નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્યવસાયમાં બુદ્ધિ અને ધંધામાં કામ કરે છે રૂપિયા

પ્રશ્ન :મને ૨૮ વર્ષ થયા. મારાં લગ્ન ક્યારે?

ઉત્તર :મકર લગ્નની કુંડળીમાં લગ્ને ઉચ્ચનો મંગળ છે, જે સાતમા ભાવે પોતાની નીચ દ્રષ્ટિ કરે છે. શનિ પણ સાતમા ભાવને જુએ છે, જેથી લગ્ન ૨૮ વર્ષ પછી જ થાય. તમારાં લગ્ન જાન્યુઆરી ૨૦૧૩ના અંત ભાગમાં હવે થઇ જશે.

પ્રશ્ન :મારો દીકરો અત્યારે ભાગીદારીમાં મોબાઇલનો ધંધો કરે છે. હવે તેને પોતાને ધંધો કરવાનો વિચાર છે, તો કેવું રહેશે?

ઉત્તર :ભાગીદારીના બદલે પોતાનો જ ધંધો કરે એ વધારે સારું છે. ૧૬ મેથી ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે એ તેના માટે ખૂબ જ સારું છે. એને સફળતા મળશે. ધંધાનું નામ ‘ગ’ અથવા ‘સ’ અક્ષર પરથી રાખવું. ચંદ્રમંગળ ભેગા હોવાથી ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલની લાઇન ફેલ નીવડે.

પ્રશ્ન :મારી દીકરીએ એમ.એસસી. માઇક્રોબાયોલોજી સાથે કર્યું છે અને લેકચરર છે. તેને પીએચ. ડી. કરવા વિદેશ જવું છે, તો જઇ શકશે?

ઉત્તર :તમારી દીકરીની કુંડળીમાં ૨૦૧૨થી જ વિદેશયોગો સક્રિય થયા છે, તો તમે તે માટે કોશિશ ચાલુ કરી શકો છો અને તે ૨૦૧૩માં વિદેશ જઇ શકશે.

પ્રશ્ન :મારે હાલમાં સંતાન નથી, તો સંતાનયોગ ક્યારે છે? એ માટે શું કરવું?

ઉત્તર :તમારી કુંડળીમાં ગુરુરાહુનો ચંડાળયોગ છે એટલે અમુક વિલંબ પછી જ સંતાનનું સુખ મળે. તમે તમારાં પત્નીની કુંડળી તો મોકલી જ નથી એટલે પ્રેગનન્સીનો યોગ કઇ રીતે જાણવો? માત્ર તમારા ગ્રહો જોતાં ૨૦૧૪માં તો સંતાન હશે જ. જો પત્નીના ગ્રહો અનુકૂળ હશે તો વહેલાં પણ થઇ શકશે.

પ્રશ્ન :મેં બી.એસસી., બી.એડ. કર્યું છે. એક સ્કૂલમાં પ્રાઇવેટ નોકરી છે. તેમાં જ પ્રગતિ થશે કે પછી ધંધો કરવો?

ઉત્તર :તમારી કુંડળી ધંધાની નથી. કરવો જ હોય તો ખાણીપીણીના ધંધામાં પડાય, પણ મારી દ્રષ્ટિએ શિક્ષણ જગત જ શ્રેષ્ઠ છે અને ૧૬ મેથી ગુરુ બદલાતાં તમને સારી તક કોઇ મોટી સ્કૂલમાં મળી શકે તેમ છે. આ વર્ષે જ તકદીર અજમાવો, સફળતા જરૂર મળશે.

પ્રશ્ન :અમારે બે દીકરી છે. અમારી ઇચ્છા છે કે એક દીકરો આવે. અમારી કુંડળીઓ મોકલી છે.

ઉત્તર :તમારી કુંડળીમાં ગુરુશનિ અંશાત્મક સામસામે છે. જેથી આગળની પેઢી બંધ કરાવે. તમારાં પત્નીની કુંડળીમાં પાંચમા ભાવે શુક્રચંદ્ર છે તેથી કન્યાઓ વધારે આપે. તમે દીકરીઓને જ દીકરા માની સંતોષ મેળવો, તેમને સારું એજ્યુકેશન આપો.

પ્રશ્ન :મારા દીકરાએ ફાર્મસીની ડીગ્રી હમણાં જ લીધી. મારા રીટાયરમેન્ટનું ૨૫ લાખ જેટલું ફંડ આવેલું છે. તો મારે એને મેડિકલ સ્ટોર ખોલી આપવો કે નોકરી કરવા દેવી? જો ધંધાથી લેણું હોય તો જ એની પાછળ પૈસા રોકું નહીં તો મૂડી ફિકસમાં મૂકી દઉં.

ઉત્તર :તમારા દીકરાની કુંડળીમાં કુંભ લગ્ન છે અને છઠ્ઠા રોગ સ્થાનનો માલિક ચંદ્ર કર્મ સ્થાને બેઠેલો છે. તેથી તેને મેડિસીન્સનો ધંધો ચોક્કસ ફળે, પરંતુ અત્યારે તેની વૃશ્વિક રાશિમાં લોખંડના પાયે સાડા સાતી ચાલુ છે અને ૨૦૧૩માં બારમો રાહુ થશે એટલે ધંધો શરૂ કરવાનો આ યોગ્ય સમય નથી. ત્રણેક વર્ષ કોઇ મેડિકલ સ્ટોરમાં ગોઠવો. ગ્રહો સુધર્યા પછી આ અનુભવ કામ લાગશે!

પ્રશ્ન :મારા દીકરાની ઇચ્છા સી.એ. કરવાની છે. બારમાનું પરિણામ કેવું આવશે?

ઉત્તર :બારમાનું પરિણામ તો સારું જ આવશે, પણ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કુંડળી નથી. સી.એ. થવા માટે શનિ ખૂબ જ બળવાન જોઇએ અને શનિનો સંબંધ ચંદ્ર કે બુધ સાથે હોવો જોઇએ. માર્કેટિંગની કુંડળી છે અને વાણીનું સ્થાન પણ સારું છે. તેથી એમ.બી.એ. જ કરાવો.

પ્રશ્ન :હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને શેરબજારમાંથી પણ સારું એવું કમાઉં છું. મારા સાળાને પ્લાસ્ટિકની ફેકટરી છે. જેને મોટા પાયે લઇ જવાની એમને ઇચ્છા છે અને મને ભાગીદારીની ઓફર કરી છે. મારે આમાં પડવા જેવું છે?

ઉત્તર :કેટલીક કુંડળીઓ ધંધાની હોય છે, તો કેટલીક માત્ર વ્યવસાયની. એકમાં રૂપિયા કામ કરે છે તો બીજામાં બુદ્ધિ. તમારી કુંડળી માત્ર વ્યવસાયની જ છે. વળી, ધન રાશિને ૨૦૧૪થી સાડા સાતી ચાલુ થશે માટે ચાલુ વ્યવસાય બદલી ધંધામાં ન પડશો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !