નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાયન્સની એવી વાતો, જે ખરેખરમાં જાણવા જેવી..!


 
 
ઇંગ્લિશમાં એક સરસ એક્સપ્રેશન છે, ‘લાઇફ નેવર સીઝીઝ ટુ અમેઝ મી’, જેનો કાચોપાકો અનુવાદ એવો થાય કે ‘જિંદગી એવી મજાની છે કે પળે પળે મને નવું વિસ્મય આપતાં અટકવાનું નામ લેતી નથી!’ઇન્ટરનેટનું પણ કંઈક એવું જ છે. કઈ રીતે, એવો સવાલ થયો? જરા ધીરજ ધરો! કોઈ પણ વર્ષનું પહેલું અઠવાડિયું મિશ્ર લાગણીઓનું વર્ષ હોય છે.

એક તરફ નવા વર્ષનો રોમાંચ અને ઉત્સાહ હોય, કંઈકેટલુંય નવું કરી નાખવાના ઠરાવો કરી નાખ્યા હોય અને આખું વર્ષ એનું પાલન ટકાવી રાખવાની હોંશ હોય અને બીજી તરફ જે વીતી ગયું એ વર્ષની યાદો હોય - ભાતીગળ યાદો! ઘણું બધું ગમ્યું હોય એવું બન્યું હોય, ઘણું બધું જીવનભર દિલમાં સચવાઈ રહે એવું બન્યું હોય, તો કેટલુંક જલદી ભુલાય તો સારું એવું ઇચ્છતા હોઈએ પણ દિમાગમાંથી ખસવાનું નામ લેતું ન હોય! આવી એકબીજાથી બિલકુલ અલગ એવી મિશ્ર પ્રકારની લાગણીઓ સામાન્ય રીતે જુની તસવીરો જોતાં પણ થતી હોય.

જેણે પ્રેમથી આપણે સાચવ્યા એ જુનું ઘર, જ્યાં ગોઠણો છોલાયા એ જુનું આંગણ, જ્યાં કોઈનો પહેલો મીઠો સ્પર્શ પામ્યા એ રૂમ, જ્યાં દીકરીનું ઘોડિયું ઝૂલતું એ ખૂણો, જ્યાં જુની યાદો વાગોળી ને ભાવિનાં સપનાં જોયાં એ બગીચાનો બાંકડો... આવું તો કેટલુંય આપણા સૌના જીવનમાં કંઈક ખાસ ક્ષણોની ભેટ ધરીને વીતી જતું હોય છે. આપણામાંના મોટા ભાગના લોકો વર્ષો પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ રોલવાળા કેમેરા હતા એ જમાનાથી એ બધી ક્ષણો અને એ બધા માહોલને તસવીરમાં કેદ કરતા આવ્યા છે.

પણ, ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એ ક્ષણ ભલે વીતી ગઈ, પણ એ માહોલ, એ સેટિંગ્સ હજી લગભગ યથાવત્ હોય અને એમાં એ ક્ષણને ફરી જીવંત કરી હોય તો? ઘર હજી એ જ હોય પણ રંગો બદલાઈ ગયા હોય, બગીચોનાં વૃક્ષો હજી એ જ હોય, પણ બાંકડો બદલાઈ ગયો હોય, તો? એ વીતેલા સમયને આજના માહોલમાં ફરી તાજો કરીએ તો? આપણે ફોટોગ્રાફ લઈએ છીએ, સમય મળ્યે આલ્બમ્સ ઉથલાવીએ પણ છીએ, પણ જુની યાદોને નવા સમય સાથે સરખાવી જોવાનો વિચાર ભાગ્યે જ કોઈને આવતો હશે (કેટલાંક અખબારોમાં ક્યારેક આવો વિભાગ જોવા મળી જાય છે, એ અપવાદ).

આ દુનિયાના કોઈ ખૂણે વસતી કોઈ વ્યક્તિને આવો વિચાર આવ્યો અને એમાંથી સર્જાઈ એક સરસ વેબસર્વિસ - ડીયરફોટોગ્રાફ! આ વેબસાઇટ (http://dearphotograph.com) પર અનેક લોકો, તેમની જુના સમયની તસવીરને આજના સમયની સ્થિતિમાં લગભગ એ જ એંગલમાં ગોઠવીને નવી તસવીર લે છે અને ચાર-પાંચ વાક્યોમાં એ તસવીરને લગતી પોતાની લાગણીને વહેતી મૂકે છે.

જેમ કે એક બહેને ૧૯૪૨માં મુંબઈના ફોર્ટ જેવા વિસ્તારના કોઈ બિલ્ડિંગ પાસે ચાલીને જતી પોતાની મમ્મીની સેપિયા ટોનની તસવીર, એ જ બિલ્ડિંગના બેકગ્રાઉન્ડમાં જુના એંગલમાં જ ગોઠવીને ખેંચેલી નવી તસવીર ડીયરફોટોગ્રાફ પર પોસ્ટ કરી છે અને સાથે નોંધ મૂકી છે કે ‘મને તક મળે તો હું મમ્મી પાસે જઈ પહોંચું અને પૂછું કે હું તારી સાથે ફરી થોડું ચાલી શકું?’

ઇન્ટરનેટ નેવર સીઝીઝ ટુ અમેઝ મી - કહેવાનું કારણ આ જ છે, આપણી વિશાળ દુનિયાના ખૂણેખાંચરે કેટલા ભાતભાતના લોકો વસે છે અને કેટકેટલી અલગ અલગ રીતે સૌ પોતાના દિલની વાત ઇન્ટરનેટના માધ્યમથી શેર કરે છે એ જાણવા માટે ઇન્ટરનેટથી વિશેષ શક્તિશાળી માધ્યમ કદાચ બીજું કોઈ નથી. ડીયરફોટોગ્રાફ એનું વધુ એક ઉદાહરણ છે!

એક આડ વાત - નવાંસવાં લગ્ન થયાં હોય એવા મિત્રના ઘરે જતાં મોટા ભાગના લોકોને ડર લાગતો હોય છે - જઈએ એટલે તરત લગ્નના ફોટોગ્રાફનું આલ્બમ પકડાવી દેવામાં આવે અને આપણે જેમને બિલકુલ ઓળખતા ન હોઈએ એવા લોકોના ફોટોગ્રાફ જોઈને મોં મલકાવતા રહેવું પડે. ડીયર ફોટોગ્રાફ સાઇટ પર પણ સ્વાભાવિક રીતે પરદેશના લોકોએ મૂકેલી તસવીરો જ છે, એ સૌ આપણા માટે સાવ અજાણ્યા છે, પણ મોટા ભાગની તસવીરો એમાં રહેલી નવીનતા અને વ્યક્ત થતી નાજુક લાગણીઓને કારણે આપણું ધ્યાન સતત ખેંચી રાખે છે.

આ કોલમમાં મોટા ભાગે આપણે જુદી જુદી સાઈટ પર જઈને ત્યાં કશુંક કરવાની વાત કરતા હોઈએ છીએ. આ વખતે, તમે સાઇટ પર જઈને પોસ્ટિંગ કરવાને બદલે તમારી પોતાની જૂની તસવીરોને નવા માહોલમાં ફરી ફ્રીઝ કરશો તો વધુ મજા આવશે.

www.cybersafar.com

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી