નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે 'ઓનલાઇન' ગુજરાતઃ કડિયા-પ્લમ્બર હવે એક ક્લિકે હાજર!

 
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આજીવિકા પોર્ટલ શરૂ કરાયું સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુ તથા સેવાની માહિતી મળશે

www.livelihoodportal.org પર સામાન્ય માહિતીઓ હાથવેંતમાં ઉપલબ્ધ થઈ શકશે

હવે તમારે કડિયા કે પ્લમ્બર શોધવા માટે ભટકવું નહીં પડે. ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા સ્વસહાય જૂથની ઉત્પાદિત ચીજવસ્તુ તથા સેવાઓને વૈશ્વિક સ્તરે બજાર વ્યવસ્થા પૂરી પાડવા માટે વેબસાઇટ તૈયાર કરી છે. આ વેબસાઇટ પર અમદાવાદ જિલ્લામાં સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુ તથા સેવાઓની માહિતી ઉપલબ્ધ કરાઇ છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તૈયાર કરાયેલા વેબપોર્ટલ www.livelihoodportal.org એ આજીવિકા પોર્ટલ છે. આ વેબસાઇટ પર સ્વરોજગારીઓના નામ, સરનામા તથા સંપર્ક માટેની તમામ માહિતી મૂકવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ બીપીએલ પરિવારોને વૈશ્વિક સ્તરે તેમનાં ઉત્પાદનો અને સેવાઓ માટે મુકત બજાર મળી રહેશે. તેમજ રોજબરોજની જરૂરી સેવાઓ માટેની પૂરતી માહિતી પણ સરળતાથી મળી રહેશે.
આ પોર્ટલ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય એવા ૧૦૪૯ જૂથોને સક્રિય કરવામાં મદદ કરશે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાના ફોર્મ, પ્રક્રિયા અને સૂચનો સરળતાથી સખી મંડળો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં આ પોર્ટલ પર ૩૩૯૭ સખી મંડળોની માહિતી મૂકવામાં આવી છે. આ વેબસાઇટ પર માત્ર સખી મંડળો દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ તથા સેવાઓની માહિતી મુકવામાં આવશે.
આ વેબસાઇટ દ્વારા ૮૬૧૫૫ બીપીએલ પરિવારોને સખી મંડળ સાથે સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં આ પોર્ટલ પર અમદાવાદ જિલ્લાની જ માહિતી ઉપલબ્ધ છે. પરંતુ જો અન્ય જિલ્લાઓ પણ પોતાની માહિતી વેબસાઇટ પર મૂકવા ઇચ્છે તો તેઓ પોતાની માહિતી મૂકી શકે છે. અમદાવાદ જિલ્લામાં હજુ પણ કેટલાક સખી મંડળો છે જેની માહિતી વેબસાઇટ પર મુકાઇ નથી. પરંતુ ટૂંક સમયમાં તેમની માહિતી મૂકવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
૩૪૦૦ સખીમંડળની માહિતી વેબ પર મુકાઈ
^ અમે આજીવિકા પોર્ટલ ઉદંત શરૂ કર્યું છે. જેના પરથી સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓ તથા સેવાઓની તમામ માહિતી મળી રહેશે. હાલમાં ૩૪૦૦ જેટલાં સખી મંડળની માહિતી વેબસાઇટ પર મુકાઇ છે. જેમાં તમામ વસ્તુઓની વિગતો આવરી લેવામાં આવી છે. -બંછા નિધિ પાની, ડીડીઓ, અમદાવાદ જિલ્લો

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી