નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શું જીવનમાં પ્રેમ કરતાં પૈસો વધારે મહત્વનો છે?

 
કેટલીક વાર યુવાનો અમુક યુવતી સાથે જ લગ્ન કરવાનો દુરાગ્રહ રાખે છે, જ્યારે યુવતીના મનમાં એના માટે સ્થાન ન પણ હોય.

પ્રશ્ન : અમારા સંબંધીનો દીકરો ઘણા સમયથી મારી સાથે લગ્ન કરવાનું કહે છે. મેં ક્યારેય એને એ દ્રષ્ટિએ જોયો નથી. હું એની સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી. મારે કેવી રીતે એને કહેવું?

ઉત્તર : જો આ વાતની જાણ તમારા પરિવારમાં કોઇને હોય તો તેમને કહો કે તમે ક્યારેય આ બાબતે વિચાર્યું નથી. એટલું જ નહીં, એ યુવાનને પણ સમજાવો કે એની સાથે તમે આવા સંબંધ માટે તૈયાર નથી. પરિવારજનો તમારી વાત સમજશે અને એને ના કહી દેશે.

પ્રશ્ન : મારી સગાઇના એક મહિના પછી એ યુવાન તરફથી ના કહી દેવામાં આવી. આથી મારા પરિવારની અને મારી સમાજમાં ઘણી વાતો થઇ. હવે આ વાતને લગભગ છ મહિના થવા આવ્યા પછી ફરી એ જ યુવાને મારી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી છે. મારે શું કરવું?

ઉત્તર : જે યુવાને પહેલાં તમારી સાથે લગ્ન કરવાની ના કહી અને હવે તમારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. એ યુવાન ભવિષ્યમાં ફરી નહીં જાય તેની કોઇ ખાતરી ખરી? આવા યુવાનનો ભરોસો કેટલી હદે કરી શકાય તે અંગે સમજાવવું પડે એટલા તમે નાનાં તો નથી જ. આમ છતાં જો તમારા પરિવારને અને તમને એનો વિશ્વાસ હોય તો ચોક્કસ એની સાથે લગ્ન કરો.

પ્રશ્ન : હું એક યુવતીને અત્યંત પ્રેમ કરું છું. એ યુવતીના બીજે લગ્ન કરવાની વાત ચાલે છે. મારી સાથેના પ્રેમની એના ઘરમાં સૌને જાણ છે, પણ તેઓ એટલા માટે ના કહે છે કે હું પૈસાદાર નથી. શું પ્રેમ કરતાં પૈસો વધારે મહત્વનો છે?

ઉત્તર : પ્રેમ કરતાં પૈસો વધારે મહત્વનો નથી, તો પૈસાનું મહત્વ પણ ઓછું તો નથી જ. તમારી પ્રેમિકાના પરિવારજનો પોતાની દીકરીનું હિત, ભવિષ્ય સુરક્ષિત હોય એમ ઇચ્છતાં હોય છે. તમે એમને એવી ખાતરી કરાવી આપો કે એમની દીકરી તમારી સાથે દુ:ખી નહીં થાય તો તેઓ તમારા લગ્ન કરાવી આપવા માટે રાજી થશે.

પ્રશ્ન : અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા લગ્નને હજી છ મહિના જ થયાં છે. મારા પતિ ઇચ્છે છે કે અમે અલગ રહેવા જઇએ. જ્યારે મને મારા સાસરિયાં સામે કંઇ વાંધો નથી. મારે એમને કેવી રીતે સમજાવવા?

ઉત્તર : સામાન્ય રીતે લગ્ન બાદ યુવતીઓ અલગ રહેવા જવાની વાત કરતી હોય છે, જ્યારે તમારા કિસ્સામાં એનાથી વિપરીત છે. દીકરો જ અલગ રહેવા જવાની વાત કરે છે! તમારા પતિને સમજાવો કે સાસરિયાં સાથે રહેવામાં તમને કંઇ વાંધો નથી અને તમે ખુશ છો. એમને છોડીને અલગ રહેવા જવાની તમને ઇચ્છા નથી.

પ્રશ્ન : મારી માસીની દીકરી ઘણા સમયથી એક યુવાનને પ્રેમ કરે છે. બંનેએ દરેક પ્રકારની મર્યાદા ઓળંગી લીધી છે. હવે એના લગ્નની વાત ચાલે છે, ત્યારે પેલો યુવાન લગ્ન કરવાની ના કહે છે. એને કેવી રીતે આ લગ્ન કરવા રાજી કરવો?

ઉત્તર : તમારી બહેને પહેલાં જ સમજવાની જરૂર હતી કે લગ્ન પહેલાં કેટલીક મર્યાદા જળવાવી જ જોઇએ. ભલે કોઇ વ્યક્તિ તમને ગમે એટલો પ્રેમ કરતી હોય, પણ મર્યાદા તો જળવાવી જોઇએ. હવે એ યુવાન સાથે જબરદસ્તી તમે એનાં લગ્ન તો ન કરાવી શકો. એનાથી જે ભૂલ થઇ ગઇ એ ભૂલી જઇને સારા પાત્ર સાથે લગ્ન કરી લેવાનું કહો.

પ્રશ્ન : મને છેલ્લા ઘણા સમયથી એવી ટેવ પડી ગઇ છે કે મારી મમ્મી મારા શરીર પર હાથ ફેરવે તો જ ઊંઘ આવે. હું કોલેજમાં ભણું છું એટલે મમ્મી ઘણી વાર ટોકે પણ છે. શું મારી આ ટેવ સારી ન કહેવાય?

ઉત્તર : કેટલીક વાર સંતાનોને માતાપિતાનો સ્નેહ મેળવવાની ટેવ હોય છે. તમે પણ આવી નિર્દોષ ટેવ જ ધરાવો છો. મમ્મી એટલા માટે ટોકે છે કે હવે તમે કોલેજમાં ભણતાં હોવાથી આવી રીતે બાળકીની જેમ વર્તો છો. એમાં કંઇ ખોટું નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી