એન્ડ ફોલ્સ યુ.કે. ટેરીટરીમાં જોબ મળી ગઇ. હવે તેઓ જર્સી સ્ટેટના પોલીસ ક્લિયરન્સ ડોક્યુમેન્ટ માટે પૈસા માગે છે અને ૩-૪ દિવસમાં જ જવાબ આપવો જરૂરી છે, પરંતુ મને આ કંપની માટે શંકા છે. તેથી મારે તમને તાત્કાલિક મળવું ખૂબ જ જરૂરી છે તો મને આપનું એડ્રેસ આપી શકો?


જવાબ:તમારી સાથે ખુલ્લેઆમ ચીટિંગ થઇ રહ્યું છે. તમે આવા બેઇમાની ઠગને એક પણ રૂપિયો આપતા નહીં કારણ કે તમને જોબ યુ.કે.માં આપવાની લાલચ આપે છે અને પોલીસ ક્લિયરન્સ જર્સી સ્ટેટનું આપવાનું કહે છે. જ્યારે તમે રેસિડન્ટ અને લિગલ ડોમિસાઇલ અમદાવાદના છો. બીજું, તમને બધું જ ફીમાં આપવાનું કહી પૈસા તો માગે જ છે.

થોડી કોમન સેન્સનો ઉપયોગ કરો તો સમજાશે કે આ ફ્રોડ અને ચીટિંગ છે. હું મારા અત્યંત પ્રિય વાચકોને હંમેશાં ઘંટ વગાડીને કે એલાર્મ કરીને કે જાગ્રત કરીને ચેતવું છું કે લોભામણી-બનાવટી જાહેરાતોની માયાજાળમાં ફસાતા નહીં. તેમ છતાં ધુતારા લોભિયાને છેતરી ભૂખે મરતા નથી. મને મળવાની બિલકુલ જરૂર નથી. તમે અગમચેતી વાપરી હજારો રૂપિયા બરબાદ કરતા બચી ગયા છો. પૈસા આપતા નહીં.

સવાલ:મારી એફ-૪ની પિટિશન ૨૦૦૩ની છે. મને હજી બીએમબી નંબર મળ્યો નથી. આ બીએમબી નંબર એટલે શું? મારી પિટિશન વખતે મને એક દીકરી હતી એનું તેમાં નામ છે, પરંતુ ત્યાર બાદ બીજી દીકરી જન્મી. તેનું નામ રજિસ્ટર કેવી રીતે કરવું? તમારો કોન્ટેકટ કેવી રીતે થાય?


જવાબ:જેમ એરલાઇન્સમાં મુંબઇ ડેસ્ટિનેશન હોય તો બીએમબી અથવા દિલ્હી હોય તો ડીએલએચ વગેરે સંજ્ઞા દરેક સિટી માટે વપરાય છે, તેમ ઇમિગ્રેશનમાં તમારાં પેપર્સ પ્રોસેસ થઇ જાય પછી તમે જે કોન્સ્યુલેટની હકૂમતમાં ઇન્ટરવ્યૂ આપવાના હોય તે ઓફિસનો કોર્ડવર્ડ આપવામાં આવે. તમારા કેસમાં તમે ગુજરાતમાં રહેતા હોઇ, તમારા કેસનો ઇન્ટરવ્યૂ મુંબઇમાં સુગમ પડે. તેથી તમારો કેસ નંબર બીએમબી
એક અરજીથી દાખલ થઇ શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !