નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારા બ્લોગને populer કેવી રીતે બનાવશો ?

 
 
* પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો
* પોતાના બ્લોગ પર પણ છુટ આપો

બ્લોગ ઓનલાઇન જગતમાં લોકપ્રિય થવા અને પોતાની વાતને બીજા સુધી પહોંચાડવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બનીને સામે આવ્યું છે. આજ કારણોસર ચર્ચામાં રહેતી વ્યક્તિઓ અને સામાન્ય લોકો વચ્ચે બ્લોગ્ઝની લોકપ્રિયતા વધતી જાય છે. આવામાં જો તમે પણ તમારો બ્લોગ બનાવીને લોકો વચ્ચે લોકપ્રિય રહેવા માગતા હોવ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા બ્લોગ ગેમે તેટલું સારું કન્ટેન્ટ હોય તો પણ પ્રમોશન વગર તેને તેને હિટ મળવાની શક્યતા નથી.

-સોશિયલ મીડિયાની મદદ : ઓનલાઇન બધા જ એવા નૂસ્ખા હાજર છે. જેનાથી તમે તમારા બ્લોગને પ્રમોટ કરવામાં મદદ મળી શકે છે. જોકે, મોટાભાગે જોવા મળે છે કે, આપણે જ આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરતાં હોય છે. તમને ખબર હોવી જોઇએ કે તમારા બ્લોગની મુલાકાત લેતાં મોટાભાગના વિઝીટર્સ સોશિયલ મીડિયા દ્વારા જ આવે છે આ માટે જ પ્રમોશન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ઘણો જરૂરી છે. માત્ર તમારી પોસ્ટ બ્લોગ પર પબિ્લશ્ડ કરીને તેને ભૂલી ન જાવ પરંતુ એ બાબતે વધને વધુ લોકોને જાણકારી આપો તેમજ તમારી પોસ્ટ પર તેમનું મંતવ્ય પણ માંગો. આ બાબતે તમને સોશિયલ સાઇટ્સ મદદ કરશે.

આ ઉપરાત તમારે એ પ્રયત્ન પણ કરવો જોઇએ કે, લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને સામેલ કરવાનો પ્રયત્ન પણ કરો. આને લીધે લોકોને તમારો બ્લોગ વાંચવો ગમશે અને બ્લોગને મિત્રો અને ફોલોઅર્સ ને શેર કરશે.

આખો ખેલ લિંક પર : જ્યારે પણ તમે કોઈ વિષય પર તમારા બ્લોગ પર પોસ્ટ નાખો ત્યારે તેને સંબંધિત બીજા બ્લોગની લિંક પણ તમારી પોસ્ટમાં જરૂર નાખો. જેનાથી ન માત્ર તમારા રીડર્સ રાજી થશે પણ તે બ્લોગર રાજી થશે અને અભિનંદન આપશે જેની લિંક તમે તમારા બ્લોગ પર નાખો છો. પછીથી તે પોતાની પોસ્ટમાં તમારા બ્લોગની લિંક નાખતાં અચકાશે નહીં.

વખાણ કરો અને મેળવો : કોઇના બ્લોગ પર કમેન્ટ કરતી વખતે પોતાના નામની સાથે પોતાના બ્લોગનું યુઆરએલ આઇડી જરૂર લખો. જેનાથી એ બ્લોગના લેખક તેમજ ફોલોઅર્સને તમરા બ્લોગ વિશે ખબર પડશે અને તે તમારા બ્લોગ પર ચોક્કસ આવશે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી