નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગણતરીના કલાકોમાં ગમે ત્યાં પહોંચી શકશે ગુજરાતીઓ!

 
- ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે
- અમદાવાદ - ગાંધીનગર મેટ્રો રેલ શરૂ કરાશે
- ધોલેરા ખાતે ટ્રામ ટ્રેન દોડાવાની તૈયારી
- અમદાવાદમાં મોનોરોલ શરૂ કરવાની તાજવીજ
- અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન માટે બજેટમાં જાહેરાત કરવાની માંગણી
દેશમાં ગુજરાત રાજ્ય રોજે રોજ વિકાસની નવી દિશાઓ પકડી રહ્યું છે. રાજ્યનો ઉત્તરોત્તર વિકાસ વધતો જઇ રહ્યો છે, તેમાં માળખાકીય સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસનો સૌથી મોટો ફાળો છે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. ગુજરાતમાં મેટ્રો રેલ, રો-રો ફેરી સર્વિસ, મોનોરેલ, ટ્રામ ટ્રેન વગેરેના પ્રોજેક્ટો પર જેટ ગતિએ કામગીરી ચાલી રહી છે. તદ્ઉપરાંત ગુજરાતની સાથે જોડાતા ધોરીમાર્ગોનો જબ્બર વિકાસ થઇ રહ્યો છે. સિક્સલેન અને ફોરલેન હાઇવે ડેવલપ થઇ રહ્યા છે. તેમજ સૌથી અગત્યનો 6 રાજ્યોમાંથી પસાર થતો દિલ્હી-મુંબઇ કોરિડોરનો મોટો હિસ્સો ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે. તે પણ ગુજરાતના વિકાસમાં હરણફાળ ભરવામાં મદદરૂપ થશે. તો આવો આપણે એક નજર ગુજરાતના ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા પ્રોજેક્ટો પર એક નજર નાંખી લઇએ.

- ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થશેપ્રજાસત્તાક દિવસની આ વર્ષે ભાવનગરમાં ઉજવણી થવા જઇ રહી છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ અંતર્ગત ભાવનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલા ઘોઘા ખાતે ટર્મિનલ સર્વિસ માટે ખાતમૂહુર્ત કરવાના છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત હાલ ધોરી માર્ગે જે 360 કિલોમીટરનું અંતર થાય છે તે ઘટીને ફક્ત 31 કિલોમીટરનું થઇ જશે. જેનું અંતર કાપવામાં હાલ 6 થી 7 કલાક લાગે છે, તે ઘટીને ફક્ત દોઢ કલાક થઇ જશે. રો-રો ફેરી સર્વિસ માટે 296 કરોડ રૂપિયાના ખર્ચ આકાર લેશે. રો-રો ફેરી સર્વિસ અંતર્ગત એક ફેરીમાં 100 ટ્રક અને 1000 માણસોની અવર-જવર થઇ શકશે. રો-રો સર્વિસના લીધે ઇંધણના ખર્ચમાં બચાવ થશે તેની સાથો સાથ પ્રદૂષણમાં પણ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. તદ્ઉપરાંત રોડ અકસ્માતોમાં પણ ઘટાડો થશે. આની સાથે જ ગુજરાતની પ્રગતિમાં એક નવું સોપાન ઉમેરાશે.

- અમદાવાદ - ગાંધીનગર મેટ્રો રેલ શરૂ કરાશેઅમદાવાદ - ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલવેનો પ્રોજેક્ટ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મેટ્રો રેલવેને છેક મહાત્મા મંદિર સુધી લંબાવાશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં હવે પાટનગરના મહત્વના સ્થળોને પણ આવરી લેવાનો નિર્ણય લેવાતા હવે આ રૂટ વધુ લંબાવાયો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ શરૂઆતના તબક્કામાં ચાર હજાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો, જે અત્યારે હવે વધીને 10 હજાર કરોડને પણ આંબી જાય તેવી શક્યતા છે. બીજા તબક્કામાં અમદાવાદા-ધોલેરા (સ્પેશ્યલ ઇકોનોમિક રીજન) સુધી પણ મેટ્રો ટ્રેનનો રૂટ બનાવાયો છે.

- અમદાવાદમાં મોનોરોલ શરૂ કરવાની તાજવીજપબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે રૂપિયા પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી છે. આ માટેના કરાર ગયા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2011માં કરવામાં આવ્યા હતા. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના મેટ્રો પ્રોજેક્ટ માટે મેટ્રોલિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ માટે ખાસ કંપની ઊભી કરવામાં આવી છે. જેની રૂ.200 કરોડની સત્તાવાર મૂડી હશે જ્યારે રૂ.10 કરોડની પેઈડ-અપ કેપિટલ હશે. મેટ્રોમાં દૈનિક સત્તર લાખ પ્રવાસીઓ આવ-જા કરશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.

- અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન માટે બજેટમાં જાહેરાત કરવાની માંગણીભાજપના સાંસદોએ કેન્દ્રીય મંત્રીને ધ્યાન દોર્યું કે અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે થયેલા આર્થિક સક્ષમતા રિપોર્ટને રેલવે મંત્રાલય સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે તેને આગામી બજેટમાં સમાવાની જાહેરાત કરવી જોઇએ.

- ધોલેરા ખાતે ટ્રામ ટ્રેન દોડાવાની તૈયારીગુજરાત સરકારનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન (સર) છે. તેના અંતર્ગત રાજ્ય સરકાર ટ્રામ ટ્રાન્સપોર્ટના પ્રયોગની કલબમાં જોડાવાનું વિચારી રહી છે. રાજ્ય સરકારે કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોને શહેરના માધ્યમો સાથે જોડવા માટે વિચારી રહ્યા છે. આ અંગે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (યુડીડી)ના એક સીનિયર અધિકારીએ કહ્યું કે ટ્રામ ટ્રેન 110 સ્ટેશન પર ઉભી રહેશે, જ્યારે દરેક સ્ટેશન વચ્ચે અંદાજે એક કિ.મી.નું અંતર હશે. આ ટ્રામ રૂટ અંદાજે 110 કિલોમીટરનો હશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી