નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તૈલી ત્વચાને પણ જરૂર છે મોઇશ્વરાઇઝરની

 
પ્રશ્ન : હું જ્યારે મેકઅપ સ્પોન્જથી જ્યારે ફાઉન્ડેશન કે કન્સીલર લગાવું છું, ત્યારે તે એક્સરખી રીતે સ્પ્રેડ થતાં નથી. આનું શું કારણ?

ઉત્તર : તમે જે મેકઅપ સ્પોન્જ વાપરતાં હો, તે કદાચ સસ્તી કવોલિટીના મટિરિયલમાંથી બનાવેલું હોય તો શક્ય છે કે ફાઉન્ડેશન કે કન્સીલર ચહેરા પર એક્સરખી રીતે ન લાગે. તમે સ્પોન્જને સારી રીતે પાણીથી ધુઓ. તે માટે નળ ચાલુ કરી તેની નીચે સ્પોન્જ ધરી રાખો. સ્પોન્જ સાફ થઇ જશે. તે પછી તેને બરાબર કોરું થવા દો. ત્યાર બાદ એનાથી મેકઅપ કરો.

પ્રશ્ન : મારી ત્વચા તૈલી છે. તો મારે મોઇશ્વરાઇઝર લગાવવાની જરૂર ખરી?

ઉત્તર : તમારી ત્વચા ભલે તૈલી હોય, છતાં તમારે મોઇશ્વરાઇઝર લગાવવાની તો જરૂર રહે જ છે. તેનું કારણ એ છે કે ત્વચા તૈલી હોવા છતાં તે પૂરતા પ્રમાણમાં ભેજ ઉત્પન્ન કરી શકતી નથી. આને લીધે ત્વચા નિસ્તેજ લાગે છે. તમે જે કોસ્મેટિકસનો ઉપયોગ કરો તે વોટરબેÍડ અને ઓઇલફ્રી હોવા જોઇએ. આનાથી તમારી ત્વચા વધારે તૈલી નહીં લાગે અને તેની કાંતિ પણ જળવાઇ રહેશે.

પ્રશ્ન : મારા વાળનો રંગ કાળો છે, પણ મને આછા બ્રાઉન રંગના વાળ ગમતા હોવાથી હું એ રંગનો હેરકલર લગાવું છું. મારા વાળ કાયમ માટે આછા બ્રાઉન રંગના રહે એ માટે શું કરી શકાય?

ઉત્તર : તમારા વાળ કાળા છે, તો શા માટે તેને આછા બ્રાઉન રંગના કરવાની ઇચ્છા રાખો છો? જોકે દરેકની પસંદગી અલગ અલગ હોય છે. તમે વાળનો રંગ આછો બ્રાઉન કરવા માગતા હો, તો એ માટે મેડિકલ સ્ટોરમાં હેર લાઇટનિંગ લોશન અથવા ક્રીમ મળે છે. તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ આછા બ્રાઉન રંગના થઇ જશે.

પ્રશ્ન : મારી ઉંમર ૧૭ વર્ષ છે. મને શોર્ટ્સ અને કેપ્રી પહેરવાનું ખૂબ પસંદ છે, પણ મારા પગ પર વધારે પડતી રુવાંટી હોવાને લીધે મને તે પહેરવામાં સંકોચ થાય છે. મારે આ રુવાંટી કેવી રીતે દૂર કરવી?

ઉત્તર : આજકાલ બજારમાં અનેક હેર રીમૂવર ક્રીમ મળે છે. તમે ઇચ્છો તો તેનાથી તમારા પગ પરની રુંવાંટી દૂર કરી શકો છો. જો આનો ઉપયોગ કરવા ન ઇચ્છતાં હો, તો તમે વેિકસંગ અથવા બ્લીચ પણ કરાવી શકો.

પ્રશ્ન : મને હોઠ પર કાયમ લપિ બામ લગાવવાનું પસંદ છે. હું તે ઉનાળામાં પણ લગાવું તો મારા હોઠને કંઇ નુકસાન થાય ખરું? મને લપિસ્ટિક લગાવવાની ગમતી નથી.

ઉત્તર : જો તમારા હોઠ શુષ્ક રહેતાં હોય તો તમે ઉનાળામાં પણ લપિ બામ લગાવી શકો છો. તેનાથી હોઠને કોઇ પ્રકારનું નુકસાન થતું નથી. બલકે હોઠ પર લપિ બામનું આવરણ રહેવાથી તે શ્યામ થઇ જતાં નથી.

પ્રશ્ન : મારા નખ ખૂબ જ નાનાં છે, જ્યારે મને લાંબા નખ રાખવાનો શોખ છે. મારા નખ લાંબા દેખાય એ માટે કેવી રીતે નેલપોલિશ લગાવવી જોઇએ?

ઉત્તર : તમે નાના નખને તમને ગમતા શેડની નેલપોલિશ લગાવી પછી તેના છેડા પર સફેદ શેડની નેલપોલિશ લગાવો. આના લીધે નખ લાંબા અને સુંદર દેખાશે. ઉપરાંત, લાઇટ શેડની નેલપોલિશ લગાવવાથી પણ નખ લાંબા દેખાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !