નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માઉસનો આ રીતે ઉપયોગ કરોને કામની સ્પીડ વધારો


 
સવારમાં સૌથી પહેલાં બધાં અખબાર પર ફટાફટ નજર નાખી લેવી હોય તો? હાજર છે મિડલ સ્ક્રોલ બટન! ફોલ્ડર પર એક ક્લિક કરશો એટલે એ ફોલ્ડરમાંની તમામ લિંકસ જુદી જુદી ટેબમાં એક સાથે ઓપન થવા લાગશે.

ચશ્માં નાકની દાંડીએ હોય અને તમે આખા ઘરમાં શોધતા હો એવું તમારી સાથે બન્યું છે? ઘણા સાથે બનતું હોય છે. એમાં સવાલ યાદશક્તિનો નથી હોતો, બેધ્યાનપણાનો હોય છે. તમારું ધ્યાન ખરેખર ચશ્માં શોધવામાં હોય જ નહીં!

કશુંક સાવ આપણી નજર સમક્ષ હોય અને આપણું પૂરતું ધ્યાન એના પર જાય નહીં એનું બીજું એક સરસ ઉદાહરણ આપણા કમ્પ્યુટરના માઉસનું સ્ક્રોલ બટન છે. તમે ઓપ્ટિકલ માઉસ વાપરતા હશો તો એ તમારા માઉસમાં હશે જ અને તમે એનો પેજ ઉપર-નીચે એટલે કે સ્ક્રોલ કરવાથી ખાસ વધુ ઉપયોગ નહીં કરતા હો એની પણ ગેરંટી! આ સ્ક્રોલ બટન ખરેખર કેટલુંક કામઢું છે? ચાલો જાણીએ...

જોકે પહેલાં આ માઉસની થોડી હિસ્ટ્રી જાણી લઈએ. તમને યાદ હોય તો પહેલાં પેલા દડાવાળાં માઉસ આવતાં. માઉસપેડની ધૂળ એ દડા પર ચોંટે અને માઉસ ગાંઠે નહીં એટલે દડો કાઢીને સાફ કરવો પડતો. છેક ૧૯૫૨માં તેની શોધ થઈ હતી, પણ એક મિલિટરી પ્રોજેક્ટ માટે તેનો ઉપયોગ થતો હોવાથી તેની પેટન્ટ લેવાઈ નહોતી. ૧૯૬૩માં સ્ટેન્ફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડગ્લસ એન્જલબર્ટ નામના એક સંશોધકે બિલ ઇંગ્લિશ નામના સહયોગીથી મદદથી આવું જ સાધન બનાવ્યું અને એને પૂંછડી જેવો કેબલ હોવાથી એને માઉસ નામ આપ્યું.

તેમણે પોતાની શોધની પેટન્ટ તો લીધી, પણ પીસીમાં આ માઉસ અનિવાર્ય થઈ પડ્યાં એ જમાનાની શરૂઆત પહેલાં જ તેમની પેટન્ટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ એટલે એમને ખાસ કોઈ લાભ મળ્યો નહીં! વાસ્તવમાં એન્જલબર્ટ માનવીની મગજશક્તિનો પૂરો લાભ ઉઠાવતા એક મોટા પ્રોજેક્ટ પર કામ કરતા હતા અને એની આડપેદાશ તરીકે આપણા માઉસ મિત્રની શોધ થઈ. જેમ વાનરમાંથી માનવ બન્યો તેમ માનવ કરતાં ઝડપી વિકાસ સાધી શકનારા આ માઉસની પૂંછડી પણ હવે ગાયબ થવા લાગી છે અને કોર્ડલેસ માઉસ આવી ગયાં છે!

તો હવે ફરી મૂળ વાત પર, મિડલ સ્ક્રોલ બટન પર આવીએ. જો તમે નેટ સફિઁગ કરતા હો, અને સારા એવા ઊંડા ઊતરતા હો તો મોટા ભાગે તમે ૮-૧૦ કે તેથી વધુ ટેબ્સમાં વેબસાઇટ્સ કે પેજિસ ઓપન કરી રાખતા હશો. પછી વધુ પડતાં ટેબ્સ થઈ જાય ત્યારે તમે વારાફરતી એમને બંધ કરવાનું શરૂ કરો. આ માટે તમારે માઉસથી બરાબર નિશાન લઈને પેલી નાનકડી ચોકડી પર ત્રાટકવું પડે. પછી લેફ્ટ બટન પ્રેસ કરો એટલે એ ટેબ બંધ થાય. હવે જો તમે સ્ક્રોલ બટનનો ઉપયોગ કરો તો આખી ટેબમાં ગમે ત્યાં ક્લિક કરવાથી ટેબ બંધ થશે, તરત જ!

તમે બ્રાઉઝરના બુકમાકર્સનો ઉપયોગ કરતા હશો અને પ્રમાણમાં સારા એવા ઓર્ગેનાઇઝડ હશો તો જુદાં જુદાં ફોલ્ડર બનાવીને તેમાં બુકમાર્ક સેવ કરતા હશો. જેમ કે ન્યૂઝ નામના ફોલ્ડરમાં જુદાં જુદાં અખબારની લિંક સેવ કરી રાખી શકાય (સારો આઇડિયા છેને?). હવે સવારમાં સૌથી પહેલાં બધાં અખબાર પર ફટાફટ નજર નાખી લેવી હોય તો? ફરી મદદે હાજર છે મિડલ સ્ક્રોલ બટન! ફોલ્ડર પર એક ક્લિક કરશો એટલે એ ફોલ્ડરમાંની તમામ લિંકસ જુદી જુદી ટેબમાં એક સાથે ઓપન થવા લાગશે.

તમે કોઈ પેજ પર હો અને તેમાં આજુબાજુ જોવા મળતી કેટકેટલીય લિંકમાંથી કોઈએ તમારું ધ્યાન ખેંચ્યું અને તમને થયું કે આટલુંક વાંચી લીધા પછી એ લિંક પણ જોઈ લેશું. એ લિંક ભુલાઈ ન જાય એટલે મોટા ભાગે તમે એ લિંક પર માઉસના જમણા બટનથી ક્લિક કરી ઓપન ઇન ન્યૂ ટેબ કે વિન્ડોની લિંક પર ક્લિક કરશો.

હવે બ્રાઉઝર સ્માર્ટ થયાં છે એટલે મૂળ પેજ ઓપન રાખીને બેકગ્રાઉન્ડમાં નવી ટેબ ઓપન કરે છે, બાકી તો ધરાર તમને નવી ટેબ પર લઈ જતાં. જો તમે બીજી લિંક પર માઉસના ડાબા બટનથી ક્લિક કરો તો તમારા મૂળ પેજને બદલે એ નવી લિંક ઓપન થવા લાગે. આથી, આવી ડાબા-જમણાની માથાકૂટમાં પડ્યા વિના વચલો માર્ગ પકડો - સ્ક્રોલ બટનથી ક્લિક કરશો તો એક જ ક્લિકકે એ નવી લિંક નવી ટેબમાં, બેકગ્રાઉન્ડમાં ઓપન થશે.

આ બધી તો તમે નેટ સફિઁગ કરતા હો ત્યારની વાત થઈ, તમે વર્ડ કે એક્સેલ જેવા પ્રોગ્રામમાં હો તો, પેજ સ્ક્રોલ કરવા માટે તો તમે સ્ક્રોલ બટનનો ઉપયોગ કરતા હશો, પણ જો ઓછી-વધતી ઝડપે તમારે પેજ સ્ક્રોલ કરવાં હોય તો પેજ પર ગમે ત્યાં મિડલ બટનથી પ્રેસ કરો અને બટન દબાવી રાખો. હવે તમે માઉસને જેમ ઉપર કે નીચે લઈ જશો તેમ, તેટલી વધુ કે ઓછી ઝડપથી પેજિસ સ્ક્રોલ થવા લાગશે.

 

 
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી