નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વગર મેકઅપે ખૂબસૂરત બનો

ઘરમાં હાજર રહેલી ચીજવસ્તુઓ ચહેરા પર લગાડતા પહેલાં ત્વચાનો પ્રકાર જાણવાનું જરૂરી છે.ત્વચા તૈલીય, રૂક્ષ કે સામાન્ય છે તે ઘ્યાનમાં રાખીને ઘરગથ્થુ ઉપાયો અજમાવાથી થોડા જ અઠવાડિયામાં મનપસંદ પરિણામ જોવા મળશે તેમ જ કોઇ પણ પ્રકારના વિપરિત પરિણામોનો સામનો નહીં કરવો પડે.
રૂક્ષ ત્વચા
દૂધનો ક્લંિઝર તરીકે ઉપયોગ
ત્વચાની સ્વચ્છતા દરેક ૠતુમાં જરૂરી હોય છે. દૂધ તો લગભગ દરેકના ઘરમાં હોય જ છે. અને ે દૂધ એક ઉત્તમ ક્લંિઝર પણ છે. ઠંડા દૂધમાં રૂનું પૂમડું ભીંજવી ચહેરા, ગરદન તેમજ હાથ-પગની ત્વચા પર લગાડવું અને પછી લૂછી નાખવું. આ ઉપાયથી આ ભાગોની ત્વચા પરની ગંદકી દૂર થશે અને ત્વચા મુલાયમ બનશે.
ગ્લિસરીનયુક્ત મોઇશ્ચરાઇઝર
એક બોટલ ગ્લિસરીનમાં એક લીંબુનો રસ અને થોડું ગુલાબજળ ભેળવી મોઇશ્ચરાઇઝર બનાવવું. સાબુથી ચહેરો ધોઇને અથવા તો સ્નાન બાદ આ મોઇશ્ચરાઇઝર લગાડવું. રૂક્ષ ત્વચા વાળાએ હળવા સાબુનો ઉપયોગ કરવો.
ફેસ પેક
થોડી ચારોળીમાં કાચું દૂધ ભેળવી બે કલાક પલાળી રાખીને પેસ્ટ બનાવવી. અને ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો.
એક ચમચી અડદની દાળમાં ચાર બદામ ભીંજવી તેને વાટી ચહેરા પર લગાવું. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો.
ઇંડાનો પીળો ભાગ તથા થોડું મધ ભેળવી ચહેરા પર લગાડવું. પેક સુકાઇ ગયા બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. થોડા દિવસોમાં પહેલાં જેવું જ લાવણ્ય છવાશે.
સામાન્ય ત્વચા
સામાન્ય ત્વચાને વિશેષ દેખભાળની જરૂર પડતી નથી પરંતુ થોડા નુસખા અજમાવીને ત્વચાના રંગ-રૂપમાં વઘુ નિખાર લાવી શકાય છે.
ક્લંિઝર
ચહેરા, ગરદન તથા ત્વચાને રોજ સવાર-સાંજ તેમજ રાતે પણ દૂધથી સાફ કરવું. દુધમાંથી મલાઇ કાઢીને પણ ક્લંિઝર તરીકે ઉપયોગ કરી શકાય છે.
મોઇશ્ચરાઇઝર
ગુલાબજળની શીશીમાં થોડું કેસર અને બદામનનો અર્ક ભેળવી ચહેરા તથા શરીરના અન્ય ભાગો પર લગાડવું. ત્વચા સ્નિગ્ધ તો રહેશે જ સાથે રંગ પણ નિખરશે.
ફેસ પેક
મધ તથા સંતરાના રસમાં મુલતાની માટી તથા ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. ચહેરો ખીલી ઊઠશે.
ચહેરા તથા ત્વચાની ટોનંિગ માટે સંતરાની છાલ સુકવી, વાટી સામાન્ય ફેસ પેક અથવા માસ્કમાં ભેળવીને લગાડવાથી ફાયદો થાય છે.
તૈલીય ત્વચા
ખીરાના રસ તથા ગુલાબજળ ભેળવી ચહેરા તથા શરીરના અન્ય ભાગ પર લગાડવું.
થૂલામાં છાશ અથવા ખીરાનો રસ ભેળવી ચહેરા પર લગાડવું. તેનાથી ચહેરો સ્વચ્છ થાય છે.
આ ઉપરાંત રૂક્ષ તથા કાળી કોણીને સાફ કરવા અને મુલાયમ બનાવવા માટે મીઠામાં જૈતૂનનું તેલ ભેળવી લગાડવું.
હાથની દેખભાળ
હાથને કોમળ બનાવવા એક ચમચી સાકરમાં છ-સાત ટીપાં વેજીટેબલ ઓઇલ ભેળવી હાથ પર રગડવું.
મલાઇમાં થોડી હળદર તથા લીંબુ ભેળવી હાથ પર થોડી વાર સુધી હળવે હળવે રગડી હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
પગને મુલાયમ બનાવવા બદામના તેલથી માલિશ કરવું.
સરસવ સાથે દહીં ભેળવી પેસ્ટ બનાવી હાથ-પગ પર લગાડવું.
પગની એડીની ત્વચા ફાટી હઇ હોય તો હુંફાળા પાણીમાં રાતના પગ ધોઇ તેના પેટ્રોલિયમ જેલી અથવા વેક્સ ભેળવી મોજા પહેરવા.
હોઠનું ફાટવું
બે ટીપાં ગ્લિસરીનમાં થોડા ટીપાં લીંબુનો રસ ભેળવી રોજ રાતના લગાડીને સૂઇ જવું. આ ઉપરાંત રાતના સૂતી વખતે મલાઇ અથવા ઘી પણ લગાડી શકાય છે. જેથી હોઠ મુલાયમ તથા ગુલાબી રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી