નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કસરત કરો, અલમસ્ત રહો

જો તમે સંપૂર્ણ સ્વસ્થ હો અને નિયમિત રીતે કસરત કરતા હો તો તમારે આ ક્રમ દરરોજ જાળવી રાખવો જોઇએ. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ જો સગર્ભા સ્ત્રીઓ એવું ઇચ્છતી હોય કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભાવસ્થા દરમિયાન તેમને કોઈ તકલીફ ન પડે તો તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એક-એક કલાક કસરત જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તેમને સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ વખતે કોઈ તકલીફ નહીં પડે અને શિશુંનું વજન પણ પાંચ ટકા જેટલું વધી જશે.
અઘ્યયનો અનુસાર જો સ્ત્રીઓ સગર્ભા બનતાં પહેલાં અને સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરતી હોય તો તેમની પ્રીમેચ્યોર ડિલિવરીની શક્યતા નથી રહેતી ઉપરાંત કસરતથી તાણ ઓછી થાય છે. વધારાનું વજન ઘટે છે અને કબજિયાતની પણ ફરિયાદ નથી રહેતી. કસરત કરનારી સ્ત્રીઓ, કસરત ન કરનારી સ્ત્રીઓની તુલનામાં શારીરિક અને માનસિક રીતે પોતાને વઘુ સ્વસ્થ અનુભવે છે.
અમેરિકન કોલેજના પ્રસૂતિ વૈજ્ઞાનિક અને ગાયનેકોલોજિસ્ટના અનુસાર સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરતી વખતે નીચેનાં સૂચનો જરૂર ઘ્યાનમાં રાખોઃ
* અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણવાર અને દરરોજ એક કલાક કસરત કરવી. આનાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહેશે.
* બીમારી વખતે વધારે પડતી ભારે કસરત ન કરવી. ઉપરાંત વઘુ પડતી ગરમીમાં અને બફારામાં કસરત ન કરવી.
* વધારે વળાંકોવાળી અને ગતિશીલ ક્રિયાઓ ન કરો.
* લાકડાંવાળી જગ્યા અથવા કાર્પેટ પાથરેલી જગ્યા પર જ કસરત કરો.
* વઘુ થાક લાગે એવી કસરત ન કરવી.
* વધારે શ્રમ પડતો હોય એવી કસરત પાંચ મિનિટ સુધી જ કરવી. ત્યાર પછી ધીમે-ધીમે ચાલવું.
* ઉઠબેસવાળી કસરત કરતી વખતે ખાસ સાવચેતી રાખવી કારણ કે આવી સ્થિતિમાં ઓછા બ્લડપ્રેશરને કારણે તમને ગભરામણ થઈ શકે છે. પગની વધારે હેરફેરવાળી કસરત ઓછામાં ઓછી કરવી.
* કસરત કરતાં પહેલાં અને કર્યા પછી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે કોઈ પીણું જરૂર લેતા રહો.
* જો કોઈ સગર્ભા સ્ત્રી પહેલીવાર કસરત કરતી હોય તો તેણે શરૂઆતમાં સાવ હળવીફૂલ કસરત થોડીવાર પૂરતી કરવી જોઈએ. ધીમે-ધીમે સમય વધારવો જોઈએ.
* કોઈ પણ કસરત સતત ન કરવી. વચમાં બ્રેક લેવો. આમ કરવાથી કસરત કર્યા પછી તમને થાક નહીં લાગે.
* બની શકે તો કસરત કર્યા પછી શવાસન કરો. આમાં તમે ચત્તા સૂઈ જાવ અને તમારું શરીર ઢીલું મૂકી દો. થોડીવાર આ અવસ્થામાં જ રહો.
* આખો દિવસ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે દરરોજ સવારે ઊઠીને થોડીવાર ખુલ્લામાં ચાલવું. જો આ શક્ય ન હોય તો જમીન પર અથવા ખુરશી પર બેસી આંખ બંધ કરી થોડીવાર સુધી ઊંડા શ્વાસ લો. આ ક્રિયા લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખશે.
* તમારા હૃદયના ધબકારા પણ જરૂર ચેક કરો. આ ધબકારા વધારેમાં વધારે દર મિનિટે ૧૫૦ બીટ્‌સ કરતા વધારે ન હોવા જોઈએ. આ વિશે તમારા હેલ્થ કેર ઇન્સ્ટ્રક્ટરની સલાહ જરૂર લેવી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !