બોસ હોવાથી તમે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવો છો.
આ બંનેમાંથી જો કોઇ એક પક્ષ પણ અસંતુષ્ટ હશે, તો તમે નિષ્ફળ પુરવાર થઇ શકો છો. તો શીખી લો, બોસ બનવાના ગુણ...
હોદ્દાનું મહત્વ
સૌપ્રથમ તો બોસ તરીકે તમારા હોદ્દાના મહત્વ અને જવાબદારીઓ સમજવી જરૂરી છે.
તમારી ટીમ પાસેથી મેનેજમેન્ટ શી અપેક્ષા રાખે છે, તેના પર ધ્યાન આપો. જ્યાં
પરિવર્તન લાવી શકાય એમ હોય, ત્યાં પરિવર્તન લાવી પછી આગળ શું કરવું તેની
સ્ટ્રેટેજી ઘડૉ.
ન અતિ નમ્ર બનો, ન કઠોર
કર્મચારીઓ સાથે તમારું વધારે પડતું નમ્રતાભર્યું વર્તન તેમને પોતાના કામ
અને જવાબદારી પ્રત્યે બેદરકાર બનાવે છે. એ જ રીતે કર્મચારીઓની અપેક્ષાઓ કે
સગવડ પ્રત્યે બેદરકારી દાખવીને તમે તેમને અસંતુષ્ટ પણ કરી શકો છો. આ બંનેની
અસર કામ પર થશે. એ ધ્યાન રાખો કે બોસની પોતાની પણ કેટલીક મર્યાદા છે. આથી
જેવો સમય હોય તે પારખીને વર્તો.
નિયમ તમારા માટે પણ છે!
જો તમે ઇચ્છતાં હો કે બધા કર્મચારીઓ સમયસર ઓફિસે આવે, ઓફિસના ટેલીફોન,
સ્ટેશનરી, ઇન્ટરનેટ, લાઇટ, એરકન્ડશિનર કે અન્ય ચીજવસ્તુઓ થતા સવલતોનો ઉપયોગ
પ્રમાણસર અને સારી રીતે કરે, તો પહેલાં આ નિયમોનો અમલ કરવાનું બોસ તરીકે
તમે જ શરૂ કરો.
દરેક વ્યક્તિ છે અલગ
જ્યારે એક ઘરના બધા સભ્યોના સ્વભાવ સરખા નથી હોતાં તો પછી ઓફિસમાં દરેકના
સ્વભાવ એક્સરખા હોય એવું તો શક્ય જ નથી ને? આથી દરેક કર્મચારી પાસેથી સમાન
કામગીરી કે દેખાવની અપેક્ષા ન રાખો. વધારે સારું તો એ જ રહેશે કે દરેકનું
પહેલાં સારી રીતે નિરીક્ષણ કરી, તેમનામાં રહેલી નપિુણતા અનુસાર મનગમતી
કામગીરી સોંપો.
મન્થલી રિપોર્ટ
કર્મચારીઓને દર મહિને પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનું જણાવી શકો છો. તેમાં તેમને
તેમની સફળતાની સાથે સાથે કામગીરીમાં નડતા અવરોધ વિશે પણ લખવાનું જણાવો. આમ
કરવાથી બીજો ફાયદો એ થશે કે તમે કંપનીના પ્રોગ્રેસ તથા તેમાં આવતા અવરોધ
વિશે પણ જાણી શકશો. તેમ જ મેનેજમેન્ટને આ બાબતે જણાવી તેમાં તમારા તરફથી
કોઇ સૂચના હોય તો પણ વ્યક્ત કરો.
વિશ્લેષણ કરો
સારી કામગીરી માટે કર્મચારીઓની પ્રશંસા કરો. આમ કરવાથી કર્મચારીઓમાં તમારા
માટે માનની ભાવના જાગશે. જ્યારે એથી વિપરીત જો કોઇ કર્મચારી બેદરકારી અથવા
સારી કામગીરી ન કરતાં હોય, તો તરત જ તેને ચેતવણી આપો અને તેનું કામ સારી
રીતે કરવા કડક શબ્દોમાં સૂચના આપી દો.
મતભેદની સ્થિતિ
બે કર્મચારીઓ વચ્ચે મતભેદ થયા હોય એવા સંજોગોમાં બોસ તરીકે તમે ચૂપ રહો તે
યોગ્ય ન ગણાય. સ્ટાફની અંદરોઅંદર અથવા મેનેજમેન્ટ સાથે કોઇ પણ સમસ્યા હોય
તેનો ઉકેલ શોધવામાં તમે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરો તે બોસ તરીકે વધારે
હિતાવહ રહેશે.
નોકરીમાં ક્યારેક પડકારનો પણ સામનો કરો
ક્યારેક કંપનીની કામગીરીમાં કોઇ એવી પડકારરૂપ સ્થિતિ ઊભી થાય ત્યારે અકળાઇ ન
જાવ કે કર્મચારીઓને પણ અકળાવા ન દો. તમે સંયમિત વર્તન દાખવો અને કર્મચારીઓ
પર વિશ્વાસ રાખી તેમને આવા સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન આપો.
Comments
Post a Comment